મનિષ સિસોદિયાને આવ્યો મેસેજ, લખ્યું હતું- AAPને તોડીને ભાજપમાં આવી જાઓ, બધા કેસ બંધ કરાવી દેશું

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપને લઈને મોટો દાવો કર્યો છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “મને ભાજપ તરફથી સંદેશ મળ્યો છે. તમે આપ છોડીને ભાજપમાં આવો. CBI EDના તમામ કેસ બંધ કરાવીશું. ભાજપને મારો જવાબ. હું મહારાણા પ્રતાપનો વંશજ છું, હું રાજપૂત છું. હું શિરચ્છેદ કરીશ. પણ ભ્રષ્ટ-કાવતરાખોરો સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. તમારે જે કરવું હોય તે કરો.”

સિસોદિયાના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ

રવિવાર, 21 ઓગસ્ટના રોજ, સીબીઆઈ દ્વારા મનીષ સિસોદિયા અને અન્ય 12 લોકો વિરુદ્ધ દારૂ નીતિ ઉલ્લંઘન કેસમાં લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં તેમના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીબીઆઈએ શરાબ નીતિમાં ભ્રષ્ટાચારના આરોપો પર શુક્રવારે 19 ઓગસ્ટે મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. સીબીઆઈની એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા 15 આરોપીઓની યાદીમાં સિસોદિયા નંબર વન પર છે.

લુકઆઉટ નોટિસ જારી થયા બાદ મનીષ સિસોદિયાએ આમ આદમી પાર્ટી (AAP) વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવા બદલ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

image source

તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું – તમારા બધા દરોડા નિષ્ફળ ગયા, કશું મળ્યું નહીં, એક પૈસા હારા ફેરી નહીં, હવે તમે લુક આઉટ નોટિસ જારી કરી છે કે મનીષ સિસોદિયા ઉપલબ્ધ નથી. આ શું ખેલ છે મોદીજી? હું દિલ્હીમાં આઝાદ ફરું છું, બોલો ક્યાં આવવું? તમે મને શોધી શકતા નથી?

આ પહેલા 20 ઓગસ્ટ શનિવારના રોજ સિસોદિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘2024ની લોકસભા ચૂંટણી મોદી વિરુદ્ધ કેજરીવાલ હશે. તેમણે કહ્યું હતું કે દારૂની નીતિ કે કથિત ભ્રષ્ટાચાર એ ભાજપનો એજન્ડા નથી, તેમનો એજન્ડા કેજરીવાલને રોકવાનો છે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય જનાદેશ ધરાવતા પીએમ મોદીને વિપક્ષો સામે ‘ષડયંત્ર’ કરવું તે શોભતું નથી. થોડા દિવસોમાં મારી ધરપકડ થઈ શકે છે પરંતુ કેજરીવાલ સામે ભાજપની ‘બદલાદીની રાજનીતિ’માંથી કંઈ જ બહાર આવશે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *