2 ટાઇપ્સ સાઉથ ઇંડીયન ઢોસા ચટણી – હવે ઢોસાની ચટણી પણ ઘરે બનાવી શકશો.

2 ટાઇપ્સ સાઉથ ઇંડીયન ઢોસા ચટણી :

સામાન્ય રીતે કોઇપણ વાનગી બનાવાતી હોય તો તેની સાથે તેના કોમ્બિનેશનવાળા ડીપ, ચટણી કે દાળ-કઢી બનાવવામાં આવતા હોય છે. જેમકે આપણા ભજિયા, ગોટા, ખમણ, ગાંઠિયા હોય કે સમોસા અને કચોરી હોય કે પછી ભેળ કે પાણીપુરી હોય, બધામાં સાથે કોઇને કોઇ પ્રકારે ગ્રીન ચટણી અને આંબલીની મીઠી ચટણી કે લસણની ચટણીઓ અથવાતો તેને અનુરુપ અલગ પ્રકારની ચટણીઓ બનાવવામાં આવતી હોય છે. ચટણી વગર બધી વાનગીઓ અધૂરી જ છે. આ બધા પ્રકારાની વાનગીઓ સાથે ચટણીઓ ખાવાથી વાનગી અનેક ગણી સ્વાદિષ્ટ લાગતી હોય છે.

એજ રીતે સાઊથ ઇંડીયન વાનગી જેવાકે ઢોસા, મેંદૂવડા, ઇડલી કે ઉત્તપા વગેરે સાથે 3- 4 પ્રકારની ચટણીઓ તેમજ સામ્ભાર પીરસવામાં આવતો હોય છે. ચટણીઓ અને સામ્ભાર સાથે ખાવાથી આ બધી વાનગીઓ ખરેખર ખૂબજ સાદિષ્ટ લાગતી હોય છે. તેથીજ તો આપણે ત્યાં પણ આ બધી સાઉથ ઇંડિયન વાનગીઓ વધારે પ્રમાણમાં ખવાતી હોય છે અને બધાને પ્રિય છે. રેસ્ટોરન્ટ, ઢાબામાં કે પછી સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળતી હોય છે. હાલ ગૃહિણીઓ ઘરે પણ સાઉથ ઇંડીયન વાનગી બનાવતા હોય છે. તો આપ સૌ માટે અહીં 2 પ્રકારની સાઉથ ઇંડિયન ચાટણીની રેસિપિ આપી રહી છું. જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. તેથી ઢોસા, મેંદૂવડા, ઇડલી કે ઉત્તપા સાથે ખાવાથી ખૂબજ તેનો સ્વાદ અનેક ગણો વધી જશે. તો મારી આ 2 ટાઇપ્સ સાઉથ ઇંડીયન ચટણીઓની રેસિપિને ફોલો કરીને તમે બધા પણ સાઉથ ઇંડીયન વાનગી સાથે જરુરથી બનાવજો.

1: કોકોનટ ચટણી બનાવવા માટેની સામગ્રી:

  • 1 કપ ફ્રેશ કોકોનટ ના બારીક ટુકડા અથવા
  • ¾ કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ લઇ ¼ કપ પાણીમાં 10-15 મિનિટ પલાળી લેવું
  • 1 ટેબલ સ્પુન રોસ્ટેડ પીનટ ( રોસ્ટ કરીને ફોતરા કાઢી નાખવા )
  • 1 ટેબલ સ્પુન દાળિયા – અથવા
  • 2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ
  • 2 પેટલ્સ ઓનિયન
  • 2 ગ્રીન મરચા કાપેલા
  • 1 નાનો પીસ આંબલી
  • ½ ટી સ્પુન મીઠું
  • ½ કપ વોર્મ પાણી
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટી સ્પુન રાઇ
  • 1 લાલ સૂકું મરચુ લઇને તેના 2 મોટા પીસ કરી લેવા
  • 5-6 મીઠા લીમડાના પાન

1 : કોકોનટ ચટણી બનાવવાની રીત :

ગ્રાઇંડર જાર લઈ તેમાં 1 કપ ફ્રેશ કોકોનટના બારીક ટુકડા અથવા ¾ કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ લઇ ¼ કપ પાણીમાં 10-15 મિનિટ પલાળી લેવું, 1 ટેબલ સ્પુન રોસ્ટેડ પીનટ ( રોસ્ટ કરીને ફોતરા કાઢી નાખવા ), 1 ટેબલ સ્પુન દાળિયા – અથવા 2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ, 2 પેટલ્સ ઓનિયન, 2 ગ્રીન મરચા કાપેલા અને 1 નાનો પીસ આંબલી ઉમેરી બધું એકસાથે સરસથી સ્મુધ પેસ્ટ જેવું ગ્રાઇંડ કરી લ્યો. હવે આ કોકોનટ ચટણીની પેસ્ટ એક બાઉલમાં કાઢી લ્યો.

ત્યારબાદ એક પેનમાં કોકોનટ ચટણીના તડકા માટે 2 ટેબલ સ્પુન ઓઇલ મૂકો. ગરમ થાય એટલે તેમાં 1 ટી સ્પુન રાઇ ઉમેરી તતડવા દ્યો.

ત્યારબાદ તેમાં 1 લાલ સૂકું મરચુ લઇને તેના 2 મોટા પીસ કરી તેમાં ઉમેરો સાથે 5-6 મીઠા લીમડાના પાન ઉમેરી બધુ સાથે સાંતળો.

હવે આ કરેલા તડકાને કોકોનટ ચટણીના બાઉલમાં ઉમેરી મિક્ષ કરી લ્યો. અથવા આ જ તડકાથી ગાર્નિશ કરો.

તો હોટેલ સ્ટાઈલ સાઉથ ઇંડીયન કોકોનટ ચટણી ઢોસા, ઇડલી, મેંદુવડા કે મદુર વડા કે ઉત્તપા સાથે સર્વ કરવા માટે રેડી છે.

ખૂબજ ટેસ્ટી એવી આ ચટણી બાળકોને પણ ખૂબજ ભાવશે.

2 : કારા ચટણી : બનાવવા માટેની સામગ્રી :

  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટેબલ સ્પુન અડદની દાળ
  • 1 ટેબલ સ્પુન ચણા દાળ
  • 3 નંગ સૂકા લાલ મરચા અથવા 1 ½ ટી સ્પુન લાલ મરચું પાવડર
  • ½ ઓનિયનના નાના ટુકડા
  • 2-3 કળી લસણ
  • 1 મોટું ટમેટું બારીક કાપેલું
  • 1 નાનો પીસ આંબલી
  • ½ ટી સ્પુન સોલ્ટ અથવા તમારા સ્વાદ મુજબ
  • 3 ટેબલ સ્પુન પાણી

2 : કારા ચટણી બનાવવાની રીત:

સૌ પ્રથમ એક પેનમાં 2 ટેબલ સ્પુન ઓઇલ લ્યો. ગરમ થાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન ચણાની દાળ, 1 ટેબલ સ્પુન અડદની દાળ અને 3 નંગ સૂકા મરચા અથવા 1 ½ ટી સ્પુન લાલ મરચું પાવડર ઉમેરી રોસ્ટ કરી લ્યો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી રોસ્ટ કરો.

ત્યારબાદ તેમાં ½ ઓનિયનનાં નાના ટુકડાં કરીને ઉમેરો. 2-3 કળી ( વધારે નહી ) લસણ ઉમેરો. બધું સાથે સોતે કરો.

ત્યારબાદ બારીક કાપેલું 1 ટમેટું તેમાંઉમેરી દ્યો અને સોતે કરો. એકદમ મશી થાય ત્યાં સુધી સોતે કરો. હવે તેને ઠંડું થવા દ્યો.

ત્યારબાદ ગ્રાઇન્ડરના જારમાં ભરીને તેમાં 1 નાનો પીસ આંબલી, ½ ટી સ્પુન મીઠું (અથવા તમારા સ્વાદ મુજબ) અને 3 ટેબલ સ્પુન પાણી ઉમેરી બ્લેંડ કરો.

સરસથી બ્લેંડ થઇ જાય એટલે બાઉલમાં કાઢી ઢોસા, ઇડલી, ઉત્તપા વગેરે સાથે સર્વ કરો.

આ સાઉથ ઇંડિયન કારા ચટણી ખૂબજ સ્પાયસી અને ટેસ્ટી લાગશે. બધાને ખૂબજ ભાવશે.

તો હોટેલ સ્ટાઈલ સાઉથ ઇંડીયન કોકોનટ ચટણી ઢોસા, ઇડલી, મેંદુવડા કે મદુર વડા કે ઉત્તપા સાથે સર્વ કરવા માટે રેડી છે.

તો આ બન્ને પ્રકારની આ સાઉથ ઇંડીયન ચટણી તમે પણ તમારા રેસિપિના લિસ્ટમાં એડ કરી દેજો.


રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *