વિજય રૂપાણીના આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો, કહ્યું- એ તો વચન આપવામાં જ માહેર છે, બાકી આપણા મોદી સાહેબ…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો અને નેતાઓની નિવેદન બાજી પણ વધી રહી છે, ચૂંટણી અનુલક્ષી આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ગુજરાતની મુલાકાતે છે તો બીજી બાજુ કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યંમત્રી પણ ગુજરાત આવવના છે સાથે ભાજપમાં પણ ચૂંટણીલક્ષી વિવિધ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીને લઈ રાજકીય પક્ષોની આક્ષેપ બાજી અને શબ્દોનો વાર પલટવાર શરૂ થઈ ગયો છે. આજે રાજકોટમાં એક કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીએ આમ આદમી પાર્ટી પર તીખા પ્રહાર કર્યા છે.

It is trailer for upcoming elections: Gujarat CM on BJP's lead in by-polls | Latest News India - Hindustan Times
image soucre

રાજકોટમાં દુબઈના પેઈન્ટર અકબરના ચિત્ર કાર્યક્રમમાં વિજય રૂપાણીએ આમ આદમી પાર્ટી પર તીખા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વાયદાઓ અને જુઠા વચનો આપવામાં આમ આદમી પાર્ટી માહેર છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતની જનતા ખૂબ જ શાણી અને સમજુ છે જેથી જૂઠા વચનોમાં નહી આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મનીષ સિસોદિયા સામે કાયદાકીય કાર્યવાહીથી આમ આદમી પાર્ટીમાં ફફડાટ છે અને જેનો આમ આદમી પાર્ટી રાજકીય ઉપયોગ કરી રહી છે. તેમજ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતની જનતા ભાજપના કામોને જાણે છે.

BJP, Cong know to do politics well, AAP knows to make schools well: Sisodia | Cities News,The Indian Express
image soucre

રાજકોટમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી વિશ્વના ટોચના નેતાઓમાં ગણાય છે અને તેમને રાજકોટ પ્રત્ય વધુ પ્રેમ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી 19મીએ રાજકોટ આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા અને જીત્યા પણ હતા. તેમણે પ્રધાનમંત્રીના વખાણ કરતા એ પણ કહ્યું કે, રાજકોટ અને સૌરાષ્ટ્રના વિકાસને આગળ લઈ જવા પ્રાધનમંત્રી સતત તત્પર છે.મનીષ સિસોદિયા સામે કાયદાકીય કાર્યવાહીથી આમ આદમી પાર્ટીમાં ફફડાટ છે અને જેનો આમ આદમી પાર્ટી રાજકીય ઉપયોગ કરી રહી છે. તેમજ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતની જનતા ભાજપના કામોને જાણે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *