દુનિયાનો એક અનોખો દેશ જ્યાં શોધશો તો ય નહિ મળે સાપ, કારણ છે બહુ રસપ્રદ

સાપ એક એવું પ્રાણી છે, જેને જોઈને માણસો અને પ્રાણીઓની પણ હાલત કફોડી થઈ જાય છે.સાપની ગણતરી એ પસંદીદા જીવોમાં થાય છે જે પૃથ્વી પર ડાયનાસોર હતા ત્યારથી છે. ડાયનાસોર સમય સાથે સમાપ્ત થઈ ગયા, પરંતુ હજુ પણ વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં સાપ જોવા મળે છે. મોટાભાગના લોકો સાપથી ડરે છે. કારણ કે તે પૃથ્વીના સૌથી ખતરનાક અને ઝેરી જીવોમાંથી એક માનવામાં આવે છે અને તે દુનિયાના ખૂણે-ખૂણે જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જે સંપૂર્ણપણે સાપ મુક્ત છે. સરળ શબ્દોમાં કહીએ તો લોકોને ખબર પણ નથી કે આ દેશમાં સાપ કેવો દેખાય છે!

દર વર્ષે 5.4 મિલિયન લોકોને સાપ કરડે છે !! - Abtak Media
image socure

અહીં વાત થઈ રહી છે આયર્લેન્ડની… આ દુનિયા એક એવો દેશ છે જ્યાં એક પણ સાપ જોવા મળતો નથી. જ્યાં તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે, તે જ સમયે સ્થાનિક લોકોની પણ તેના વિશે અલગ-અલગ માન્યતાઓ છે, જેને જાણીને તમે દંગ રહી જશો. આવું જ એક કારણ આ દેશનું પણ છે. વાસ્તવમાં, આયર્લેન્ડમાં સાપ વિશે એવી માન્યતા છે કે પહેલા અહીં સાપ મોટી સંખ્યામાં જોવા મળતા હતા. જેના કારણે લોકો ભારે પરેશાન થઈ ગયા હતા. તેનાથી છુટકારો મેળવવા લોકો ત્યાં સેન્ટ પેટ્રિક પાસે ગયા.

તેથી જ સાપ જોવા મળતા નથી

દર વર્ષે 5.4 મિલિયન લોકોને સાપ કરડે છે !! - Abtak Media
image socure

લોકોની રક્ષા માટે 40 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા. આ પછી તેણે તમામ સાપોને તેના તપોબળથી સમુદ્રમાં મોકલી દીધા. આ માન્યતાના આધારે લોકો દર વર્ષે સંત પેટ્રિકની પૂજા કરે છે. જો કે, હજુ સુધી આ માન્યતાઓ માટે વૈજ્ઞાનિક રીતે કોઈ પુરાવા મળ્યા નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વર્ષો પહેલા અહીં માત્ર બરફ જ પડતો હતો. જેના કારણે અહીં એક પણ સાપ જોવા મળતો નથી. અહીં એવા ઘણા લોકો છે જે ખાસ કરીને સાપને જોવા જાય છે.

દુનિયાનો અનોખો દેશ, જ્યાં નથી જોવા મળતો એક પણ સાપ, ઘણું રસપ્રદ છે તેની પાછળનું કારણ - MT News Gujarati
image socure

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે સાપ એવી જગ્યાઓ પર રહી શકતા નથી જ્યાં હવામાન ખૂબ ઠંડુ હોય છે… તેથી જ આર્કટિક સર્કલ અને એન્ટાર્કટિકામાં સાપ જોવા મળતા નથી. સાપ તેમના શિકારને ચાવતા નથી, તેઓ તેને સીધો ગળી જાય છે. આ સિવાય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાપનું લોહી ગરમ હોય છે અને તે ઠંડા વિસ્તારોમાં રહી શકતું નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *