લગ્નપ્રસંગમાં બનતું રસાવાળા બટાકાનું શાક બનાવવાની એકદમ સરળ રીત

આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતું બટાકા નુ રસાવાળુ શાક. જો તમે આ રેસિપી થી બનાવશો તો એકદમ મહારાજ જેવો જ ટેસ્ટ અને એકદમ પરફેક્ટ બનશે. આ શાકને પૂરી સાથે અથવા રોટલી સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • બટાકા
  • હિંગ
  • તેલ
  • તજ
  • લવિંગ
  • મરી
  • ચક્કર ફુલ
  • તમાલ પત્ર
  • મીઠા લીમડાના પાન
  • હળદર
  • કાશ્મીરી લાલ મરચું
  • મીઠું
  • ગોળ
  • આંબલી નો પલ્પ
  • ધાણાજીરૂ
  • લીલા ધાણા
  • ચણાનો લોટ
  • ગરમ મસાલો

રીત-

1-સૌથી પહેલા આપણે ૫૦૦ ગ્રામ બટાકા લઈશું. તેને છોલીને મોટા ટુકડા કરી લેવાના છે. અને તેને બે થી ત્રણ પાણીમાં ધોઇને હવે તેને સાઈડમાં રાખી દઈશું.

2- હવે શાક નો વઘાર કરી લઈશું. તેના માટે એક પેન લઈશું. તેમાં 3 મોટી ચમચી તેલ નાખીશું. રસાવાળા શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે. ત્યારબાદ તેમાં ૧ મોટી ચમચી રાય નાખીશું. ત્યારબાદ પા ચમચી હિંગ નાંખીશું.

3- હવે પાંચથી છ મીઠા લીમડાના પાન નાખીશું. હવે ખડા મસાલા નો વઘાર કરીશું.એક તજ નો ટુકડો એડ કરીશું. ત્યારબાદ એક ચક્કર ફુલ, 4 મરી, ચાર પાંચ લવિંગ અને એક તમાલ પત્ર આ બધુ એડ કરીશું.

4-ખડા મસાલા નો વઘાર કરવાથી તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. વઘાર સરસ સતળાય જાય એટલે ગેસ ધીમો કરી લઈશું. ત્યારબાદ તેમાં મસાલા કરીશું. અડધી ચમચી હળદર નાખીશું. અને બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી શું. ત્યારબાદ તેમાં સમારેલા બટાકા નાખીશું.

5- આપણે ધ્યાન રાખવાનું કે ગેસ ધીમો જ રાખવાનો છે નહીં તો આપણા મસાલા બળી જશે. અને ટેસ્ટ બધો જ બગડી જશે. સ્વાદ મુજબ મીઠું નાખી શું. ત્યારબાદ એક થી બે મિનિટ બટાકા ને સાંતળી લઈશું. તેલમાં બટાકાને સાંતળવા થી તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. વચ્ચે-વચ્ચે હલાવતા રહીશું.

6- વીડિયોમાં જોઈ શકો છો કે બે મિનિટ થઈ ગઈ છે બટાકામાં સરસ મસાલો ભળી ગયો છે. હવે તેમાં બે ગ્લાસ પાણી રેડીશું. અને મિક્સ કરીને ઢાંકી ને ધીમા ગેસ પર મૂકીશું.જ્યાં સુધી બટાકા ચઢી ના જાય ત્યાંસુધી કુક કરી લઈશું.

7-તમે ઇચ્છો તો આ શાક ૧૦ થી ૧૫ મિનિટમાં કુકરમા બનાવી શકો છો. હવે ૧૨ મિનિટ થઈ ગઈ છે તો તેને ચેક કરી લઈશું. આપણા બટાકા ચડ્યા છે કે નથી એ જોઈ લઈશું. બટાકા ને આપણે ચમચીથી તોડી ને ચેક કરી લઈશું.

8- પરફેક્ટ બફાઈ ગયા છે.તો હવે બાકી ના મસાલા કરીશું.હવે એક મોટી ચમચી ધાણજીરૂ નાખીશું.અને ત્યારબાદ બે મોટી ચમચી નો આંબલી નો પલ્પ એડ કરીશું. ખટાસ આ શાકમાં આંબલીના પલ્પ ની જ હોય છે. તમે લીંબુનો રસ પણ નાખી શકો છો.

9-હવે તેમાં ત્રણ મોટી ચમચી ગોળ નાખીશું. લગ્ન પ્રસંગમાં બનતું રસાવાળું બટાકાનું શાક થોડું ગળચટ્ટ હોય છે. એટલે તેમાં ગોળ નાખીશું.તેને મિક્સ કરી લઈશું.અને તેને ઢાંકીને ફરીથી ત્રણ મિનિટ માટે કુક કરી લઈશું.

10-હવે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક પણ થઇ ગયું છે. હવે રસા ને ઘટ્ટ કરવા માટે ૧ નાની ચમચી શેકેલો ચણાનો લોટ નાખીશું. તેમાં થોડું પાણી નાખી હલાવી લઈશું પછી તે શાકમાં એડ કરીશું. તેનાથી આપણું શાક ઘટ્ટ થશે અને ટેસ્ટી પણ બનશે. ફરીથી તેને ઢાંકીને બે મિનિટ માટે કુક કરી લઈશું.

11-હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું શાક સરસ તૈયાર થઇ ગયું છે. રસો પણ એકદમ ઘટ્ટ થઈ ગયો છે. હવે તેમાં પા ચમચી ગરમ મસાલો નાખીશું. દાળ-શાકમાં હંમેશા ગરમ મસાલો છેલ્લે જ નાખવો જોઈએ. હવે તેમાં બે ચમચી લીલા ધાણા નાંખીશું. શાક તૈયાર થઈ ગયું છે ગરમાગરમ તેને સર્વે કરીશું.

12-વીડિયોમાં જોઈ શકો છો કે બન્યું છે ને એકદમ લગ્ન પ્રસંગમાં બને તેવું રસાવાળું બટાકાનું શાક. ગરમાગરમ શાક ને આપણે પ્લેટ માં સર્વે કરીશું. અને કલર જોઇને જ એકદમ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે તમે આ રેસિપી ને ફોલો કરજો.અને ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *