સફેદ કપડામાં ફરતા ‘ભૂત’નો વીડિયો થયો વાયરલ, સત્ય જાણવા પોલીસે કર્યું આ કામ, દરેક જગ્યાએ ડરનો માહોલ

આપણે ઘણી વાર ભૂતોની વાર્તાઓ સાંભળી હશે. ઘણા લોકો આવી વાતો પર વિશ્વાસ કરે છે, તો ઘણા આ વાતોને ખુબ જ મજાકમાં લે છે, પરંતુ જે લોકોને ભૂતનો અનુભવ થયો હોય છે, તેઓને તો પગ નીચેથી જમીન સરકી જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે વિડીયોને જોઈને તમે દંગ રહી જશો. વારાણસીમાં હકીકતમાં ભૂત દેખાયું છે. તેનું વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..

વારાણસીમાં ધાબા પર ચાલતા સફેદ ‘ભૂત’નો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. પોલીસે ભેલુપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બદમાશો સામે ગુનો નોંધ્યો છે. ભેલુપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રમાકાંત દુબેએ જણાવ્યું કે, લોકોમાં ડર છે. તેમની ફરિયાદ પર, અમે અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે.

VDA કોલોનીનો એક વીડિયો વોટ્સએપ પર વાયરલ થયો હતો

image source

અરાજકતા થોડા દિવસો પહેલા ત્યારે શરૂ થઈ જ્યારે બાડી ગાબી વિસ્તારમાં સ્થિત VDA કોલોનીનો એક વીડિયો વોટ્સએપ પર વાયરલ થયો હતો, જેમાં એક પડછાયો ચાલતો જોવા મળ્યો હતો. બાદમાં આવા વધુ ત્રણ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. કેટલાક સ્થાનિકોએ કહ્યું કે આ વીડિયો અસલી લાગી રહ્યો છે, જ્યારે મોટા ભાગનાને તે નકલી વીડિયો હોવાનું જણાયું છે.

સ્થાનિક રહેવાસી સુરેશ સિંહે કહ્યું કે, ‘તે એક નકલી વિડિયો હોય તેવું લાગે છે, પરંતુ સ્થાનિક લોકોમાં ઘણો ડર છે, તેથી અમે સત્ય જાહેર કરવા માટે આ મામલાની તપાસ કરવા માટે પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું.’ દરમિયાન, ડીસીપીએ લોકોને અપીલ કરી છે કે વારાણસીમાં આવી કોઈ ઘટના બની નથી અને આવા વાયરલ વીડિયોને ફોરવર્ડ ન કરવા જણાવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *