પાલક-ચનાદાળ ફ્રીટર્સ – આયર્નથી ભરપુર પાલક, ઓનિયન, આદુ, કોથમરી વગેરે મિક્સ કરીને બનાવો આ હેલ્થી ફ્રીટર્સ…

પાલક-ચનાદાળ ફ્રીટર્સ :

ચનાની દાલના વડા બનાવવા ખૂબજ સરળ છે. ચણાની દાળના ઓનિયન વડા, મેથી વડા વગેરે બનાવી શકાય છે. અહીં હું આપ સૌ માટે ચાનાની દાળમાં પાલક્ની ભાજી ઉમેરીને ફ્રીટર્સ બનાવવાની રેસિપિ આપી રહી છું. જે ડીપ ફ્રાય કરીને બનાવી શકાય છે, તે બ્રેક્ફાસ્ટમાં ચા સાથે લઈ શકાય છે. સ્ટાર્ટર તરીકે કે સાંજના નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય છે. જ્યારે ગેસ્ટ જમવા માટે આવવાના હોય ત્યારે અગાઉથી આ ફ્રીટર્સ એકવાર ડીપ ફ્રાય કરી રેડી કરી શકાય છે. જમવાના સમયે બીજી વાર ક્રીસ્પી ડીપ ફ્રાય કરી જમવવામાં ગરમાગરમ સર્વ કરી શકાય છે અથવા નાસ્તા માટે પણ આ રીતે ફ્રીટર્સ ગરમાગરમ ક્રીસ્પી સર્વ કરી શકાય છે.

ચણાની દાળ 4-5 કલાક અગાઉ પલાળી, ગ્રાઇંડ કરી તેમાં આયર્નથી ભરપુર પાલક, ઓનિયન, આદુ, કોથમરી વગેરે તથા થોડાજ સ્પાઇસ મિક્સ કરી ડીપ ફ્રાય કરી ખૂબજ સરળતાથી આ ક્રીસ્પી ફ્રીટર્સ બનાવી શકાય છે.

*આ ફ્રીટર્સ બનાવવા માટે તેમાં સોડા ના હોવા છતા પણ સરસ ફુલેલા બનશે.

પાલક-ચનાદાળ વડા બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ ચના દાલ
  • 1 ½ કપ બારીક સમારેલી પાલક
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • 1 ઇંચ આદુ પેસ્ટ
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • 2 લીલા મરચાની પેસ્ટ
  • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર – અથવા તીખુ પાવડર
  • 1 બારીક સમારેલી ઓનિયન (ઓપ્શનલ)
  • આમાં સોડા વાપારવામાં આવ્યા નથી
  • 1 ટેબલ સ્પુન કોથમરી
  • ઓઇલ ડીપ ફ્રાય કરવા માટે

પાલક-ચનાદાળ વડા બનાવવાની રીત :

સૌ પ્રથમ 1 કપ ચનાદાલને 2-3 વાર પાણીથી ધોઈને પાણી ઉમેરી પલાળી લ્યો. 4-5 કલાક બરાબર પાણીમાં પલળવા દ્યો. ત્યારબાદ પાલક્ને પણ 2-3 પાણીથી ધોઈ જરા કોરી કરી તેને પણ બારીક સમારી લ્યો.

4 થી 5 કલાક ચના દાલ પાણીમાં પલળી ગયા બાદ તેમાંથી પાણી કાઢી નાખો.

હવે દાળને નાના ગ્રાઇંડર જારમાં થોડી થોડી ઉમેરી 2-3 વાર વારફરતી ગ્રાઇંડ કરી થોડી કરકરી ગ્રાઇંડ કરી લ્યો. જરુર પડે તે રીતે થોડુંજ પાણી ઉમેરી ટાઇટ બેટર બને તે રીતે ગ્રાઇંડ કરો. અથવાતો હાથથી કે સ્પુનથી ફ્રીટર્સ ઓઇલમાં ડીપ ફ્રાય કરવા માટે મૂકી શકાય તેવી બેટરની કંસીસટંસી રાખવી.

ગ્રાઇંડ કરેલી ચના દાલને એક મિક્ષિંગ બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો. ત્યારબાદ આ બેટરને 2-3 મિનિટ સરસ ફીણીને ફ્લફી બનાવી લ્યો.

*આ પ્રોસિઝર કરવી ખૂબ જરુરી છે. તેમાં 1 ½ કપ બારીક સમારેલી પાલક, 1 ટેબલ સ્પુન કોથમરી અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરો. સાથે તેમાં 1 ઇંચ આદુ પેસ્ટ, 1 ટી સ્પુન આખુ જીરું, 2 લીલા મરચાની પેસ્ટ અને ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર – અથવા તીખુ મરચુ પાવડર ઉમેરો. મિક્ષ કરી લ્યો.

હવે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી ફરી થે 2-3 મિનિટ ફ્લફી થાય ત્યાં સુધી બેટર ફરીથી ફીણી લ્યો.

*અહીં મેં બેટરમાં ઓનિયન એડ કરેલી નથી. આ સ્ટેપ પર ઓનિયન એડ કરી શકાય.

હવે ફ્રીટર્સ ડીપ ફ્રાય કરવા માટે એક પેનમાં મિડિયમ ફ્લૈમ પર ઓઇલ ગરમ મૂકો.

ઓઇલ બરબર ગરમ થાય એટલે તેમાં ચમચી વડે અથવાતો હાથેથી ઓઇલમાં ફ્રીટર્સ મૂકો.

તેમે લીધેલા ઓઇલમાં સમાય એ રીતે 5-6 ફ્રીટર્સ મૂકો. વધારે એક સાથે મુકવા નહી.

ફ્રાય થઈને ઓઇલમાં ઉપર આવે એટલે પલટાવી લ્યો. ફ્રીટર્સ સરસ ફુલવા લાગશે.

આ પ્રમાણે 2-3 વાર પલટાવીને ક્રીસ્પી ગોલ્ડન કલરના ડીપ ફ્રાય કરો. ફ્રીટર્સ જારાથી લઈ ઓઇલ નિતારી પ્લેટમાં ટ્રાંસફર કરો. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ગરમાગરમ પાલક ચના દાલ ફ્રીટર્સ સર્વ કરવા માટે રેડી છે. તેને આમલીની ખાટીમીઠી ચટણી, ટોમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરવાથી ખૂબજ ટેસ્ટી લાગશે.

આ ફ્રીટર્સ થોડા મોટા બનાવી એકવાર ફ્રાય કર્યા પછી, જરા ઠંડા પડે એટલે તેની જાડી સ્લાઈઝ કરી, ફરીથી ડીપ ફ્રાય કરી ક્રીસ્પી ફ્રાય કરી લ્યો. ચા સાથે આ કુરકુરા પાલક – ચના દાલ ફ્રીટર્સ પણ બધાને ખૂબજ ટેસ્ટી લાગશે. બાળકોને નાસ્તા બોક્ષમાં આપવા માટે ભરી શકાય .

તો તમે પણ મારી આ પાલક-ચનાદાલ ફ્રીટર્સની રેસિપિ ફોલો કરીને ઘરે ચોક્કસથી બનાવજો. બધાને ભાવશે જ….

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *