નવી ગાડીનો મનગમતો નંબર લેવા ગોંડલના આ યુવકે ખર્ચ્યા ધોમ રૂપિયા

આજના સમયમાં લોકો પોતાના શોખ પુરા કરવા માટે ગમે તેવી મોટી કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય છે. એમાંય મોબાઈલ અને ગાડીઓ માટે તો લોકો દીવાના હોય છે. એવામાં મિત્રો તમે એવા ઘણા કેસ જોયા હશે જેમાં ગાડીના મનપસંદ નંબર લેવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચવા તૈયાર થઈ જતા હોય છે. એટલું જ નહીં વાહનોના અમુક યુનિક નંબર માટે તો હરાજી પણ બોલાતી હોય છે. અને આવી હરાજીમાં ગાડીના મનપસંદ નંબર લેવાના શોખીન લોકો પડાપડી કરતા હોય છે અને એ માટે તેઓ એના ઊંચા ભાવ બોલતા હોય છે

ગોંડલના યુવાને નવી ફોર્ચ્યુનર માટે ગાંધીનગર RTOમાં ઓનલાઈન બિડિંગ કરી, સવા દસ લાખમાં '9' નંબર મેળવ્યો | Gondal man bids online in Gandhinagar RTO for new Fortuner, gets '9 ...
image soucre

આ હરાજીમાં જે વ્યક્તિ સૌથી વધુ બોલી બોલે એને એનો મનપસંદ નંબર મળી જાય છે. હાલ ગોંડલમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોંડલ શહેરમાં આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતા કૌશિક સોજીત્રા કે જેઓ હડમતાળા ઇન્ડસ્ટ્રીઝના માલિક છે એમને હાલ જ 42 લાખ રૂપિયાની ચમચમતી ફોર્ચ્યુનર ગાડી ખરીદી છે. અને આવી મોંઘી ગાડી માટે પોતાના મનગમતો નંબર લેવા માટે એમને રાજકોટ સહિતની ઘણી આરટીઓમાં તપાસ કરાવી હતી

પણ હજી સુધી નંબરની કોઈ નવી સિરીઝ આવી શકે તેમ નહોતી એટલે પોતાનો મનગમતો નંબર લેવા માટે એમને આરટીઓ દ્વારા કરવામાં આવેલી હરાજીમાં 10,21,000 રૂપિયાની બોલી લગાવી હતી. આખરે ગયા શુક્રવારે એમને એમનો મનપસંદ નંબર મળી ગયો અને કૌશિક ભાઈએ પોતાની નવી નકોર ફોર્ચ્યુનરમાં GJ 18 BR 0009 નંબરની નંબર પ્લેટ લાગી જશે

ગોંડલ ના યુવાને પોતાની નવી કાર નો મનપસંદ નંબર મેળવવા અધધધ… આટલા લાખ લાખ રુપીયા…. – Gujarati Akhbar
image soucre

આ વિશે કૌશિકભાઈ સોજીત્રા જણાવે છે કે 9 નંબર એમના માટે ખૂબ જ લકી છે અને ગયા વર્ષે જ્યારે એમને નવું બુલેટ ખરીદ્યું ત્યારે પણ એમને પોતાનો મનપસંદ નંબર 9 જ લીધો હતો અને ભવિષ્યમાં જ્યારે પણ તેઓ કોઈપણ નવું વાહન ખરીદશે તો એમના પ્રયત્ન એવા જ હશે કે એમને એમનો મનગમતો નંબર 9 જ મળે

ગોંડલના પાટીદાર યુવકને પણ ગાંડો શોખ, ફોર્ચૂનર કારનો મનપસંદ અને ફેવરિટ નંબર લેવા માટે પાણીની જેમ અધધ.. લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો - Lokpatrika
image soucre

કૌશિકભાઇ જણાવ્યું કે હરાજી દરમિયાન મારો મનપસંદ નંબર લેવા માટે ગાંધીનગર આરટીઓમાં ત્રણ લોકો દ્વારા બિડિંગ કરવામાં આવ્યું હતું પણ શુક્રવારના રાતના સમયે તે નવ નંબર મળી ગયા હોવાનો આરટીઓ દ્વારા મેસેજ મળ્યો હતો અને સોમવારના દિવસે આ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *