યીસ્ટ વગર અને ઓવન વગર બનાવો આ પીઝા નાના મોટા દરેકને ઘરમાં પસંદ આવશે…

જ્યારે કંઈક નવું ખાવાનું મન થાય તો બનાવો ડોમિનોઝ જેવા પેન પિઝા ઘરે બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું.આપણે પિઝા ઈસ્ટ નો ઉપયોગ કર્યા વગર જ બનાવીશું.ઘર માં જ રહેલી સામગ્રીમાંથી બનાવીશું.અને એકદમ માર્કેટ જેવા જ બનશે.તો ચાલો બનાવી લઈએ એકદમ ઝડપ થી પેન પીઝા.


સામગ્રી

  • મેંદો
  • દહીં
  • બેકિંગ પાવડર
  • બેકિંગ સોડા
  • મીઠું
  • દળેલી ખાંડ
  • ડુંગળી
  • કેપ્સિકમ
  • મોઝરેલા ચીઝ
  • તેલ
  • બ્લેક ઓલિવ
  • પીઝા સોસ

રીત-

1- સૌથી પહેલા લોટ બાંધી લઈશું. હવે દોઢ કપ મેંદો લઈશું. તમે કોઈપણ વાડકી નુ માપ લઈ શકો છો. ત્યારબાદ લોટમાં એક ઊંડો ખાડો બનાવી લઈશું. ત્યારબાદ ૧/૪ કપ ખાટું દહીં લઈશું. ત્યારબાદ એક ચમચી બેકિંગ પાવડર નાખી શું.


2- હવે આપણે અડધી ચમચી બેકિંગ સોડા નાખીશું. અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું.ત્યારબાદ દળેલી ખાંડ નાખીશું.હવે એક મોટી ચમચી તેલ એડ કરીશું.હવે ખાંડ એ બધું સરસ મિક્સ કરી લઈશું.હવે આપણે હુંફાળું ગરમ પાણી લઈશું.આપણા લોટ માં પા કપ થી ઓછું પાણી જશે.

3- આપણે લોટ બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં તેઓ બાંધવાનો છે.આપણે રોટલી નો લોટ બાંધીએ તેવો બાંધી લઈશું.થોડું થોડું પાણી લઈ લોટ બાંધી લઈશું.હવે તેને બે થી ત્રણ મિનિટ માટે મસળી લઈશું.હવે અડધી નાની ચમચી તેલ નાખી ફરીથી તેને મસળી લઈશું.લોટ સોફ્ટ થાય ત્યાં સુધી તેને મસળી લઈશું.

4- હવે તેને અડધા કલાક માટે રાખી દઈશું.હવે આપણો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે.હવે તેમાંથી નાની સાઈઝ નો બોલ્સ બનાવી લઈશું.તેને પકડી ને એક બાજુ એકદમ સ્મૂથ અને સોફ્ટ કરી લઈશું.હવે આપણે પિઝા ને વણી લઈશું.આપણે નાની સાઈઝ ના પિઝા જોઈએ છે એટલે નાના નાના પિઝા વણીયા છે. અને બહુ જાડા નહી અને બહુ પાતળા નહીં તેવા વણી લઈશું.

5- હવે તેને ફોગ થી કાણા પાળી લઈશું.જેથી આપણે જ્યારે શેકી એ ત્યારે ફૂલી ના જાય.આ રીતે બધા પીઝા ને વણી લઈશું.હવે આપણે પીઝા ને શેકી લઈશું.હવે પેન માં મૂકી દઈશું.અને ગેસ ધીમો રાખીશું.હવે આપણે પલટાવી લઈશું.પેન પીઝા બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે તેને સરસ કુક કરી લેવાના છે.હવે નીચે ની સાઈડ સરસ કુક થઈ ગઈ છે અને સરસ કલર પણ આવ્યો છે.

6- આ સાઈડ પર આપણે પીઝા સોસ લગાવીશું.હવે એક મોટી ચમચી પીઝા સોસ લગાવી લઈશું.હવે ત્રણેય પીઝા પર સોસ લગાવી લઈશું.હવે તેની પર આપણે મોઝરેલા ચીઝ નાખીશું.હવે તેના પર ઝીણા સમારેલા કેપ્સીકમ નાખીશું.તેના સિવાય કોઈ પણ કોર્ન લઈ શકો છો. હવે તેની પર ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું.હવે બ્લેક ઓલીવ્સ થી ગાર્નિશ કરીશું.

7- હવે આપણે છેલ્લે પીઝા સિઝનીગ કરીશું.હવે તેમાં ચિલિફ્લેક્સ નાખીશું.હવે તેને ઢાંકી દઈશું.આપણું ચીઝ ઓગળી ના જાય ત્યાં સુધી કુક કરી લઈશું.હવે ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચીઝ સરસ ઓગળી ગયું છે.અને નીચે થી પીઝા નો બેઝ એકદમ ક્રિસ્પી થઈ ગયો છે.હવે ગેસ બંધ કરી દઈશું.અને પીઝા ને ઠંડા કરી લઈશું. બન્યા પછી એવું લાગે કે ઓવન વગર ના અને ઈસ્ટ વગર ના પીઝા એકદમ ક્રિસ્પી બન્યા છે.તો તમે આ રીત થી ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *