કિચનમા ખૂબ જ કામની એવી કિચન ટીપ્સ – રસાેડાનું કામ બનાવે એકદમ સરળ

આજે હું કઇ રેસીપી નથી બનાવતી. હું આજે બતાવ છું કિચન ટિપ્સ જે આપણી રસોઈ ઇજી કરે છે અને આપણી રોજ ની જરૂરિયાત માં યુસફુલ થાય છે તો ચાલો જાણી લઈએ દસ એવી કિચન ટિપ્સ અને કુકિંગ ટિપ્સ.

Tip-1 કેળા આપણે બજાર માંથી લાવીએ છીએ અને ફ્રિજ માં મુકીએ તો બવ જલદી કાળા પડી જાય છે અને અને બાર જ રાખીયે તો એ બગડી જાય છે તો કેળાં ને લાંબા સમય સુધી રાખવા માટે આપણે સિલ્વર ફોઈલ નો ઉપયોગ કરીશુ પેહલા આપણે કેળાં ને છુટા કરવાના છે એક એક કેળું અલગ કરીદઈશું અને ચપ્પા થી કરું છું ખેંચવા જયે ત્યારે ઘણીવાર તૂટી જાય છે એટલે આ રીતે અલગ કરવાના છે.છુટા કરીયા પછી આપણે એને સિલ્વર ફોઈલ રેપ કરીશુ એની ટીપ ઉપર રેપ કરવાનું છે.

આ પ્રમાણે રેપ કરીયા પછી એને ફ્રુટ બાસ્કેટ માં મુકવાના છે ફ્રીઝ માં નઈ બાર જ રાખવાના છે આમ કરવાં થી કેળા ફ્રેશ રહેશે. જો તમારી પાસે સિલ્વર ફોઈલ ના હોઈ તો કિચન ટીસ્યુ નો યુસ કરી શકો છો ચાર થી પાંચ દિવસ થઈ ગયા છે તો પણ કેળા ફ્રેશ જ છે તો તમે પરફેક્ટ રીતે વિડિઓ જોઈ શકો છો કે બાર થોડું બ્લેક છે પણ અંદર કોઈ પ્રોબ્લેમ નથી તમે વિડિઓ માં તમે જોઈ શકો છો પાંચ દિવસ પછી પણ કેળું ફ્રેશ છે.

Tip -2 આદુ થોડા દિવસ માં ફ્રીઝ માં સુકાઈ જાય છે. એને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે આપણે એક કન્ટેનર લઈશું તેમાં થોડુ પાણી નાખો અને આદુ ના ટુકડા ને એમાં મૂકીશું ડૂબે એ રીતે ઢાંકણું બંધ કરી દેવાનું છે અને ફ્રીઝ માં મુકવાનું આમ કરવાથી આદુ લાંબા સમય સુધી ફ્રેશ રહે અને સુકાઈ નય જાય તમે વિડિઓ માં જોઈ શકો છો કે ફ્રીઝ માં મુકેલું હતું ચાર થી પાંચ દિવસ પછી જોઈ શકો છો આદું હજુ ફ્રેશ છે હજુ પણ પાંચ દિવસ સુધી કંઈ જ નય થાય.હજુ ફ્રિજ જ માં જ મૂકી રાખીશું તમે વિડિઓ માં જોઈ શકો છો કે આદુ હજુ ફ્રેશ જ છે.

Tip-3 લીંબુ ને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે આપણે સૌથી પેહલા એક કન્ટેનર લઈશું. લીંબુ ને સારી રીતે ધોઈ ને કોરા કરી લઇશુ અને કન્ટેનરમાં મુકીશુ.હવે એના ઉપર થોડું તેલ લગાવાનું છે.તેલ ને હાથ પર લઈ ને બધા લીંબુ ને રપ કરી લઈશું.તમે વિડિઓ માં જોઈ શકો છો કે લીંબુ પર તેલ રપ કરી દીધું છે.હવે કન્ટેનરને બંધ કરી દેવાનું અને ફ્રીઝ માં મુકવાનું છે.જ્યાંરે આપણે યુસ કરીએ ત્યાંરે લીંબુ ને વોશ કરીશું એટલે તેના પર નું તેલ નીકળી જશે.પછી લીંબુ ને થોડું ઘસી ને યુસ કરવાનું છે.આમ ફ્રીઝ માં મુકવાથી એ લાંબા સમય સુધી ફ્રેશ રેહશે.

Tip-4 બજાર માં મળતાં સેનિતાઇહર આલ્કોહોલ નું પ્રમાણ હોય છે.જેના કારણે ફૂડ ના સમ્પર્ક માં આવતી વસ્તુઓ આપણે ઉપયોગ કરી શકતા નથી કિચન માં ઉપયોગ કરવા માટે આપણે હજુ કુદરતી જીવાણું નાશક સેનિતાઈઝર બનાવી જે જમ્સ અને બેક્ટેરીયા ને મારી શકે છે અને ફૂડ ના સંપર્ક માં આવતી વસ્તુ ઓ પર ઉપયોગ કરો છો તો નુકશાન પણ નથી થતું જેના માટે આપણે જોઈશે એપલ સિડર વિનેગર આ બજાર માં ઇજિલી અવેલેબલ હોય છે.એપલ સિડર વિનેગર અડધો ભાગ લેવાનો છે.જેટલું એપલ સિડર વિનેગર લીધું હોય એટલું જ પાણી લેવાનું છે અને કોઈ પણ સ્પ્રે બોટલ માં ભરી દેવાનું છે.થોડું હલાવી લેવાનું છે. હવે આ યુસ કરી શકો છો.કિચન ના પ્લેટફોમ પર યા બેકિંગ ટ્રે છે.આના ઉપર આપણે ડિશઇન્ફેકટ માટે સેનિતાઈઝર યુસ ન કરી શકીએ તો એના પર આપણે ડિશઇન્ફેટ માટે સેનિતાઈઝર યુસ કરી સ્પ્રે કરી લઇયે.કિચન ટીસ્યુ થી સાફ કરી લેવાનું તો આ 100%નેચરલ સેનિતાઈઝર થયું.

Tip-5 ફ્રુટ અને વેજિટેબલ કીટાણું નાશક દવા ઓ અને ખાતર હોય છે. અમુક ફ્રુટ ઉપર વેક્સ નું લેયર હોય છે આપણે ગમે તેટલું ધોયે પણ અનુ થોડું પ્રમાણ રય જતું હોય છે જે આપના શરીર માં જાય છે અને નુકસાન કરે છે તો અને સાફ કરવા માટે જે પણ ફ્રુટ ને વેજિટેબલ છે અને એક બાઉલ માં લઇ લો તેમાં તમારે હુંફાળું પાણી માં ડુબાડી લેવાનું છે અને વિનેગર ચાયનીઝ બનાવા માં ઉપયોગ થાય છે તે સાદું વિનેગર બે ચમચી લેવાની છે. અને બે ચમચી નાખી ને મિક્સ કરી દો ફ્રુટ અને વેજિટેબલ જે તમે વોસ કરવાં માંગો છો તેને પંદર થી વિસ મિનિટ રેવા દો. પછી તમે જોસો તો વેક્સ નું લેયર નીકળી ગયુ હશે અને હા 100%શૂરક્ષિત છે પંદર થી વિસ મિનિટ થઈ ગઈ છે તો તમે વિડિઓ માં જોઈ શકો છો કે થોડાક પાર્ટીકલ્સ જોવા મળે છે જે કાંઈ ફ્રુટ ને વેજીટેબલ પાર્ટીકલ્સ હતા તે પાણી માં આવી ગયું છે અને તેના પર વેક્સ નું લેયર નીકળી ગયું છે.

Tip-6 દૂધ ગરમ કરતી વખતે તપેલી માં ના ચોંટે અના માટે સૌથી પેહલા તપેલી માં પાણી ઉમેરવાનું છે બે ચમચી જેટલું પછી આપણે દૂધ ઉમેરવાનું છે.હવે ગરમ કરીશુ બવ ફાસ્ટ ગેસ પર નહીં આ કરવાંથી દૂધ ચોટશે નહી.

Tip-7 અથાણું સ્ટોર કરતી વખતે અથાણું ના સુકાઈ તે માટે સૌથી પેહલા એક ચમચી હિંગ લેવાની છે અને સેકી લેવાની છે શેકાઈ જાય એટલે કાચ ની એરટાઈટ બરની માં ભરી લેવાની છે અને પાંચ થી છ દિવસ સુધી શેકેલી હિંગ ને કાચ ની એર ટાઈટ બરણી માં ભરી ને રેવા દેવાની છે. અને પાંચ થી છ દિવસ પછી આ હિંગ ને કાઢી લેવાની છે.અને ધોયા વગર આમાં અથાણું ભરી દેવાનું છે.આમ કરવાથી તમારા અથાણાં માં ફૂગ નય વળે.

Tip-8 રવો સ્ટોર કરવો હોય તો ફ્રીઝ માં કે બાર તેમાં થોડા દિવસ પછી તેમાં કીડા પડી જાય છે. તો અને સ્ટોર કરવા માટે સૌથી થી પેહલા અને શેકી લો હલકો શેકી કેવાનો છે.આમ શેકી ને અને એરટાઈટ કન્ટેનરમાં ભરી દેવાનો છે.અને ફ્રીઝ માં મૂકી દેવાનો છે એમ કરવા થી કીડા નય પડે.

Tip-9 ખાંડ ને સ્ટોર કરતી વખતે તેમાં કીડીયો આવી જાય છે એ ના આવે એના માટે થોડાં તજ ના ટુકડા અને થોડા લવિંગ ના ટુકડા એમા ઉમેરી દો અને મિક્સ કરી લો અને એરટાઈટ બરણી માં બન્ધ કરી લો.એવું કરવાથી કીડીયો નય આવે.

Tip-10 રાઈ આપણે બાર મહિના ની ભરતા હોઈએ છે તો પણ ઘણીવાર હવાય જાય છે તો આ ના થાય એના માટે ન્યૂઝ પેપર ના ટુકડા કરવાના એની વચ્ચે વચ્ચે નાખી દેવાના છે ન્યૂઝ પેપર ને નાખી દેવાના છે અને એર ટાઈટ બરણી માં ભરી બન્ધ કરી દેવાનું છે એમ કરવાથી તે હવાસે નહી.

ટિપ્સ વિડિઓ :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *