બ્રેડ બોઉલ સૂપ – સૌથી પેહલા જોવો આ એકદમ નવી રેસિપી એકવાર જરૂર ટ્રાય કરજો…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “શું તમે વિચારીયું છે કે જો સૂપ પીધા પછી એનો બોઉલ પણ ખાવામાં આવે તો કેવો લાગે?? આજે એકદમ યુનિક રેસિપી લઈને આવ્યાં છે. બ્રેડ બોઉલ સૂપ” જોતા જ મોઢામાં આવી ગયું હશે અને તરત જ ખાવાનું મન થઈ જઈ એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ પીધો હોય આવો સૂપ એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

સૂપ માટે –

  • ૬૦૦ ગ્રામ ટામેટા
  • ૨ નાની ડુંગળી ઝીણી સમારેલી
  • ૫ કળી લસણ
  • ૧ ગાજર સમારેલું
  • ૧/૪ કપ ક્રીમ
  • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧ ટી સ્પૂન મરી પાવડર
  • ૨ તમાલપત્ર
  • ૧ ટેબલ સ્પૂન બટર
  • મીઠું સ્વાદ અનુસાર

બ્રેડ બોઉલ માટે –

  • ૨ ટી સ્પૂન ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ
  • ૨ ટેબલ સ્પૂન ખાંડ
  • ૩.૫ કપ મેંદો
  • ૧ ટી સ્પૂન મીઠું
  • ૩.૫ ટેબલ સ્પૂન તેલ
  • ૩ ટેબલ સ્પૂન દૂધ
  • ૨ ટેબલ સ્પૂન મકાઈ નો લોટ
  • ચીઝ
  • પિઝા મસાલો (ઓપ્શનલ)

રીત :

૧. પેહલા સૂપ બનાવવા માટે એક પેન માં બટર ગરમ કરી ને એમાં તમાલપત્ર ઉમેરવા.

૨. એમાં ડુંગળી અને લસણ ઉમેરી ને સાંતળવું. હવે આમ ગાજર અને મીઠું ઉમેરી ને ૪ મિનિટ જેવું સાંતળો.

૩. આમ ટામેટા ઉમેરી ને હલાવી લેવા. મીઠું ઉમેરી ને એમાં ૧ કપ પાણી ઉમેરી ને ઢાંકી ને ૭ મિનિટ જેવું ચઢવા દો.

૪. હવે ટામેટા ગળી જાય એટલે આ મિશ્રણ ને ઠંડુ કરી ને બ્લેન્ડર ની મદદ થી સ્મૂથ પેસ્ટ બનાવી લો.

૫. આ પેસ્ટ ને મોટી ગરણી થી ગાળી લો.

૬. સૂપ ને પાછો ગરમ કરવા મુકો અને એમાં ખાંડ અને મરી ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરો.

૭. ૫ મિનિટ જેવું ઉકળે એટલે આમાં દૂધ ની મલાઈ કે ક્રીમ ઉમેરો અને ૨ મિનિટ ગરમ કરી ને ગેસ બંધ કરી દો.

૮. હવે બ્રેડ બોઉલ માટે યીસ્ટ માં ખાંડ અને હુંફાળું પાણી ઉમેરી ને ૧૦ મિનિટ સુધી રહેવા દો.

૯. યીસ્ટ ફૂલી જાય એટલે લોટ, મીઠું અને ૩ ટેબલ સ્પૂન તેલ ઉમેરી ને ૧ કપ હુંફાળા પાણી થી મસળી મસળી ને લોટ બાંધી લો.

૧૦. ૧૦ મિનિટ જેવો લોટ મસળી ને મોટા વાસણ માં તેલ લગાડી ને ૧ કલાક રહેવા દો.

૧૧. લોટ ફૂલી ને બમણો થઇ જાય એટલે ફરી મસળી ને ૪ સરખા ભાગ કરી લો.

૧૨. હવે એક બકીંગ ટ્રે માં તેલ લગાડી ને ઉપર મકાઈ નો લોટ ભભરાવી દો. એની ઉપર ૪ સરખા લોટ ના ગોળા વચ્ચે જગ્યા રાખી ને મૂકી દો. આને ૪૫ મિનિટ ઢાંકી ને રહેવા દો.

૧૩.ઓવન ને ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ગરમ કરી લો.

૧૪. સાઈઝ માં ડબલ થઇ ગયેલા બ્રેડ ના બોલ્સ પર દૂધ અને તેલ મિક્સ કરી ને બ્રશ ની મદદ થી ચોપડી દો.

૧૫. હવે બકીંગ ટ્રે ને ઓવન માં ૧૫ મિનિટ બેક કરો. બ્રેડ ને બહાર કાઢી ને પાછું દૂધ લગાડો.

૧૬. હવે બીજી ૫ મિનિટ ઓવન માં મૂકી દો.

૧૭. બ્રેડ ઠંડી થાય એટલે કાપી ને અંદર નો ભાગ કાઢી ને બોઉલ બનાવો.

૧૮. બોઉલ માં ચીઝ અને પિઝા મસાલો ભભરાવો અને ઓવન માં ૧૮૦ તાપમાન પર ૪ મિનિટ ગરમ કરો.

૧૯. હવે આમાં ગરમાગરમ સૂપ પીરસો. સૂપ પીધા પછી બ્રેડ પન ખાઈ જાવી.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *