ફ્રેશ પીનટ (ઓળાના દાણા) કરી – ખૂબજ સરળ અને ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી ખૂબજ ટેસ્ટી બનતી આ ફ્રેશ પીનટ કરી

ફ્રેશ પીનટ (ઓળાના દાણા) કરી :

અત્યારે માર્કેટમાં સારા એવા પ્રમાણમાં ફ્રેશ પીનટ ( મગફળીના ઓળા ) મળવા લાગ્યા છે.

તેમાંથી દાણા કાઢીને તેને બાફીને આ કરી બનાવવામાં આવી છે. બનાવવામાં ખૂબજ સરળ અને ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી ખૂબજ ટેસ્ટી બનતી આ ફ્રેશ પીનટ કરીની મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. લંચ કે ડીનરમાં પરાઠા, રોટી, કુલચા, નાન, રાઈસ વગેરે સાથે ખૂબજ ટેસ્ટી લાગશે.

ફ્રેશ પીનટ (ઓળાના દાણા) કરી બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ બાફેલા ફ્રેશ પિનટ (મગફળીના ઓળાના દાણા)
  • 2 ટમેટા – બારીક સમારેલા
  • 1 મોટી ઓનિયન – મોટી સમારેલી
  • 1 નાની ઓનિયન – બારીક સમારેલી

વઘાર કરવા માટેની સામગ્રી :

  • 2 ટેબલ સ્પુન ઓઇલ + 1 ટેબલ સ્પુન ઓઇલ
  • 2-3 લવિંગ
  • 2 નાના પીસ તજ
  • 4-5 કાળા મરી
  • 1 તજ પત્તુ
  • 1 બાદિયાનનું ચક્ર
  • 1 ટેબલ સ્પુન આદુની પેસ્ટ
  • 1 ટેબલ સ્પુન + ½ ટેબલ સ્પુન મરચા-લસણની પેસ્ટ
  • 1 ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટેબલ સ્પુન ધાણા જીરુ પાવડર
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ¾ કપ પાણી
  • ½ ટી સ્પુન આખુ જીરુ
  • ½ ટી સ્પુન કાશ્મીરી મરચુ
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • 2 ટેબલ સ્પુન કર્ડ

ગાર્નિશિંગ માટે:

  • ઓનિયન રીંગ્સ
  • બાદિયાન
  • તજ પત્તુ
  • કોથમરી
  • બાફેલા ઓળાના દાણા
  • ટમેટાના નાના પીસ
  • પિંચ મરચુ પાવડર
  • આ બધુ જરુર મુજબ લેવું

ફ્રેશ પિનટ કરી બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ ફ્રેશ પીનટને ફોલીને તેમાંથી દાણા કાઢી લ્યો. હવે તેમાં મીઠું ઉમેરી 3-4 વ્હીસલ કરી પ્રેશર કૂક કરો. ઠરે એટલે તેને ચાળણીમાં કાઢી નિતારી લ્યો.

હવે એક પેનમાં વઘાર માટે 2 ટેબલસ્પુન ઓઇલ ગરમ મૂકી, ગરમ થાય ત્યારે તેમાં 2-3 લવિંગ, 2 નાના પીસ તજ, 4-5 કાળા મરી, 1 તજ પત્તુ અને 1 બાદિયાનનું ચક્ર ઉમેરી સાંતળો.

ત્યારબાદ 1 મોટી સમારેલી મોટી ઓનિયન તથા 1 ટેબલ સ્પુન આદુની પેસ્ટ અને 1 ટેબલ સ્પુન મરચા-લસણની પેસ્ટ ઉમેરીને તેને મિક્ષ કરી સાંતળો.
ઓનિયન અધકચરી સંતળાય જાય એટલે તેમાં 2 બારીક સમારેલા ટમેટા ઉમેરી મિક્ષ કરી લ્યો.

એકાદ મિનિટ કુક થાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચુ, ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ટેબલ સ્પુન ધાણા જીરુ પાવડર અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરો.

હવે તેને મિડિયમ ફ્લૈમ પર બરાબર કૂક થવા દ્યો.

આ મિશ્રણ બરાબર કૂક થઈ જાય એટલે તેમાંથી તજ પત્તુ અને બાદિયાનનું ચક્ર એક ડીશમાં અલગ કાઢી લ્યો. (તેનાથી કરી ગાર્નીશ કરવી).

હવે ફ્રેશ પિનટ કરી માટેનું આ મિશ્રણ ઠરે એટલે તેને મીક્સર જારમાં ઉમેરો. પેન માં થોડું પાણી ઉમેરી એ પાણી મિશ્રણ સાથે જારમાં ઉમેરી ગ્રાઇંડ કરી લ્યો.

ગ્રાઇંડ થતા મિશ્રણની થીક પેસ્ટ જેવી કંસીસ્ટંસી થઈ જશે.

હવે બીજા એક પેનમાં 1 ટેબપ સ્પુન ઓઇલ લઈ તેમાં ½ ટી સ્પુન આખુ જીરું ઉમેરો. તેમાં બારીક સમારેલી 1 નાની ઓનિયન ઉમેરો. સંતળાય એટલે તેમાં સાથે તેમાં ½ ટેબલ સ્પુન મરચા-લસણની પેસ્ટ ઉમેરી કૂક કરી લ્યો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન કાશ્મીરી મરચુ અને ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરો. મિક્ષ કરી સાંતળો.

હવે તેમાં ગ્રાઇંડ કરેલી પેસ્ટ ઉમેરી દ્યો. સાથે તેમાં 2 ટેબલ સ્પુન કર્ડ ઉમેરો. મિક્ષ કરી લ્યો.

મિશ્રણના ખાલી થયેલા બાઉલમાં થોડું પાણી ઉમેરી તેને પણ કૂક થયેલા મિશ્રણમાં ઉમેરી દ્યો. ત્યારબાદ તેને 2-3 મિનિટ કૂક થવા દ્યો.

હવે તેમાં 1 કપ બાફેલા ફ્રેશ પિનટ (મગફળીના ઓળાના દાણા) ઉમેરી મિક્ષ કરી દ્યો.

ત્યારબાદ આ ફ્રેશ પિનટ કરીને બરાબર કૂક કરી એકરસ થાય અને તેમાંથી ઓઇલ છૂટું પડે ત્યાંસુધી કૂક કરો. તેમાં કોથમરી સ્પ્રિંકલ કરી ફ્લૈમ બંધ કરી દ્યો.

હવે ફ્રેશ પિનટ કરી સર્વ કરવા માટે રેડી છે.

ફ્રેશ પિનટ કરી સર્વિંગ પ્લેટમાં સર્વ કરી તેને ઓનિયન રીંગ્સ, બાદિયાન, તજ પત્તુ, કોથમરી, બાફેલા ઓળાના દાણા, ટમેટાના નાના પીસ, પિંચ લાલ મરચુ પાવડર….આ બધુ જરુર મુજબ લઇ ગાર્નિશ કરો.

પરાઠા, નાન, કુલચા, રાઇસ વગેરે સાથે ફ્રેશ પીનટ કરી ખૂબજ ટેસ્ટી લાગશે. નાનાથી માંડીને મોટા સુધીના દરેક લોકોને આ ટેસ્ટી અને હેલ્ધી ફ્રેશ પિનટ કરી ચોક્કાસથી ભાવશે. તો તમે પણ તમારા રસોડે જરુરથી આ ટેસ્ટી કરી મારી આ રેસિપિ ફોલો કરીને બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *