પારલે જી બિસ્કીટ ની કેક – આ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી દ્વારા બનાવી શકશો પરફેક્ટ બિસ્કીટ કેક…

વેકેશનના સમયમાં બાળકો મોટા ભાગે ઘરમાં જ સમય વિતાવતા હોય છે. બાળક આખો દિવસ ઘરે હોવાથી અવનવી વાનગીઓ ની ડિમાન્ડ કરતો હોય છે. દરેક માતા પોતાના બાળકોને નવી-નવી વાનગી ખવડાવવા ઇચ્છતી હોય છે. પરંતુ તેની પાસે કોઈ નવી રેસિપી ન હોવાના કારણે અંતે દરેક ગૃહિણી કંટાળી જતી હોય છે. પરંતુ આજે અમે તમારા માટે એક એવી વાનગી લઈને આવ્યા છીએ જે બાળકોને ખૂબ જ ભાવે છે. આ વાનગી શું નામ છે પારલે જી બિસ્કીટ ની કેક. ચાલો જાણીએ તેની રેસિપી.

બનાવવાની સામગ્રી :

– પાંચ પેકેટ પારલેજી

– છ ચમચી ડ્રિન્કીંગ પાવડર અથવા દરેલી ખાંડ

– 3૫૦ મિલી દૂધ

– 1 ચમચી કોકો પાવડર

– ૧ નંગ ઇનો

– ૧/2 ચમચી બેકિંગ પાવડર

– ચોકલેટે ચિપ્સ ના દાણા

બનાવવાની રીત:

સ્ટેપ :1

આ માટે સૌથી પહેલા તમારે બિસ્કીટને મિક્સરમાં પીસી દેવાના રહેશે.


ત્યારબાદ તેના પાવડરને ચાળી લો. હવે આ પાવડર માં કોકો પાવડર ચાળીને મિક્સ કરી લો.


હવે તેની અંદર ખાંડ અથવા ડ્રિન્કીંગ પાવડર ઉમેરો.


પછી ત્યારબાદ તેની અંદર ઈનો ઉમેરીને અને બેકિંગ પાવડર ઉમેરી બધા ડ્રાય વસ્તું બરાબર મિક્સ કરી લેવું .

સ્ટેપ :2

ત્યારબાદ પછી એમાં દૂધ ધીરે ધીરે એડ કરો અને મિક્સ કરતા જાવ બરોબર મિક્સ કરી લો.

આ બેટર ઢીલું હોવું જોઈએ જેથી કરી તમારી કેક સોફ્ટ થશે.


હવે કેક બનાવવા માટે એક કેક પેન ગ્રીસ કરીને અને મેંદા થી ડસ્ટીંગ કરી.

બાકી નો મેંદો કાઢી નાખી.


કેક પેન માં બેટર ઉમેરી ઉપર થી ચોકો ચિપ્સ ઉમેરી ડેકોરેશન કરી.


બેક કરવા માટે એક કુકર માં મીઠું મૂકી એના ઉપર સ્ટેન્ડ મૂકી તેને તમારે લગભગ 25-30 મિનિટ સુધી બેક થવા દેવાની રહેશે.


અને માઇક્રો વેવ માં 180 ° ડિગ્રી ઉપર 25-30 મિનિટ સુધી બેક કરી .ચાકુ લગાવી જોય લેવું .ત્યારબાદ તેને કાઢીને સર્વ કરવું .

નોંધ :


તમે ઇનો અને બેકિંગ પાવડર નું માપ પ્રોપર લેશો તો રિઝલ્ટ સારું મળશે .

પાર્લે -જી બિસ્કિટ ને બદલે બીજા કોઈ બીજા બિસ્કિટ પણ લઇ શકો છો .અને ચાળવું જરૂરી છે.

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *