આપણી વજનને લગતી માન્યતાઓ….

આપણે હંમેશા વજનને માટે કાર્બોહાઇડ્રેટને જવાબદાર ગણીએ છીએ. પશ્ચિમનું આંધળુ અનુકરણ કરવામાં એની પાછળના કારણો અને તેનાં ઉંડાણો ન સમજતાં ફક્ત છીછરાં અનુકરણો કરીએ છીએ.

1. રાત્રે કાર્બોદીત પદાર્થો ખાવાથી વજન વધે છે.
જ્યારે જ્યારે વધુ કેલેરી ખાઈએ છીએ તેને બાળતા નથી ત્યારે ત્યારે વજન વધે છે. રાત્રે હળવો ખોરાક અવશ્ય ખાવો જોઈએ કારણ કે રાત્રે આપણે ખાસ હલનચલન કરતા નથી, પરંતુ ફક્ત કાર્બોદીત પદાર્થના ખાવાથી વજન ઉતરતું નથી કે ખાવાથી વધતું નથી, વધુ પડતું પ્રોટીન શરીરને નુકસાન કરી શકે છે. રાત્રે ટીવી સામે બેસીને નાસ્તાના ડબ્બા ચોક્કસ ના ખોલવા જોઈએ.

2. જે ખાવાનું ફેટ ફ્રી છે તે કેલેરી ફ્રી છે.આઇસ્ક્રીમ, કેક, બીસ્કીટ વિગેરે ફેટ ફ્રીના લેબલ વાંચીને આડેધડ ખાવાનું ચાલુ કરી દેવું નહીં. એવું પણ બને કે ફેટ વગરનું ખાવાનું હોવા છતાં તેમાં કેલેરી એટલીને એટલી જ રહેતી હોય. આવા પેકેટ લેતાં પહેલાં તેની ઉપર લખવામાં આવેલા લેબલ ચેક કરવા જોઈએ. જેની ઉપર બધી જ ન્યુટ્રીશ ફેક્ટ્સ લખેલી હોય છે. અને કેલેરી પણ લખેલી હોય છે. તે વાંચીને વસ્તુઓ ખરીદવી જોઈએ. ઘણીવાર લો ફેટ ફુડને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં એક્સ્ટ્રા ખાંડ, મીઠું, ખટાશ વગેરે ઉમેરેલા હોય છે. તે શરીરને ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે. વજન ઉતારવાને બદલે વધારે છે.

3. એકલું પ્રોટીન ખાવાથી વજન ઉતરે છે શરીરમાં પ્રોટીન રીપેરીંગનું કામ કરે તો કાર્બોહાઇડ્રેટ એનર્જી આપે. માટે બંને માપસર જરૂરી છે. કાર્બોહાઇડ્રેટ જ્યાં સુધી વધુ પડતાં લેવામાં ન આવે ત્યાં સુધી વજન વધારતાં નથી. નેશનલ વેઇટ કન્ટ્રોલ રજીસ્ટ્રી જણાવે છે કે જે લોકો કાર્બોહાઇડ્રેટ લે પણ લો ફેટવાળુ કાર્બોહાઇડ્રેટ લે તેઓ લાંબા સમયનો વેઇટ લોસ કરી શકે છે. જો કે અમુક લોકો જે વધુ પડતા કાર્બોદીત પદાર્થો જેમ કે બટાકા, ભાત, લઈ અને પ્રોટીન નથી લેતાં. તેઓનું જવન ખુબ જ જલદી વધી જાય છે.

4. દૂધ દહીં અને ફળફળાદી જ ખાવાથી વજન ઉતરી જાય છે.
દૂધ દહીં અને ફળફળાદી દરેક ઉંમરના લોકો માટે વરદાનરૂપ છે. પણ જો દહીં અને દૂધ વધુ પડતાં ફેટવાળા લેવામાં આવે તો વજન વધારે છે. વધુ ફેટવાળુ દહીં, જો ખાંડવાળુ ખાવામાં આવે તો આઇસ્ક્રીમ જેટલી કેલેરી થાય છે. દહીંમાં કેલ્શીયમ ભરપૂર આવે છે અને વજન ઉતારવામાં મદદરૂપ થઈ શકે છે. તેવી જ રીતે ફળમાં કાર્બોહાઇડ્રેટ અને વિટામીન ભરપૂર હોય છે પણ સાકરનું પ્રમાણ હોવાના કારણે તેને પણ માપસર જ લેવા પડે છે. ટૂંકમાં યાદ રાખવા જેવી વાત એ છે કે કોઈ પણ એક જાતનું ખાવાનું શરીરને ઉતારવાનો જાદુ કરી શકતું જ નથી. ફક્ત જુદા જુદા કોમ્બીનેશન જ વજન ઉતારવામાં મદદરૂપ થઈ શકે છે. માટે વધુ પડતા ફેટવાળા દૂધ, દહીં લેવા જોઈએ નહીં.

5. વજન ઉતારવા માટે મમરા, ખાખરા, બીસ્કીટ ઉત્તમ છે.
મમરા, ખાખરા, વિગેરે ડ્રાય અને સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવાથી તે વધુને વધુ ખાવાનું મન થયા કરે છે. અને તેમાં અટકાવ થતો નથી. તે ઉપરાંત આવા સૂકા નાસ્તામાં પાણીનો ભાગ હોતો નથી એટલે ખાધા પછી થોડા જ સમયમાં ભૂખ્યા થઈ જવાય છે. માટે ખાખરાને બદલે ઓછા તેલવાળા થેપલા અથવા રોટલી ખાવા વધુ હિતાવહ છે.

6. ગરમ પાણી પીવાથી વજન ઉતરે છે.દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. હવે જો ભારત જેવા ગરમ દેશમાં ગરમ પાણી પીવાનું ચાલુ કરીએ તો પાણી પીવાનું જ ઓછું થઈ જાય. આપણે ત્યાં 8-10 મહિના તો ગરમી જ હોય છે. માટે પાણીના તાપમાન કરતાં ચોખ્ખું પાણી અને શરીરને જોઈતા પ્રમાણમાં પાણી પીવું વધુ જરૂરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *