કાચી કેરીની ત્રણ પ્રકારની તીખી ચટણી બનાવવાની રીત – Kachi Kerini Tikhi Chatni

આજે આપણે કેરી ની ત્રણ પ્રકાર ની ચટણી કેવી રીતે બનાવવી તે જોઈશું.અને આ ચટણી મોમાં પાણી આવી જાય તેવી ટેસ્ટી બની છે. જો ઘર માં શાક ના હોય તો આ ચટણી શાક ની ખમી પૂરી કરે.એવી ટેસ્ટી અને ચટપટી છે.આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે ખાય શકો છો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.


સામગ્રી

  • કાચી કેરી
  • લાલ મરચું
  • હીંગ
  • ફુદીનો
  • લીલા ધાણા
  • લસણ
  • આદુ
  • લીલા મરચાં
  • ગોળ
  • શેકેલું જીરું
  • મીઠું

રીત

1- સૌથી પહેલા ૩૦૦ગ્રામ કેરી લઈશું. તેને ધોઈ ને છાલ કાઢી લઈશું.ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી લઈશું. તમે વિડિયો માં જોઈ શકો છો કે કેરી ને આપણે છોલી ને નાના નાના ટુકડા કરી લીધા છે.

2- આજે આપણે ત્રણ પ્રકાર ની ચટણી બનાવવાના છે.કેરી ની પસંદગી કરતી વખતે એ વાત નું ધ્યાન રાખવાનું કે બહુ ખાટી ના હોય અને જો ખાટી હોય તો કેરી નું પ્રમાણ ઓછું કરી લેવાનું.

3- કેરી બને ત્યાંસુધી તોતાપુરી લેવાની.તેમાં ખટાશ અોછી હોય છે.પહેલા આપણે તીખા મરચા ની એટલે કે લાલ મરચા ની ચટણી બનાવી લઈશું.હવે એક મિક્સર બાઉલ લઇ લઈશું.હવે તેમાં અડધો કપ સમારેલી કેરી લઇ લઈશું.તમે વધારે બનાવવા માગતા હોય તો તે રીતે તમે લઇ શકો છો.

4- હવે એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઇ શકો છો. હવે આપણે શેકેલું જીરું નાખીશું.હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે આપણે કોઈપણ પાણી ના ઉપયોગ વગર પીસી લઈશું.એકદમ સરસ પેસ્ટ બનાવવાની છે. હવે ચટણી ને સરસ પીસી લીધી છે. જે તમે વિડિયો માં જોઈ શકો છો.


5- ચટણી નો કલર પણ સરસ આપ્યો છે. આમાં કોઈપણ પાણી નો ઉપયોગ નથી કર્યા.હવે ચટણી માં આપણે ગોળ નાખીશું.તમે ગોળ ના બદલે ખાંડ પણ નાખી શકો છો. જેટલી કેરી એટલો જ ગોળ લેવાનો છે.અથવા તમે તમારા ટેસ્ટ મુજબ પણ લઇ શકો છો. હવે ફરી થી ચટણી ને પીસી લઈશું.

6- હવે આપણી ચટણી સરસ પીસાઈ ગઈ છે. જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે તેને સર્વે કરી લઈશું.એક કાચ નો બાઉલ લઇ લઈશું.આ ચટણી તમે પરોઠા સાથે, થેપલા અથવા કોઈપણ ફરસાણ સાથે ખાય શકો છો. હવે લાલ મરચા ની ચટણી બની ને રેડી થઈ ગઈ છે. હવે આપણે બીજી બનાવી લઈશું.

7- હવે મિક્સર જારમાં ફરી થી અડધો કપ કાચી કેરી લઈશું. આપણે કાચી કેરી અને લસણ ની ચટણી બનાવીએ છે.એટલે દસ થી બાર નંગ લસણ લીધું છે. જો મોટી સાઇઝ હોય તો તમે આઠ થી દસ લઇ શકો છો.ત્યારબાદ એક મોટી ચમચી શેકેલું જીરું એડ કરીશું.હવે સ્વાદ મુજબ તીખું લાલ મરચું પાવડર નાખીશું.

8- હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. આ ચટણી ને પણ કોઈપણ પાણી વગર પીસી લઈશું. ક્રશ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે તેને ફાઈન પેસ્ટ નથી કરવાની તેને દરદરુ ક્રશ કરવાનું છે. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે તેને બે થી ત્રણ વખત પલ્સ માં ફેરવી લીધું છે.આ ચટણી ને તમે ખાયણી માં પણ બનાવી શકો છો.

9- હવે ચટણી ને એક બાઉલ માં કાઢી લઈશું. હવે તેમાં આપણે ગોળ નાખીશું.ગોળ આપણે ક્રશ કરતી વખતે નથી નાખવાનો. નહી તે પાણી છોડી દેશે.અને આપણી ચટણી એકદમ ફાઈન પીસાઈ જશે.હવે લગભગ બે ચમચી જેટલો આપણે ગોળ નાખીશું. ગોળ નું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો.

10- હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું.ત્યારબાદ તેને અડધો કલાક રહેવા દઈશું.જેથી ગોળ બધો જ ઓગળી જાય. હવે તેને ઢાકી ને રહેવા દઈશું. હવે અડધો કલાક થઈ ગયો છે જે તમે વિડિયો માં જોઈ શકો છો. આપણી ચટણી સરસ થઈ ગઈ છે. આ પણ તમે પરોઠા સાથે અથવા દાળ ભાત સાથે પણ ખાય શકો છો. તો તૈયાર થઈ ગઈ છે આપણી કાચી કેરી ની લસણ ની ચટણી.


11- હવે આપણે ત્રીજી ચટણી બનાવી લઈશું. હવે એક મિક્સર બાઉલ લઇ લઈશું.તેના માટે આપણે અડધા કપ થી પણ અોછી કેરી લઈશું.કારણકે આ ધાણા ફુદીના ની ચટણી છે. આપણે ગળપણ નો ઉપયોગ ઓછો કરવાનો છે.એટલે આપણે કેરી અોછી લઈશું.

12- હવે કેરી ને બાઉલ માં લઇ લઈશું. હવે એક કપ લીલા ધાણા લઇ લઈશું. ધાણા પણ તમે વધારે કે ઓછા લઇ શકો છો. ત્યારબાદ ચટણી ને વધુ ટેસ્ટી બનાવવા માટે અડધો કપ ફુદીનો લઇ લઈશું. એકદમ ફ્રેશ ફુદીના નાં પાન છે. ચટણી ને તીખાશ આપવા માટે ચાર તીખા મરચા અને એક આદુ નો ટુકડો લીધો છે.તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઇ શકો છો.

13- આ ચટણી માં આખા ધાણા નો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો એક મોટી ચમચી આખા ધાણા નાખીશું. ત્યારબાદ એક મોટી ચમચી શેકેલું જીરું નાખીશું. અને એક નાની ચમચી વરિયાળી નાખીશું.તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે.

14- હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે પા ચમચી જેટલી હીંગ નાખીશું. અને એક નાની ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું.હવે તેમાં એક ચમચી ગોળ નાખીશું.હવે ચટણી ને ગ્રીન રાખવાની છે તેના માટે બરફ ના ટુકડા નાખીશું.

15- હવે ચટણી ને પીસી લઈશું. તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન ચટણી બની છે. આ ચટણી ને ભેલ માં,કે રગડા પેટીસ માં અથવા કોઈપણ ફરસાણ સાથે ખાય શકો છો. અને ખુબજ ટેસ્ટી લાગે છે.હવે તેને બાઉલ માં સર્વે કરી લઈશું. વિડિયો માં જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી બની છે ને ધાણા ફુદીના ની અને કાચી કેરી ની ચટણી તો તમે પણ ચોક્કસ થી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *