મેથી રીંગણનું શાક – શિયાળો આવ્યો અને હેલ્થી મેથી રીંગણનું શાક ખાવાની સીઝન આવી ગઈ…

રીંગણનું શાક તો તમે અનેક વખત ટ્રાય કર્યું હશે. પરંતુ શુ તમે ક્યારેય મેથી રીંગણનું શાક નથી કર્યુ છે જો ના તો આજે અમે તમારા માટે મેથી- રીંગણનું શાક લઇને આવી છું . જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોય છે. મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં લોકો મેથીનું વધારે પ્રમાણમાં સેવન કરે છે.અને એની સાથે રોટલાં ખાવાની મજા પડી જાય છે ..

સામગ્રી

  • – 250 ગ્રામ – લીલી મેથી
  • – 150 ગ્રામ – રીંગણ
  • – 1 ચમચી લસણ ની પેસ્ટ
  • – 1 ચમચી – હીંગ
  • – 1 ચમચી – ધાણાજીરૂ પાવડર
  • – 1/2 ચમચી – હળદર
  • – 1/2 ચમચી – લાલ મરચું
  • -1 નંગ – ટામેટું (સમારેલું)
  • – સ્વાદાનુસાર – મીઠુ
  • – જરૂરિયાત મુજબ – તેલ

બનાવવાની રીત

સ્ટેપ :1

સૌ પ્રથમ રીંગણ મેથીનું શાક બનાવવા માટે મેથી ને બરાબર સાફ કરીને તેને પાણીથી ધોઇ લો.અને રીગણા ને સુધારી લો .પાણી થી ધોઇ લો .અને ટામેટાં ને જીણા સુધારી લો .

સ્ટેપ :2

હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમા હીંગ, રાય નો વઘાર કરો. તે બાદ તેમા લીલા મરચા અને આદુ લસણની પેસ્ટ ઉમેરી લો.તમને ઉમેરવી હોય તો … હવે તેને સાંતળો.હવે ,પહેલાં રીગણા ચડવા દો .તે પછી તેમાં મસાલા કરો . હવે તેમા હળદર, ધાણાજીરૂ પાવડર, લાલ મરચું, મીઠુ ઉમેરીને બરાબર સીજવા દો. તેમા ટામેટું ઉમેરીને બરાબર ચઢવા દો. તે પછી તેમા મેથી ઉમેરો અને 1/2 કપ જેટલું પાણી ઉમેરો. તેને 2-3 મિનિટ ચઢવા દો. હવે તેને બરાબર હલાવી લો.

સ્ટેપ :3

5-6 મિનિટ બાદ જો શાકમાં રીંગણ નરમ થઈ ગયા હોય તો ગેસી આંચ બંધ કરી લો. તેની ઉપરથી મેથીની ઝીણી સમારેલી ભાજી કે કોથમીરથી ગાર્નિશ કરીને રોટલી કે રોટલાં સાથે ગરમા ગરમ સર્વ કરો.

નોંધ :

– સૌ પહેલાં રીગણા ચડાવી લેવાં પછી મેથી ઉમેરવી …જેથી કલર સરસ રહશે અને ચડી જશે .

– તમે આમાં બટાકા પણ લઇ શકો છો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *