આંબળાનો મુરબ્બો :
શિયાળામાં માર્કેટમાં સારા એવા પ્રમાણમાં આંબળા અવવા લાગે છે. આંબળા સ્વાદમાં ખાટા અને તુરા હોય છે. છતાં પણ આંબળા તંદુરસ્તી માટે ખુબજ ફાયદાકારક છે. વિટામિન સી થી ભરપૂર છે. તે ખાવાથી આંખનું તેજ વધે છે. વાળ કાળા રહે છે અને ખરતા અટકે છે, ત્વચામાં નિખાર આવે છે. પાચન શક્તિ વધે છે. આંબળા આપણે ઘણી રીતે ખાઇ શકીએ છીએ. જેમ કે તેનું જ્યુસ બનાવીને, ખમણીને કે નાના પીસ બનાવીને મુખવાસ બનાવીને, ચ્યવપ્રાસ બનાવીને, જામ બનાવીને કે તેનો મુરબ્બો બનાવીને …બધી રીતે આંબળા ખૂબજ ફાયદા કારક છે.
અહીં હું આપસૌ માટે ખૂબજ હેલ્ધી એવા આંબળાના મુરબ્બાની રેસિપિ આપી રહી છું. જે સ્વાદમાં સરસ ખાટોમીઠો હોય છે. તેને સુગર કે સાકરની ચાસણીમાં પકાવીને તેમાં એલચી કે તમને મન ગામતા ટેસ્ટ જેવાકે કેશર, તજ, લવિંગ વગેરે ઉમેરીને બનાવી શકાય છે. આચારની જગ્યાએ તમે જમવાની સાથે ખાઇ શકો છો. જ્યારે આંબળા મળવા લાગે ત્યારે સિઝનમાં એકવાર બનાવીને ઠંડીની સિઝનમાં રોજ એક આંબળાનો મુરબ્બો ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. તમે મારી આ આંબળાના મુરબ્બાની રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો નાનાથી માંડીને મોટી ઉંમરના દરેક લોકો માટે ખૂબજ ફાયદાકારક છે.
આંબળાનો મુરબ્બો બનાવવા માટેની સામગ્રી :
- 250 ગ્રામ આંબળા ( સરસ મોટા, સ્પોટ વગરના)
- 250 ગ્રામ સુગર
- 1 ½ ટી સ્પુન એલચી પાવડર
આંબળાનો મુરબ્બો બનાવવાની રીત :
સૌ પ્રથમ સરસ મોટા સ્પોટ વગરના આંબળા લઈ તેને ધોઈ લ્યો. ત્યારબાદ પ્રેશર કુકરમાં થોડું પાણી મૂકી તેમાં રિંગ મૂકો. તેના પર કાણા વાળી પ્લેટ મૂકી તેના પર આંબળા મૂકો. હવે ઢાંકણ બંધ કરીને તેને માત્ર 2 વ્હીસલ કરી કૂક કરો.
જો તમે 1 વ્હીસલ કરીને કૂક કરો તો તેને ચાસણીમાં કૂક કરતી વખતે ફ્રોક વડે પ્રીક કરી લેવા.
મેં અહીં 2 વ્હીસલ કરીને કૂક કર્યા છે, એટલે સરસ પરફેક્ટ બફાઇ ગયા છે તેથી તેમાં પ્રીક કરવાની જરુર નથી. (પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ) .
કુકર ઠરે એટલે બફાયેલા આંબળા બહાર કાઢી લ્યો. તેની ચીરીઓ વચ્ચે થોડી જગ્યા થયેલી દેખાશે. ( ચીરીઓ અલગ થઈ શકે તેવી ).
ત્યારબાદ એક પેન લઈ તેમાં આ આંબળા મૂકી, તેમાં 250 ગ્રામ સુગર ઉમેરી મિક્ષ કરો. થોડીવાર ફ્લૈમ વગરજ ઉપર નીચે કરો. સુગર જરા નરમ પડી મેલ્ટ થતી લાગે એટલે પેન મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.
હલકા હાથે સ્પુન ફેરવતા જઈ હલાવીને ઉપર નીચે કરતા રહો. થોડીવારમાં આંબળામાંથી થોડું પાણી છુટીને તેમાં સાથે સુગર મેલ્ટ થઇ લિકવીડ બની જશે. 1-2 મિનિટ ઢાંકીને કૂક થવા દ્યો.
થોડીવાર વધારે બોઇલ કરવાથી તેમાં બબલ થતાં દેખાશે. એટલે ચાસણી થીક થવા લાગશે.
ચાસણી થોડી વધારે થીક થતી લાગે એટલે એક નાની પ્લેટમાં થોડા ટીપા મૂકી ચાસણી ચેક કરો. આંગળી અને અંગુઠા વચ્ચે ચાસણી લઈ એકદમ ઘટ્ટ જામેલો વ્હાઇટ કલર જેવો જાડો તાર થાય એટલે ચાસણી બરાબર છે. ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે). આ પ્રમાણે ચાસણી થઈ જાય અને આંબળાનો કલર પણ થોડો ચેંજ થઈ જાય એટલે તેમાં 1 ½ ટી સ્પુન એલચી પાવડર ઉમેરી મિક્ષ કરો. જરા ફરી ઉકાળી લ્યો. આંબળાનો મુરબ્બો હવે રેડી છે.
આંબળાનો મુરબ્બો રેડી થઇ જાય એટલે એક ગ્લાસના બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો. એક્દમ રુમ ટેમ્પરેચર પર આવી ઠરી જાય એટલે તેમાંની ચાસણી ફરી પાતળી થઈ જશે. એટલે મુરબ્બો પર્ફેક્ટ બન્યો છે. તો હવે ખૂબજ સરસ ખટ્ટો મીઠો, એલચીના ટેસ્ટ્વાળો આંબળાનો મુરબ્બો સર્વ કરવા માટે રેડી છે. બધાને આ મુરબ્બો ખૂબજ ભાવશે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને વર્ષ ભર માટે મુરબ્બો બનાવીને ચોક્કસથી સ્ટોર કરી લેશો. આંબળાની ચીરીઓ ચાસણીમાંજ અલગ અલગ કરીને પણ સ્ટોર કરી શકાય છે.
(એકદમ ઠંડો પડે પછીજ મુરબ્બાને ગ્લાસના જારમાં ભરી એર ટાઇટ કરી સ્ટોર કરો. તેને ફ્રીઝમાં કે રેફ્રીઝરેટરમાં મૂક્શો નહી, તેમ કરવાથી ચાસણી જામી જશે).
રસોઈની રાણી : શોભના વણપરિયા
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.