નાયલોન ખમણ અને ગાંઠિયા ફાફડા સાથે ખવાતી કઢી બનાવવાની પર્ફેક્ટ રીત…

ગુજરાતી વાનગીઓમાં કેટલીક એવી વાનગીઓ છે કે તેને તમે તેની સાથેની ચટની, કઢી વિગેરે વગર ન ખાઈ શકો. અને ખમણ, ગાંઠિયા, ફાફડા, પાપડી તો તમને તેની કઢી સાથે જ ભાવે છે. પણ ઘરે જ્યારે આ વસ્તુ બનાવવામાં આવે અથવા બહારથી મંગાવવામાં આવે ત્યારે ક્યારેક આ કઢી તેની સાથે નથી આવતી તો તેવા સંજોગોમાં તમે માત્ર 15 જ મિનિટમાં આ કઢી ઘરે જ બનાવી શકો છો. તો નોંધીલો આ કઢીની રેસિપિ.

ખમણ, ગાંઠિયા ફાફડા સાથે ખવાતી કઢી બનાવવા માટેની સામગ્રી

1 ચમચી તેલ

1 ચમચી રાઈ

2 ચમચી ચણાનો લોટ

2 ચમચી ખાંડ

મીઠુ સ્વાદ પ્રમાણે.

એક ચમચી હળદર

1 ગ્લાસ પાણી

ખમણ, ગાંઠિયા ફાફડા સાથે ખવાતી કઢી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક તપેલી કે મોટો કટોરો લો તેમાં બે ચમચી ચણાનો લોટ અથવા બેસન ઉમેરો. હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો. શરૂઆતમાં ઓછું પાણી ઉમેરીને તેને બરાબર હલાવીને તેમાંથી ચણાના લોટના લંગ્સ કાઢી લેવા. ત્યાર બાદ બાકીનું પાણી ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લેવું.

હવે ચણાના લોટને પાણીમાં બરાબર મિક્સ કરી લીધા બાદ તેમાં એક ચમચી હળદર ઉમેરવી. અને તેને પણ ચણાના લોટના પાણીમાં બરાબર મિક્સ કરી લેવી.

હવે આ મિશ્રણને બાજુ પર મુકી. ગેસ પર એક પેન કે પછી તપેલી ગરમ કરવા મુકવી અને તેમાં એક ચમતી તેલ ઉમેરવું અને તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ ઉમેરી દેવી. રાઈને અહીં બરાબર તતડવા દેવી. રાઈ કાચી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.

હવે રાઈ બરાબર ફુટી જાય એટલે તેમાં ચણાના લોટવાળુ પાણી ઉમેરવું. આ વખતે ગેસ મિડિયમ રાખવો. અહીં બે ચમચી ચણાના લોટ સામે એક ગ્લાસ પાણી ઉમેરવામાં આવ્યું છે જરૂર પડે તેમાં વધારે પાણી ઉમેરવું.

હવે તેને બરાબર હલાવી લેવું ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરવી અને સ્વાદ પ્રમાણે મીઠુ પણ ઉમેરવું. હવે કઢીને બરાબર હલાવી લેવી. જેથી કરીને ખાંડ બરાબર મિક્સ થઈ જાય.

હવે તમે જોશો તો થોડી જ વાર ઉકાળવાથી કઢી જાડી થઈ જશે. જો તમારે જાડી કઢી ન ખાવી હોય અને થોડી પાતળી ખાવી હોય તો બીજુ પાણી ઉમેરવું.

અહીં કઢી જાડી થઈ જતાં બીજુ એક ગ્લાસ પાણી ફરી ઉમેરવામાં આવ્યું છે. હવે તેને 3-4 મિનિટ ઉકળવા દેવું. આ કઢી માત્ર 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. આ કઠીમાં તમે લીલા મરચા પણ સમારીને ઉમેરી શકો છો.

તો તૈયાર છે, નાયલોન ખમણ, ગાંઠિયા, પાપડી, ફાફડા વિગેરે સાથે ખવાતી ચણાના લોટની કઢી. આ કઢી ગળી બનાવવામાં આવી છે તમે તમારા સ્વાદ પ્રમાણે તેમાં ખટાશ અને તીખાશ પણ ઉમેરી શકો છો.

ખમણ, ગાંઠિયા, ફાફડા સાથે ખવાતી કઢી બનાવવા માટે વિગતવાર વિડિયો


રસોઈની રાણી : ક્રીતીકાબેન

સૌજન્ય : અમે ગુજરાતી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *