હેલ્થી પાલક ખીચડી – હવે સાદી ખીચડી નહિ પણ બનાવો આ ટેસ્ટી અને હેલ્થી ખીચડી…

આપણે ઘણા પ્રકારની ખીચડી બનાવતા હોઇએ છીએ પણ આ ખીચડી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે… પાલક નોર્મલી બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.અને ખીચડી દરેકની ભાવતી વાનગી છે અને પૌષ્ટિક વાનગી પણ છે. ત્યારે જાણી લો તેને વધારે સ્વાદિષ્ટ ખીચડી કેવી રીતે બનાવી શકાય.. આ રીતે બનાવો પાલક ની હેલ્થી ખીચડી, નોંધી લો તેને બનાવવાની રીત….પાલક હેલ્થી ખીચડી બનાવવા માટેની સામગ્રી:

સામગ્રી :

  • – 1 ઝૂડી પાલક જીણી સમારેલી
  • – 2 ટામેટાં જીણા સમારેલાં
  • – 1/2 કપ મગની ફોતરાં વાળી દાળ
  • – 1 નંગ કાંદો જીણો સમારેલો
  • – 1/2 કપ ચોખા
  • – 2 ચમચી ઘી
  • – 1 ચમચી જીરું
  • – ચપટી હિંગ
  • – 1 ચમચી હળદર
  • – 3 ચમચી લાલ મરચું
  • – લીલા મરચાં
  • – મીઠું

રીત :

*હેલ્થી પાલક ખીચડી બનાવવા માટેની રીત*:

સ્ટેપ :1

સૌ પ્રથમ દાળ અને ચોખાને સરખી રીતે ધોઈને તેમાં પાણી ઉમેરી અડધી કલાક પલાળી રાખો. ત્યાર બાદ એક કૂકર લઈ તેમાં તેલ લી ગરમ કરવા મૂકો. પછી તેમાં જીરું, હિંગ, લીલા મરચાની ચીરીઓનો ઉમેરી વઘાર કરો. પછી તેમાં ટામેટાં ,કાંદા અને પાલક ઉમેરી 1 મિનિટ સાંતળી લો. પાલક ને 2-3 પાણી થી વોશ કરવી .જેથી કાકરી નહિ આવે .

સ્ટેપ :2

પછી પલાળેલા દાળ અને ચોખામાંથી પાણી નીતારી લઈ કૂકરમાં ઉમેરી સરખી રીત હલાવી લો. પછી તેમાં મસાલા જેવાં કે હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરી કૂકર બંધ કરી તેમાં દાળ- ચોકા કરતા 3 ગણું પાણી ઉમેરી 4-5 સીટી વગાડી લો.

સ્ટેપ :3

ખીચડી તૈયાર થઈ જાય ખીચડી સર્વ કરતી વખતે ઘી રેડીને ઉપર કોથમીર ભભરાવી ગરમાગરમ જ સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ પાલક હેલ્થી ખીચડી. જો તમને ઢીલી ખીચડી પસંદ હોય તો થોડું વધારે પાણી ઉમેરવું.તમે આ ખીચડી વજન ઓછું કરવાં માંગતા હોવ ત્યારે લઇ શકો છો .

નોંધ :

  • – જયારે પણ ખીચડી બનાવો તયારે કુકર નું ઢાંકણું ઢાંક્યાં વગર 5 મિનિટ ઉકળવા દેવું પછી ઢાંકણું ઢાંકી પછી સિટી વગાડવી જેથી સિટી ઓછી વગાડવી પડશે અને ઉભરાશે નહિ ..
  • – આ ખીચડી માં તમે તમારી રીતે વેજિટેબલ ઉમેરી શકો છો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *