સેવ ખમણી – સવારના નાસ્તામાં પણ લઇ શકીએ અને સાંજના નાસ્તામાં પણ બનાવી શકીએ

આજે આપણે ગુજરાત નું ફેમસ ફરસાણ સેવ ખમણી અને સાથે મળતી ચટણી બનાવવાની રીત જોઈશું.આ તમે બ્રેકફાસ્ટ માં પણ ખાય શકો છો.ડિનર માં પણ લઈ શકો છો.

સામગ્રી

  • ચણા ની દાળ
  • હીંગ
  • મીઠું
  • લીલું મરચું
  • લસણ
  • હળદર
  • મીઠા લીમડાના પાન
  • લીંબુ ના ફૂલ
  • ખાંડ
  • લીંબુ નો રસ
  • લીલા ધાણા
  • દાડમ ના દાણા
  • નાયલોન સેવ

રીત

1- સૌથી પહેલા એક કપ ચણા ની દાળ લઈશું.હવે એક બાઉલ માં લઇ લઈશું.હવે તેને બે થી ત્રણ પાણી થી ધોઈ લઈશું.પછી પાણી નાખી પાચ થી છ કલાક સુધી રહેવા દઇશું.આપણી દાળ સોફ્ટ થઈ જવી જોઈએ.

2- આપણી દાળ સરસ પલળી ગઈ છે.હવે દાળ નું બધું જ પાણી કાઢી લઈશું.અને પછી મિક્સર જારમાં લઈ લઈશું.તેમાં બહુ પાણી નથી નાખવાનું.હવે ત્રણ લીલા મરચા સમારી ને લઇ લઈશું.તે એડ કરીશું.અને એક નાનો ટુકડો આદુ એડ કરીશું.અને આઠ થી દસ લસણ ની કડી લઈ લીધી છે.તે પણ એડ કરીશું.


3- હવે તેમાં બે થી ત્રણ ચમચી પાણી નાખીશું.અને તેને કકરુ પીસી લઈશું.હવે તેને બાઉલ માં લઇ લઈશું.હવે તેને એક જ દિશા માં ફેટી લઈશું.હવે તેમાં મસાલા કરીશું.સ્વાદ મુજબ મીઠું નાખીશું.ત્યારબાદ પા ચમચી હળદર નાખીશું.ત્યારબાદ પા ચમચી હિંગ નાખીશું.હવે તેમાં બે મોટી ચમચી ખાંડ નાખીશું.

4- હવે તેમાં ૧/૪ ચમચી લીંબુ ના ફૂલ નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.તો તેને સાઈડ માં મૂકી દઈશું.હવે જે વાસણ માં સ્ટીમ કરવાના છે તેને આપણે તેલ થી ગ્રીસ કરી લઈશું.હવે ખીરા માં અડધી નાની ચમચી ઈનો નાખીશું.અને તેની પર એક ચમચી જેટલું પાણી નાખીશું.જેથી ઈનો એક્ટિવ થઈ જાય.અને સતત હલાવતા તેને ફેટી લઈશું.

5- હવે તેને ગ્રીસ કરી ને તૈયાર રાખેલો તે ડબ્બા માં લઈ લઈશું.હવે આપણે તેને સ્ટિમ કરી લઈશું. સ્ટીમ કરવા માટે એક તપેલું મૂકી દીધું છે.તેમાં પાણી નાખી અને એક કાઠો પણ મૂકી દીધો છે.હવે તેમાં આપણે ડબ્બો મુકીશું.અને ઢાંકી ને વીસ મિનિટ માટે કુક કરવા મૂકી દઈશું.

6- હવે વીસ મિનિટ થઈ ગઈ છે.હવે તેને ચેક કરી લઈશું.ચપ્પુ નાખીશું એકદમ ક્લીન નીકળી ગયું છે.હવે ઢાંકી ને ઠંડુ થવા દઈશું.હવે એકદમ ઠંડા થઈ ગયા છે.હવે ચાર કટ કરી લઈશું.હવે તેને ખમણી થી ખમણી લઈશું.હવે બધી ખમણી થઈ ગઈ છે.અને એક સરખી થઈ છે.અને થોડું ઢોકળું રહેવા દીધું છે.તેની આપણે ચટણી બનાવીશું.


7- હવે એક મિક્સર જાર લઈ લઈશું.હવે તેમાં ઢોકળા તેમાં એડ કરીશું.ત્યારબાદ તેમાં અડધો કપ ધાણા નાખીશું.અને એક આદુ ટુકડો લઈશું.ત્યારબાદ પાચ થી છ લસણ ની કડી લઈ લઈશું.અને બે લીલા મરચા નાખીશું.એક નાની ચમચી જીરું નાખીશું.અને સ્વાદ મુજબ મીઠું નાખીશું.એક મોટી ચમચી ખાંડ નાખીશું.અને અડધા લીંબુનો રસ નાખી શું.ત્યારબાદ બે થી ત્રણ ચમચી પાણી નાખીશું.હવે તેને પીસી લઈશું.

8- હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે.હવે આપણે ખમણી નો વઘાર કરી લઈશું.એક પેન મુકીશું.તેમાં બે ચમચી તેલ લઈશું.હવે તેમાં એક ચમચી રાય નાખીશું.હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું.અને પા ચમચી હિંગ નાખીશું.અને બે લીલા મરચા ઝીણા સમારેલા તે નાખીશું.હવે તેમાં ૧/૩કપ પાણી નાખીશું.પાણી નું માપ પરફેક્ટ રાખવાનું છે.ત્યારબાદ એક ચમચી ખાંડ નાખીશું.અને સ્વાદ મુજબ મીઠું નાખીશું.

9- હવે પાણી ને એક મિનિટ માટે ઉકળવા દઈશું.હવે પાણી સરસ ઉકળી ગયું છે તો તેમાં ખમણી નો ભુક્કો નાખીશું.હવે તેને મિક્સ કરી લઈશું.હવે તેમાં પા કપ લીલા ધાણા નાખીશું.તેને પણ સરસ મિક્સ કરી લઈશું.

10- હવે આપણી ખમણી એકદમ છૂટી છૂટી દેખાઈ છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે ગેસ બંધ કરી દઈશું.હવે આપણે સર્વે કરીશું.તમે આ પરફેક્ટ માપ અને આ રીત થી બનાવશો તો તમારી પણ આવી જ બનશે.હવે તેમાં નાયલોન સેવ નાખીશું.તમે ખાવ ત્યારે જ નાખવાની.ત્યારબાદ દાડમ ના દાણા નાખી.અને સાથે આપણે બનાવેલી ટેસ્ટી ચટણી સાથે સર્વ કરીશું.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *