મહાકાલની જાહેરાતને આખરે ઝોમેટોએ પાછી લઈ લીધી, બે હાથ જોડીને માફી પણ માંગી, કહ્યું- કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે….

ઓનલાઈન ફૂડ ડિલિવરી ફાર્મ Zomato એ એક વિવાદને પગલે અભિનેતા ઋત્વિક રોશન દર્શાવતી જાહેરાત પાછી ખેંચી લીધી છે અને માફી માંગી છે, અને સ્પષ્ટતા કરી છે કે જાહેરાતમાં “મહાકાલ” નો સંદર્ભ રેસ્ટોરન્ટનો હતો, તે મંદિર માટે નહીં. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ આ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેનાથી હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચી છે અને તેને પાછી ખેંચવાની માંગ કરી હતી.

ગૃહમંત્રીએ તપાસની સૂચના આપી

આ પછી, રવિવારે મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ પોલીસને વિવાદની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો. સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ એડ વીડિયોમાં અભિનેતાને એમ કહેતા સાંભળી શકાય છે, “ઉન્હેં થાલી કા મન કિયા ઉજ્જૈનમેં, તો મહાકાલ સે મંગા લિયા.”

zomato એ ટ્વિટ કર્યું

ઝોમેટોએ તેના ટ્વિટર હેન્ડલ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઋત્વિક રોશન અભિનીત જાહેરાત જે ઉજ્જૈનના ચોક્કસ પિન-કોડમાં ચાલી હતી, તે મહાકાલ રેસ્ટોરન્ટની પ્લેટના સંદર્ભમાં હતી અને આદરણીય મહાકાલેશ્વર મંદિરના સંદર્ભમાં નથી. મહાકાલ રેસ્ટોરન્ટ, ઉજ્જૈન અમારા ટોચના ભાગીદારોમાંનું એક છે અને થાળી તેના મેનુમાં સામેલ છે.

image source

ફૂડ ડિલિવરી ફર્મે કહ્યું કે આ વીડિયો અખંડ ભારત અભિયાનનો એક ભાગ છે. જેના માટે ઉજ્જૈનના મહાકાલ રેસ્ટોરન્ટની પસંદગી કરવામાં આવી હતી. Zomatoએ વધુમાં કહ્યું કે, “અમે ઉજ્જૈનના લોકોની ભાવનાઓનું સન્માન કરીએ છીએ અને વિવાદ ઉભો કરતી જાહેરાત હવે ચાલી રહી નથી. અમે માફી માંગીએ છીએ કારણ કે અહીં કોઈની આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *