ઇંસ્ટંટ સોજી ઢોસા – ઢોંસાની ફરમાઈશ આવી છે પણ ખીરું બનાવવા માટે સમય નથી? ફટાફટ બનાવો સરળ આ રીતે…

ઇંસ્ટંટ સોજી ઢોસા 

પારંપરિક રીતે સાઉથ ઇંડિયન હોવા છતાં ઢોસા દેશની બહાર અને અંદર બધી જગ્યાએ લોકોનો હોટ ફેવરીટ નાસ્તો કે ડીશ છે. હોટેલ, રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટમાં …દરેકના મેનુંમાં અનેક પ્રકારના ઢોસા જોવા મળતા હોય છે. સામાન્ય રીતે ચોખા અને અડદની દાળમાંથી બનાવાતા ઢોસા–ઇડલી બનાવવા માટેની પ્રોસેસ અગાઉથી કરવી પડતી હોવાથી પ્રમાણમાં ઘણો સમય માંગી લ્યે છે. આ પ્રોસેસ ટૂંકાવવા માટે સોજીનો ઉપયોગ કરી શકાય. સોજીમાંથી ઇંસ્ટંટ ઢોસા બનાવી શકાય છે. તેમજ ખૂબજ સરસ ટેસ્ટી અને ક્રીસ્પી બને છે

ઇંસ્ટંટ સોજી ઢોસા બનાવા માટેની સામગ્રી:

  • 1 કપ સોજી-રવો
  • 1 કપ દહીં
  • 2 ટેબલ સ્પુન ઘઉંનો-રોટલીનો જીણો લોટ
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • ¼ કપ પાણી + ¼ કપ પાણી
  • 1 ટી સ્પુન ઓઇલ
  • ¼ ટી સ્પુન બેકીંગ સોડા ( સોડા બાય કાર્બ )
  • ઓઇલ ઢોસા કૂક કરવા માટે
  • 3 ટેબલ સ્પુન પાણી+2 ટી સ્પુન ઓઇલ – તવા પર ગ્રીસ કરવા માટે

ઇંસ્ટંટ સોજી ઢોસા બનાવાની રીત :

સૌ પ્રથમ સોજીને ગ્રાઇંડર જારમાં ઉમેરી થોડી જ બારીક ગ્રાઇંડ કરી લ્યો. ( એક્દમ પાવડર ફોમમાં નહી ).

થોડી જ બારીક ગ્રાઇંડ કરેલી સોજીને એક મિક્ષિંગ બાઉલમાં ઉમેરો. તેમાં 1 કપ દહીં 2 ટેબલ સ્પુન ઘઉંનો-રોટલીનો જીણો લોટ અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. હવે તેમાં ¼ કપ પાણી ઉમેરી બરાબર ફીણીને મિક્ષ કરી લ્યો.

બનેલું ઢોસાનું બેટર હજુ પણ વધારે પડતું થીક હશે. બાકીનું ¼ કપ પાણી ઉમેરી બેટર ફરી ફીણી લ્યો.

હવે તેમાં 1 ટી સ્પુન ઓઇલ ઉમેરી ફીણી લ્યો.

અવે તેને 10-15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો.

15 મિનિટ બાદ ઢાંકણ ખોલી ફરી મિક્ષ કરી તેમાં ¼ ટી સ્પુન બેકિંગ સોડા – સોડા બાય કાર્બ ઉમેરી તેનાપર 1 ટેબલ સ્પુન પાણી મિક્ષ કરી ફીણી લ્યો.

હવે એક નાના બાઉલમાં પાણી અને ઓઇલ મીક્ષ કરી લ્યો. તેમાં કોટનનું કપડું ડીપ કરીને તેનાથી ઢોસો બનાવતા પહેલા નોન સ્ટીક તવા પર ઘસીને ગ્રીસ કરવાનું – સાથે લુછીને ક્લીન કરવાનું છે. ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે). દરેક ઢોસો બનાવતા પહેલા આ પ્રોસિઝર કરી અચુક કરી લેવી.

હવે નોન સ્ટીક તવાને મિડિયમ સ્લો ફલૈમ પર ગરમ મૂકી ધીમે ધીમે ગરમ થવા દ્યો.

બરાબર ગરમ થઈ જાય એટલે સ્લો ફ્લૈમ રાખી બનાવેલા પાણી અને ઓઇલના મિશ્રણમાં કોટનનું કપડું ડીપ કરી ગ્રીસ કરી લ્યો. જેથી તવાની હીટ ઢોસો બનાવવા જેવી સેટ થઈ જશે.

હવે જે સાઇઝનો ઢોસો બનાવવો હોય એટલું બેટર સમાય, એ માપની નાની વાટકીમાં ઢોસાનું બેટર ભરો. જેથી બધા ઢોસા પર્ફેક્ટ થાય. ( આ ઢોસા થોડા થીક અને ક્રંચી થશે ).

હવે નોન સ્ટીક તવામાં બેટર પોર કરીને સ્પુન વડે બેટર ઢોસના શેઇપમાં સ્પ્રેડ કરી રાઉંડ ઢોસો બનાવો.

ત્યારબાદ ફ્લૈમ મિડિયમ સ્લો રાખી ઢોસા પર ફરતે અને ઉપરની બાજુ ઓઇલ મૂકી કૂક થવા દ્યો.

ઢોસો કૂક થઈ નીચેથી બ્રાઉન કલરનો થઈ, ક્રીસ્પી જાય અને ઉપરથી થોડો કલર ચેંજ થઈ જાય ત્યાં સુધી કૂક કરો.

હવે તવેથા વડે ઢોસાને ઉથલાવીને બેંડ કરીને કે રોલ વાળીને સર્વીંગ પ્લેટમાં ગરમા ગરમ સર્વ કરો.

આ ઇંસ્ટંટ ક્રીસ્પી સોજી ઢોસાને બનાવેલી કોકોનટ ચટણી સાથે સર્વ કરવાથી ખૂબજ ટેસ્ટી લાગશે. ઘરના દરેક લોકોને આ ક્રીસ્પી અને સ્વાદિષ્ટ ઢોસા સાથે બનાવવી સરળ અને લીપ્સ્મેકિંગ ચટણી પણ ખૂબજ ભાવશે અને વારંવાર ઘરમાં જ બનવા લાગશે. તો તમે પણ મારી આ ઇંસ્ટંટ ઢોસા અને કોકોનટ ચટણીની રેસિપિ ફોલો કરીને ચોક્કસથી ઘરે જ બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *