મિક્સ વેજીટેબલ્સ પંજાબી – બહાર હોટલમાં મળે છે તેવી જ સબ્જી હવે તમે પણ બનાવી શકશો..

મિત્રો, આજે હું આપની સાથે પંજાબી સ્ટાઈલથી મિક્સ વેજીટેબલ્સ બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું, જેમાં મેઈન ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે લીલા શાકભાજી લીધેલા છે. આપણે સૌ જાણીએ છીએ કે લીલા શાકભાજી પોષણ માટે જરૂરી એવા વિટામિન્સ, મિનરલ્સ તેમ જ ફાઇબર્સનો સ્ત્રોત છે માટે આપણે રોજ 5 થી 6 લીલા શાકભાજી ખાવા જ જોઈએ. પરંતુ આજ-કાલની જનરેશન કંઈક અલગ તેમજ સ્પાઈસી ખાવાનું પસંદ કરે છે. માટે આજે હું પંજાબી મિક્સ વેજીટેબલ્સ લઈને આવી છું. આઈ હોપ આપ સૌને મારી આ રેસિપી ખુબજ પસંદ પડશે.

સામગ્રી :


* 3 મીડીયમ સાઈઝના ટમેટા

* 3 મીડીયમ સાઈઝના કાંદા

* 8 – 10 નંગ કાજુ

* 1/2 ટેબલ સ્પૂન મગજતરી(તરબૂચ) ના બીજ

* 1/4 ટેબલ સ્પૂન ખસખસ

* 50 ગ્રામ પનીર

* 1 નાનું રીંગણ

* 1 નાનું બટેટું

* 2 ટેબલ સ્પૂન લાબું કાપેલું કોબીજ

* 2 ટેબલ સ્પૂન ફ્લાવર

* 2 ટેબલ સ્પૂન ગાજર

* 2 ટેબલ સ્પૂન કેપ્સિકમ

* 2 ટેબલ સ્પૂન ફણસી

* 2 ટેબલ સ્પૂન લીલા વટાણા

* 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ

* 2 ટેબલ સ્પૂન આદુ, મરચા, લસણની પેસ્ટ

* 1 ટેબલ સ્પૂન કોથમીર

* 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર

* 1 ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલો

* 1 ટેબલ સ્પૂન ધાણાજીરું

* 1/2 ટેબલ સ્પૂન હળદર

* 1 ટેબલ સ્પૂન ખાંડ

* ચપટી હિંગ

* ચપટી આજી-નો-મોટો (ઓપ્શનલ )

* મીઠું સ્વાદ અનુસાર

* સીઝનીંગ માટે તજ, તમાલપત્ર, બાદિયા, સૂકું લાલ મરચું અને મીઠો લીમડો

* 4 ટેબલ સ્પૂન ઘી

* 4 ટેબલ સ્પૂન તેલ

તૈયારી :

* કાંદા અને ટમેટાની 2 સીટી કરી પ્યુરી બનાવી લેવી.

* કાજુ, મગજતરીના બીજ અને ખસખસને 3 કલાક પાણીમાં પલાળીને પેસ્ટ બનાવી લેવી.

* આદુ, મરચા અને લસણની પેસ્ટ બનાવી લેવી.

* બધા જ વેજિટેબલ્સને સમારી લેવા.

રીત :


1) સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરો, પાણી ઉકળી જાય એટલે તેમાં ચપટી મીઠું અને આજી-નો-મોટો ઉમેરો. આજી-નો-મોટો ઉમેરવાથી શાકભાજીનો કલર બદલાતો નથી, તે નહિ ઉમેરો તો પણ ચાલે. હવે તેમાં એક એક મિનિટના અંતરે વેજીટેબલ્સ ઉમેરો, જે વેજીટેબલ્સને ચડતા વાર લાગે તેને પહેલા ઉમેરવા. સૌ પ્રથમ વટાણા, બટેટા, રીંગણ, ફણસી અને ફ્લાવરને 5 મિનિટ્સ ચડવા દેવા. 5 મિનિટ્સ પછી સ્ટવ ઓફ કરી ઢાંકણ ઢાંકીને રહેવા દેવા.


2) એક કડાઈમાં 4 ટેબલ સ્પૂન ઘી અને 4 ટેબલ સ્પૂન તેલ લો. માત્ર તેલ પણ લઇ શકાય. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, તમાલપત્ર, બાદિયા, સૂકું મરચું નાખો. હિંગ, અડધી આદુ-લસણ-મરચાની પેસ્ટ અને મીઠો લીમડો ઉમેરી એકાદ મિનિટ સાંતળો.


3) બધું બરાબર મિક્સ કરી કાંદાની પેસ્ટ ઉમેરો અને 2 થી 3 મિનિટ્સ ચડવા દો.


4) ત્યારબાદ ટમેટાની પેસ્ટ ઉમેરી મિક્સ કરો.


5) કાજુ, ખસખસની વાઈટ પેસ્ટ ઉમેરી મિક્સ કરો.


6) બચેલી આદુ-મરચા-લસણની પેસ્ટ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો.


7) ઢાંકણ ઢાંકીને 4 થી 5 મિનિટ્સ ચડવા દો, વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.


8) 5 મિનિટ્સ પછી ઘી-તેલ છુટ્ટુ પડતું દેખાશે, હવે ગ્રેવી બરાબર ચડી ગઈ છે.


9) તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરો.


10) પનીર ઉમેરી મિક્સ કરી લો. થોડું પનીર ગાર્નીસિંગ માટે રાખવું.પનીરને શેલો ફ્રાય કરીને પણ નાખી શકાય. બરાબર મિક્સ કરીને 2 મિનિટ્સ ચડવા દેવું.


11) ત્યારબાદ તેમાં નાના ટુકડામાં કાપેલા કેપ્સિકમ ઉમેરી 2 મિનિટ્સ ચડવા દો.


12) હવે તેમાં ગરમ પાણીમાં બાફેલા વેજીટેબલ્સ ઉમેરો, સાથે તેનું જ 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવું અને બરાબર મિક્સ કરી લેવું.


13) અંતે ધાણાજીરું ઉમેરો, ધાણાજીરું છેલ્લે ઉમેરવાથી સરસ સુગંધ અને સ્વાદ આવે છે.


14) તો તૈયાર છે ટેસ્ટી મિક્સ પંજાબી સબ્જી, વેજીટેબલ્સ આપણે બાફેલા છે માટે વધારે ચડવા દેવાની જરૂર નથી. તેને કોથમીર, કેપ્સિકમ અને પનીરથી ગાર્નિશ કરી લો અને રોટી કે પરોઠા સાથે સર્વ કરો.

મિત્રો, આવું ટેસ્ટ-ટેસ્ટી, સ્પાઈસી તેમજ હેલ્ધી મિક્સ વેજીટેબલ્સ પંજાબી સબ્જી ઘરે બનતું હોય તો, બહારથી લાવવાની જરૂર નથી. હજુ પણ બધા જ વેજીટેબલ્સ માર્કેટમાં મળે જ છે તો એકવાર જરૂર બનાવી લેજો, થોડો ટાઈમ મેનેજ કરી આપના ઘરે જ બનાવો પંજાબી સ્ટાઈલથી મિક્સ વેજીટેબલ્સ. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો બહારનો ટેસ્ટ પણ ભૂલી જશો.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *