ક્ચ્છની ફેમસ દાબેલી – હવે ઘરે જ બનાવો કચ્છની દાબેલી અને બધાને ખુશ કરી દો…

આજે આપણે બનાવાના છે કચ્છ ની સ્પેશ્યલ દાબેલી.

સૌ થી પેલા તો હું તમને ક્ચ્છ ની દાબેલી નો મસાલો બનાવતા શિખવાડીશ એટલે દાબેલી બનાવાનું બઉ સહેલું પડશે. આ રીતે મસાલો બનાવી તમે દાબેલી બનાવશો તો એકદમ બહાર જેવિ દાબેલી ઘરે બનશે.કોઈ દિવસ બહાર ની દાબેલી ખાવાનું કોઈ કહેસેજ નહીં. આ મસાલો તમે સ્ટોર કરીને રાખી શકો છો. તો જાણી લો મસાલો અને દાબેલી બનાવાની રીત…..

ઓરીજીનલ કચ્છી દાબેલી

દાબેલી નો મસાલો :

સામગ્રી :

  • ૧ નંગ લાલ મરચું
  • ૧ ચમચી ધાણા
  • ૪-૫ નંગ લવિંગ
  • ૧ નંગ તજ નો ટુકડો
  • ૨ ચમચી જીરું
  • ૧/૨ ચમચી મરીનો ભૂકો
  • ૨૫ ગ્રામ તલ નો ભૂકો
  • ૧૦ ગ્રામ વરીયાળી
  • ૧/૨ ટી. સ્પૂન હળદર
  • ૧ ટે.સ્પૂન સૂકા નાળીયેરનું ખમણ
  • ૧ ટી.સ્પૂન ખાંડ
  • ૧/૨ ટી.સ્પૂન આમચૂર પાઉડર
  • ૧ ટી.સ્પૂન તેલ

રીત:

એક કડાઈમાં તેલ મૂકી અને ગરમ કરવા મૂકો, તેમાં દાબેલીના મસાલા ની સામગ્રી હળદર, ખાંડ અને આમચૂર પાઉડર સિવાયના બધા મસાલા શેકી લો અને મસાલા ઠંડા પડે એટલે ખાંડ, હળદર, આમચૂર પાઉડર અને મીઠું મિક્સ કરી બધીજ સામગ્રી મિક્સર માં દળીને મસાલો તૈયાર કરી લેવો. અને એકએરટાઈટ ડબ્બીમાં ભરી લેવો.

પૂરણ માટે :

સામગ્રી :

  • ૧ કપ બાફેલા બટેટા નો છૂંદો
  • ૧/૨ ચમચી જીરૂ
  • ૧ પીંચ હિંગ
  • ૨ ટી.સ્પૂન દાબેલી નો મસાલો
  • ૨ ટે.સ્પૂન ખજૂર આમલી ની ચટણી
  • ૨ ટે.સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧૨-૧૫ નંગ દાબેલી ના પાઉં
  • બટર

સર્વ કરવા માટે :

  • ૧ કાંદા બારીક સમારેલા
  • ૧/૨ કપ શેકેલા શીંગ દાણા મસાલા વાળા
  • ૧/૨ કપ લીલી કોથમીર સમારેલી
  • ૧ કપ નાઈલોન સેવ
  • ૧/૨ કપ દાડમના દાણા
  • લસણ ની ચટણી
  • ૫-૬ ટે.સ્પૂન ખજૂર – આમલી ની ચટણ

દાબેલી નું સ્ટફિંગ બનાવવાની રીત :

એક કડાઈમાં જરૂરી તેલ લઇ અને ગરમ કરવા ગેસ પર મૂકો. ત્યારબાદ, તેમાં જીરૂ નાંખી અને શેકો, જીરૂ શેકાઈ જાય કે તરત હિંગ નાખો, ત્યારબાદ તૈયાર કરેલ દાબેલીનો મસાલો નાખો,બટેટા મેશ કરેલ નાંખી અને મિક્સ કરો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને ત્યારબાદ અડધો કપ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરી થોડો સમય ચડવા દયો. ત્યારબાદ ગેસ બંધ કરી અને સ્ટફિંગ ને ગેસ પરથી ઉતારી લ્યો. ત્યારબાદ તેમાં ૨ ચમચા ખજૂર – આમલીની ચટણી નાંખી અને સરખી રીતે મિક્સ કરો. બસ દાબેલી નું સ્ટફિંગ તૈયાર છે.

દાબેલી

સૌ પ્રથમ દાબેલી નું પાઉં હાથમાં લયો અને તને છરીથી કાપ મૂકી અને બે ભાગ કરવાના છે. બંને ભાગને બટર લગાડી અને તવા પર શેકી લો. ત્યારબાદ પાઉંના નીચે તરફના ભાગમાં ચટણી લગાડો અને તૈયાર કરેલ સ્ટફિંગ ઉપર મૂકો અને સ્પ્રેડ કરવું ત્યારબાદ, તેના પર ડુંગળી મસાલા વાળા શિંગ દાણા, લસણની ચટણી તથા આમલી ની ચટણી લગાડો અને તેની ઉપર દાડમ ના દાણા, કોથમીર અને ઉપર નાઈલોન સેવ મૂકો અને તેને ફરી તાવા પર થોડું ગરમ કરી અને ગરમા ગરમ દાબેલી સર્વ કરો.

લીલી ચટણી – લસણની ચટણી – ટામેટા સોસ -કેચપ સાથે સર્વ કરી શકાય છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *