નાના બાળકોને નાસ્તા માટે લંચબોક્સમાં આપી શકાય એવા ક્રિસ્પી રવા ટોસ્ટ બનાવવાની સરળ રેસિપી

આજે આપણે નાના બાળકો ને નાસ્તા માટે લંચબોક્સમાં આપી શકાય એવા ક્રિસ્પી રવા ટોસ્ટ બનાવવાની સરળ રેસિપી જોઈશું.

સામગ્રી

  • રવો
  • દહી
  • લાલ મરચું પાવડર
  • ખાંડ
  • કેપ્સીકમ
  • ડુંગળી
  • ગાજર
  • ધાણા
  • ટામેટું
  • મીઠું
  • બટર

રીત-

1- સૌથી પહેલાં બે કપ રવો લઈશું. અને બે કપ દહીં લઈશું. જેટલો રવો લઈએ તેટલું જ દહીં લેવાનું છે. હવે તેને મિક્સ કરી લઈશું. આમાં પાણી નથી નાખવાનું.

2- હવે તેને પાંચથી દસ મિનિટ પલળવા દઈશું. જેથી રવો દહીંમા સોફ્ટ થઈ જાય. હવે તેમાં બધા વેજીટેબલ નાખીશું.હવે તેમાં એક ઝીણું સમારેલું ગાજર એડ કરીશું.હવે એક કેપ્સિકમ તેને પણ ઝીણું સમારેલું એડ કરીશું.અને એક ટામેટું ઝીણું સમારેલું ત્યાર બાદ એક કપ ધાણા છે તેને પણ ઝીણા સમારી લીધા છે તે પણ એડ કરીશું.

3- હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું.હવે તેમાં મીઠું સ્વાદ મુજબ એડ કરીશું.હવે તેમાં એક નાની ચમચી ખાંડ નાખીશું.હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.આમાં આપણે પાણી એડ નથી કર્યું. જો જરૂર લાગે તો એડ કરીશું.અને આપણે બ્રેડ ની ઉપર સ્પ્રેડ કરવાનું છે.અને પછી તેનો ટોસ્ટ બનાવીશું.

4- હવે તેને બ્રેડ પર સ્પ્રેડ કરીશું.ટોસ્ટ બનાવીશું.હવે બ્રેડ ની સ્લાઇસ લેવાની છે.તેના પર સ્પ્રેડ કરી લઈશું.એક સાઈડ પર જ લગાવી લઈશું.આવી જ રીતે બધી સ્લાઇસ પર લગાવી લઈશું.આ કેટલું હેલ્ધી છે.આ બાળકો માટે કેટલો ઈઝીલી બની જતો નાસ્તો છે.તો આ તમે જરૂર થી આપી શકો છો. આને તમે કેચપ સાથે ખાઈ શકો છો.

5- સૌથી પહેલા એક પેનમાં બટર મુકીશું.હવે બટર ની ઉપર જે ટોસ્ટ છે રવો લગાવેલો મિક્સર છે તે નીચે લગાવીશું.ગેસ ધીમો રાખવાનો છે.હવે તેને સરસ કુક થવા દઈશું.અને ગેસ ધીમો રાખીશું.હવે ઉપર ની સાઈડ પર બટર લગાવી દઈશું.હવે તેને ફેરવી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ટોસ્ટ શેકાય ગયો છે.હવે તેને હલકું પ્રેસ કરી લઈશું.

6- હવે તેને ક્રિસ્પી થવા દઈશું.હવે ગેસ બંધ કરી દઈશું.તો ચાલો હવે સર્વે કરીશું.તેને એક પ્લેટ માં કાઢી લઈશું.હવે તેને કટ કરી લઈશું.ગરમા ગરમ રવા ટોસ્ટ તૈયાર થઈ ગયા છે.તમે જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *