પનીર ભૂર્જી – હવે અસલ પંજાબી ટેસ્ટની પનીર ભુર્જી સબ્જી બનાવી શકશો તમે પણ…

આમતો ઘણી રીતે બને, પરંતુ મને ઓછા તેલ કે બટર માં બનેલું પનીર ભૂરજી બહુ ભાવે. બીજા પંજાબી સબ્જી માં નીકળતું તેલ સારું લાગે પણ પનીર ભુરજી તો ક્રીમી હોય એ જ સરસ લાગે.મેં દૂધ ફાડી ને પનીર બનાવ્યું છે .તમે રેડી મેટ લઇ શકો છો .

આપણે રેસ્ટોરન્ટ માં પંજાબી ખાવા જય એ ત્યારે અલગ અલગ જાત ના બહુ શાક હોય. પણ એમાંથી પનીર ભુરજી તો બધા ને ભાવતી જ હોય. પનીર ભુરજી બનાવા માટે બહુ મેહનત નથી કરવી પડતી એની ગ્રેવી પણ નથી બનાવી પડતી. ફટાફટ સરળતા થી બની જાય છે. એટલે પણ મને વધારે ગમે છે. તમે પણ એક વાર જરૂર થી બનાવજો આ પનીર ભુરજી અને કમેન્ટ જરૂર કરજો કે કેવી લાગી આ પનીર ભુરજી. તો તમે પણ શીખી લો રેસ્ટોરન્ટ જેવી સ્વાદિષ્ટ પનીર મેથી ભુરજી બનાવની રીત અને કરી દો ઘર ના બધા ને તમારા વખાણ કરતા.

Preparation Time: 10 મિનિટ

Cooking Time:ત 10 મિનિટ

પનીર ભૂરજિ બનાવવા માટે :

  • – 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • – 1/2 નાનું કેપ્સીકમ ઝીણું સમારેલું
  • – 2 ટામેટા ની પ્યુરી
  • – 1 ચમચી બટર
  • – 2 ચમચી તેલ
  • – 1 ચમચી કસુરી મેથી
  • – 1ચમચી લસણ,આદુ અને લીલા મરચા ની પેસ્ટ.
  • – ચપટી હળદર
  • – 1 ચમચી ધાણજીરૂ
  • – 2 ચમચી લાલ મરચું પાવડર
  • – 1/2 ચમચી ગરમ મસાલો
  • – 1- 2 નગ મરી
  • – 1 ચમચી કોથમીર
  • – 100ગ્રામ છીણેલું પનીર
  • – 1 નાનો તજ નો ટુકડો
  • – 1/4 કપ ક્રીમ( ઘરની મલાઈ લીઘી છે )
  • – મીઠુ સ્વદાનુસાર

રીત :

સ્ટેપ :1

સૌ પ્રથમ પેન માં તેલ અને બટર લઈ ગરમ થાય એટલે એમાં ખડા મસાલા અને લસણ આદુ અને માર્ચ ની પેસ્ટ ઉમેરો. થોડી વાર સાંતળી લો.

સ્ટેપ :2

હવે એમાં સમારેલી ડૂંગળી ઉમેરી થોડી બદામી થાય ત્યાં સુધી સાંતળો, હવે એમાં સમારેલું કેપ્સીકમ ઉમેરી થોડી વાર સાંતળવું.

સ્ટેપ :4

હવે ટામેટા ની પેસ્ટ ઉમેરી,બધા મસાલો ઉમેરી મિક્સ કરો, મિશ્રણ બધું બરાબર ડ્રાય થાય ત્યાં સુધી સાંતળો (ખૂબ જરૂરી) હવે એમાં પાણી ઉમેરી બધું મિક્સ કરી લો.

સ્ટેપ :5

હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરી લો. હવે ક્રીમ ઉમેરી મિક્સ કરી લો, સાથે છીણેલું પનીર ઉમેરી મિક્સ કરો, હવે કોથમીર ઉમેરી મિક્સ કરી સર્વ કરો.આ રેસીપી ગમે તો ઘરે જરૂર try કરજો .આ સબ્જી તમે રોટી ,પરાઠા સાથે સર્વ કરી શકો છો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *