નવો ટેસ્ટી નાસ્તો થાળીપીઠ – સવાર નો મલ્ટીગ્રેઈન શાકભાજી થી ભરપૂર નાસ્તો

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “સવાર નો મલ્ટીગ્રેઈન શાકભાજીથી ભરપૂર નાસ્તો મહારાષ્ટ્રીયન થાળીપીઠ” જે ખૂબ જ ઓછા તેલમાં પણ બની જઈ છે.અને બોઉં જ ફટાફટ બની જઈ છે. અને સ્વાદ તો એ ખૂબ જ સરસ છે જ જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે?? તરત જ ખાવાનું મન પણ થઈ જઈ એવી ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી થાળીપીઠ એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે બનાવાનું મન થશે.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે.ખાધા પછી પણ આંગળા ચાટતા જ રહી જશે એટલી મસ્ત મજેદાર લાગશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • પાલક
  • ગાજર
  • ડુંગળી
  • લસણ મરચાની પેસ્ટ
  • તલ
  • જુવારનો લોટ
  • રાગી નો લોટ
  • ચણાનો લોટ
  • બાજરીનો લોટ
  • ચોખાનો લોટ
  • ઘઉંનો લોટ
  • જવ નો લોટ

રીત-


1- સૌથી પહેલા બે કપ ઝીણી સમારેલી પાલક લઈશું.અને પા કપ છીણેલું ગાજર લઈશું. ત્યારબાદ 1 ડુંગળી જીણી સમારેલી લઈશું. મીઠું પહેલા ઉમેરીશું જેથી પાલક તેનું પાણી છોડી દે.

2- હવે એક ચમચી લાલ મરચું એડ કરીશું. ત્યારબાદ એક ચમચી ધાણાજીરૂ ઉમેરીશુ. હવે બધું મિક્સ કરી લઈશું. આમ કરવાથી પાલક તેનું પાણી છોડશે. થાળીપીઠ જે આપણે મેથીના થેપલા બનાવીએ છે તેના કરતાં અલગ છે.

3- હવે બે ચમચી તલ નાખીશું.હવે પાચ મિનિટ રહેવા દઈશું. ત્યારબાદ અડધો કપ ચોખાનો લોટ લઈશું. ત્યારબાદ પા કપ રાગી નો લોટ ઉમેરીશું. હવે પા કપ જુવારનો લોટ ઉમેરી શું. ત્યારબાદ પા કપ બાજરી નો લોટ ઉમેરીશું.અને પા કપ ચણા નો લોટ લઈશું. અને પા કપ ઘઉંનો લોટ ઉમેરી શું. ત્યારબાદ પા જવનો લોટ ઉમેરીશું.

4- હવે આપણે બધા લોટને હાથથી મસળી લઈશું. હવે ૩ લીલા મરચા અને લસણ ની પેસ્ટ નાખીશું.હવે બરાબર હાથ થી મિક્સ કરી લઈશું. આલોટ બહુ કઠણ બાંધવાનો નથી. હવે બે ચમચી તેલ એડ કરીશું.હવે આપણે લોટ બાંધવા માટે દહીનો ઉપયોગ કરવાનો છે.


5- હવે આપણે મિક્સ કરી લઈશું. થાળી પીઠ નો લોટ બહુ કઠણ નથી હોતો.તે લોટ ઢીલો જ હોય છે.તેને હાથ થી થેપી બનાવવાના હોય છે.હવે આપણે ગેસ પર લોઢી ગરમ કરવા મૂકીશું.

6- હવે લોઢી પર થોડું તેલ લગાવી લઈશું.આ તવી ને બહુ ગરમ નથી થવા દેવાની.હવે એક બોલ્સ જેવું ગુલ્લુ લઇ હાથ થી થેપી ને મોટી બનાવી લઈશું. વચ્ચે વચ્ચે પાણી વાળા હાથ કરી ને થેપી લઈશું.

7- હવે થાળી પીઠમાં વચ્ચે વચ્ચે કાણા પાડવાના છે. આપણે જે થાળી પીઠ પર જે કાણા પાડ્યા છે તેની અંદર થોડું થોડું તેલ નાખીશું. અને ચારેય બાજુ તેલ મૂકીશું. હવે ગેસ થોડું ફાસ્ટ કરી લઈશું. હવે તેને ઢાંકી દઈશું. જ્યારે તે ચડશે ત્યારે અવાજ આવશે. હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો ખોલી કાઢીશું.

8- હવે બધું તેલ અંદર પીવાય ગયું છે. તેનો સરસ કલર આવી ગયો છે.હવે બીજી બાજુ પણ તેલ નાખીશું. હવે બંને બાજુથી સરસ થઇ ગયું છે. હવે તેને પીરસી દઈશું. હવે આપણે ગરમાગરમ સર્વે કરીશું મસાલા દહીં સાથે. અને તેની ઉપર બટર મૂકી શું. બહુ ટેસ્ટી લાગે છે. તો તમે પણ બનાવવો આ થાળી. તમે ઘરમાં રહેલા કોઈ પણ શાકભાજી ઉમેરીને બનાવી શકો છો.


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *