ઢોસા : (સાદા અને મસાલા ઢોસા) – ખીરું બનાવવાથી લઈને ઢોસા બનાવવા સુધીની પરફેક્ટ રેસિપી…

ઢોસા : (સાદા અને મસાલા ઢોસા)

સાઉથ ઇંડિયન વાનગી હોવા છતાં પણ અહીં આપણે ત્યાં પણ ઢોસા દરેક લોકોની ખૂબજ પ્રિય વાનગી છે. મદ્રાસ કાફેમાં ખાસ લોકો સાઉથ ઇંડિયન વાનગીઓ બનાવતા હોય છે. તેમાં પણ ઢોસા ખાસ હોય છે. તેઓ પણ હવે અનેક પ્રકારના વેરિયેશનથી ઢોસા બનાવતા થયા છે. તેમજ અનેક ટેસ્ટના ઢોસા પણ ત્યાં મળતા હોય છે. તે જ રીતે સાઉથ ઇંડિયન રેસ્ટોરંટમાં સ્પે. સાઉથ ટેસ્ટની વાનગીઓ ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. તેની સાથે સાંભાર અને તેની સ્પે. ચટણીઓ સાથે સર્વ કરવામાં આવે છે. તેનાથી વાનગીઓનો સ્વાદ ઓર વધી જાય છે.

ઢોસા બનાવવા માટે થોડો સમય વધારે લાગે છે. કેમકે ઢોસા બનવવા માટે ચોખા, અડદદાળ વગેરે પાની માં લાંબો ટાઇમ પલાળી રાખવાના હોય છે. ત્યારબાદ તેને ગ્રાઇંડ કરીને ફર્મેન્ટ કરવા માટે પણ વધારે ટાઇમ લાગે છે. ઢોસાનું બેટર સરસ ફર્મેંટ થવું એ એક અગત્યની બાબત છે. આમ ઢોસા બનાવવા માટે પ્રી પ્લાન હોવો પણ જરુરી છે.

ઢોસા હવે ગૃહિણીઓ પણ ઘરે બનાવતા થયા છે. પિઝા, પાણીપુરી, મંચુરિયન કે ટોમેટો જેવા ટેસ્ટના પણ ઢોસા હવે ઘરના રસોડે બનતા થયા છે. અગાઉ મેં એકદમ ક્રંચી એવા ક્વીક એન ઇઝી ટોમેટો ઢોસાની રેસિપિ આપેલ છે.

આજે હું અહીં સાદા અને મસાલાવાળા ઢોસાની રેસિપી આપી રહી છું.

ઢોસાનું ખીરું બનાવવા માટેની સામગ્રી :

  • 2 કપ સાદા ચોખા ( ખીચડીના હોય તેવા – બાસમતી ચોખા લેવા નહી )
  • 1 કપ બોઇલ્ડ ચોખા
  • 1 કપ અડદની ફોતરાવગરની દાળ અથવા ફોતરા વગરના આખા અડદ
  • 1 ટેબલ સ્પુન સૂકી મેથી
  • 2 ટેબલ સ્પુન પૌઆ

એક બાઉલમાં 2 કપ સાદા ચોખા લ્યો. તેને 2-3 પાનીથી ધોઇને પાણીમાં પલાળો. ચોખા 6-7 કલાક પાણી માં પલળશે એટલે ફુલશે તેથી પહેલેથી જ વધારે પાણી લઈ પલાળવા. આ પ્રમાણે બધી સામગ્રી પલાળવામાં કરવું.

ત્યારબાદ જુદાજુદા બાઉલમાં 1 કપ બોઇલ્ડ ચોખા, 1 કપ અડદની ફોતરાવગરની દાળ અથવા ફોતરા વગરના આખા અડદ અને 1 ટેબલ સ્પુન સૂકી મેથી 2-3 પાણી થી ધોઇને પલાળી દ્યો.

ઢાંકી ને 6-7 કલાક પલળવા દ્યો.

6-7 કલાક પછી બન્ને પ્રકારના ચોખા મિક્ષ કરી લ્યો.

ખીરુ બનાવવા માટે ગ્રાઇંડરનો મોટો જાર લઇ તેમાં આ મિક્ષ કરેલા ચોખા થોડું જ પાણી લઇને થોડા થોડા વારાફરતી 2-3 વાર લઇને ગ્રાઇંડરમાં ફાઇન પેસ્ટ બનાવી લ્યો.

હવે 2 ટેબલ સ્પુન પૌંઆ પાણીથી ધોઇ લ્યો.

ત્યારબાદ પલાળેલી અડદ કે અડદ દાળ, ધોયેલા પૌઆ અને પલાળેલી મેથી સાથે ફ્લફી પેસ્ટ થાય ત્યાં સુધી ગ્રાઇંડ કરી લ્યો. જરુર પડે તો થોડું પાણી ઉમેરો.

ગ્રાઇંડ કરેલું આ અડદદાળવાળું મિશ્રણને ગ્રાઇંડ કરેલા ચોખાના મિશ્રણમાં ઉમેરી એકરસ થાય એ રીતે મિક્ષ કરી, એર ભરાય એ રીતે એક જ સાઈડ સ્પુન કે હેંડ બીટર લઇ 3-4 મિનિટ એકદમ ફ્લફી થાય ત્યાં સુધી બીટ કરો. મોટા તપેલામાં ભરો જેથી ફુલીને બહાર નીકળી ના જાય.

હવે બનેલા આ ઢોસાના ખીરુંને 7-8 કલાક કે ઓવર નાઇટ ફરમેન્ટ થવા હુંફાળી જગ્યાએ કપડામાં વીંટાળી ને રાખો. ઠંડી સિઝનમાં આ પ્રમાણે કરવું.

7-8 કલાક પછી બરાબર ફરમેંટ થઇ ફ્લફી થઇ જાય છે (પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે )એટલે તેમાં જરુર મુજબ મીઠું અને પાણી ઉમેરી હલાવીને કસિસ્ટંસી ઢોસા બને તેવી પાતળી કરી લ્યો.

ઢોસા બનાવવા માટે હવે ખીરુ તૈયાર છે.

ઢોસાનું સ્ટફીંગ બનાવવાની રીત:

  • 4 બટેટા મિડિયમ સાઈઝના બાફીને છાલ ઉતારેલા
  • 1 મોટી ઓનિયન બારીક સમારેલી
  • 1 ટમેટું બારીક સમારેલું
  • 2 લીલા મરચા બારીક સમારેલા
  • 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
  • 1 ઈંચ આદુ ખમણેલું
  • 1 ½ ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટેબલ સ્પુન ચણાની દાળ
  • ½ ટી સ્પુન રાઇ
  • ½ ટી સ્પુન આખું જીરું
  • 1 તજ પત્તુ
  • 10-12 મીઠા લીમડાના પાન
  • પિંચ હિંગ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • ½ ટી સ્પુન ધાણા જીરુ
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ½ ટી સ્પુન સુગર (ઓપ્શનલ)
  • 1 ½ ટી સ્પુન લેમન જ્યુસ
  • 1 ટી સ્પુન લસણની લાલ ચટણી

એક પેનમાં સ્ટફીંગના વઘાર માટે 1 ½ ટેબલ સ્પુન ઓઇલ લ્યો. હવે ગરમ થાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન ચણાની દાળ, ½ ટી સ્પુન રાઇ, ½ ટી સ્પુન આખું જીરું અને 1 તજ પત્તુ અને હિંગ ઉમેરો. સાંતળો.

ત્યારબાદ તેમાં 10-12 મીઠા લીમડાના પાન અને 2 લીલા મરચા બારીક સમારેલા અને 1 ઈંચ આદુ ખમણેલું ઉમેરી સાંતળો.

હવે તેમાં 1 મોટી ઓનિયન બારીક સમારેલી ઉમેરી મિક્ષ કરી જરા સંતળાય એટલે તેમાં ½ ટી સ્પુન હળદર ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં ટમેટા ઉમેરી મિક્ષ કરી બધું સાથે કૂક કરી લ્યો.

હવે તેમાં ½ ટી સ્પુન સુગર, સોલ્ટ અને લેમન જ્યુસ ઉમેરી ને મિક્ષ કરે લ્યો. ત્યારબાદ તેમાં બારીક સમારેલા બાફેલા બટેટા ઉમેરીને અધકચરા મેશ કરી મિક્ષ કરી ક્યો. 1 -2 મિનિટ કુક કરો જેથી બધા મસાલા બરાબર મિક્ષ થઇ જાય.

હવે તેમાં બારીક સમારેલી કોથમરી ઉમેરી મિક્સ કરી લ્યો. તો હવે ઢોસા માટેનું સ્ટફિંગ રેડી છે.

ઢોસા બનાવવા માટેની રીત :

ઢોસા માટેના નોન સ્ટીક તવાને બરાબર ગરમ કરી લ્યો.

ત્યારબાદ તેનાં પર થોડું ઓઇલ મૂકી તેને એક પાણી વાળું કપડું આખા તવામાં ફેરવીને લુછી નાંખો જેથી આખા તવામાં ઓઇલ અને પાણી લાગી જઇ તવાની ગરમી બરાબર સેટ થઇ જશે.

હવે પાણી ઉમેરીને ઢોસાની કંસીસ્ટંસી સેટ કરેલું પાતળા ખીરામાંથી ગરમ તવા પર ખીરું રાઉંડમાં સ્પ્રેડ કરો. ઉપર તેમજ તેની ફરતે થોડું ઓઇલ મૂકો. તેના પર લસણવાળી લાલ ચટણી પાણી ઉમેરી પાતળી કરી બ્રશથી લગાવો.

હવે તેના ઉપર થોડી કોથમરી સ્પ્રિંકલ કરો.

એક્વાર જરા પલટાવી કૂક કરી ફરી ફ્લિપ કરી લ્યો. (ઓપ્શનલ)

હવે તૈયાર થયેલા ઢોસા પર સ્ટફિંગ મૂકી બન્ને બાજુથી ઢોસો વાળી લ્યો.

ગરમા ગરમ મસાલા ઢોસો સર્વ કરવા માટે રેડી છે.

જો તમારે પ્લેઇન – ક્રીસ્પી સાદો ઢોસો બનાવવો હોય તો એક બાજુ ક્રીસ્પી થાય ત્યાં સુધી ½ ટી સ્પુન ઓઇલ મૂકી કૂક કરો. ત્યારબાદ ફ્લિપ કરી બીજી બાજુ પણ એ રીતે ક્રીસ્પી કરી લ્યો.

હવે ઢોસાને એકબાજુથી સેંટર સુધી કાપી લ્યો અને અમ્બ્રેલા શૈપ બનાવી સર્વ કરો.

બન્ને પ્રકારના ગરમા ગરમ ઢોસા સાથે સાઉથ ઇંડિયન ચટણી અને ગરમા ગરમ સાંભાર સર્વ કરો.

મેં અગાઉ 4 સાઉથ ઇંડિયન ચટણીની રેસિપિ આપેલ છે.

તમે પણ ચોક્કસથી બનાવજો. નાના મોટા બધાને આ ઢોસા ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *