સાનિયાને મળ્યો પતિ પાસેથી વિશ્વાસઘાત, આ એક્ટ્રેસના પ્રેમમાં પત્નીને ભૂલ્યા શોએબ.

ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સનું માનીએ તો ટૂંક સમયમાં સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.પાકિસ્તાની મીડિયામાં તેમના છૂટાછેડાના સમાચારો સાંભળવા મળી રહ્યા છે. કપલના એક નજીકના મિત્રએ પાકિસ્તાની મીડિયામાં તેમના છૂટાછેડા વિશે વાત કરી હતી.

image soucre

આખરે, ચાહકો પણ સાનિયા અને તેના પતિના અલગ થવાનું કારણ જાણવા માંગે છે. વાત જાણે એમ છે કે એક પાકિસ્તાની અભિનેત્રી તેમના સંબંધોની વચ્ચે આવી હતી અને તેના કારણે, તેમના લગ્ન સમાપ્ત થવાના આરે છે. સૌપ્રથમ, કપલના મિત્રએ પાકિસ્તાની મીડિયાને કહ્યું કે સાનિયા અને શોએબ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે અને બધું જ ફાઈનલ થઈ ગયું છે.

image socure

રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની એક્ટ્રેસ આયેશા ઉમરની શોએબ મલિક સાથે નિકટતા વધી છે જેના કારણે તે પોતાની પત્નીથી અલગ થવા માંગે છે. એક વર્ષ પહેલા આયેશા અને શોએબ પણ સાથે જોવા મળ્યા હતા. તેણે એક મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું જે પાકિસ્તાનમાં ખૂબ જ હિટ રહ્યું હતું. આ ફોટોશૂટ પછી શોએબે આયેશાના જોરદાર વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે ફોટોશૂટ દરમિયાન આયેશાએ તેની ઘણી મદદ કરી હતી.

સાનિયા મિર્ઝાનો પતિ અને આ અભિનેત્રી વચ્ચે ઈલું ઈલું હોવાની ચર્ચા - sania mirza and shoaib malik divorce – News18 Gujarati
image soucre

પાકિસ્તાની મીડિયા અનુસાર, સાનિયા અને શોએબ 2012માં જ અલગ થવાના હતા પરંતુ તે સમયે પરિવારના સભ્યોએ બંનેને સમજાવ્યા હતા. જેની સાથે શોએબના અફેરની વાતો સામે આવી રહી છે તે પાકિસ્તાની અભિનેત્રી છે. તેણીને સ્ટાઇલ આઇકોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક યુટ્યુબર પણ છે. હાલમાં સાનિયા અને શોએબે તેમના છૂટાછેડા અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

image soucre

જણાવી દઈએ કે સાનિયા મિર્ઝાએ વર્ષ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્ને લોકોને ચોંકાવી દીધા. લગ્નના 8 વર્ષ બાદ સાનિયાએ પુત્રને જન્મ આપ્યો હતો. સાનિયા અને શોએબના પુત્રનું નામ ઇઝાન મિર્ઝા મલિક છે. તેમની લવસ્ટોરીની વાત કરીએ તો સાનિયાએ વર્ષ 2009માં તેના બાળપણના મિત્ર સોહરાબ સાથે સગાઈ કરી હતી પરંતુ ટૂંક સમયમાં જ તેમનો સંબંધ તૂટી ગયો હતો. જ્યારે તે તૂટેલા સંબંધોના દુઃખમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેના જીવનમાં શોએબ મલિક આવ્યો અને વર્ષ 2010માં બંનેએ લગ્ન કરી લીધા. જ્યારે શોએબ મલિકે સાનિયા પહેલા આયેશા સિદ્દીકી સાથે લગ્ન કર્યા હતા. જોકે સાનિયા સાથે લગ્ન કરતા પહેલા તેણે આયેશાને છૂટાછેડા આપી દીધા હતા. બંનેની પહેલી મુલાકાત ઓસ્ટ્રેલિયામાં થઈ હતી અને બંને એકબીજાની નજીક આવ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *