બટર મિલ્ક બ્રેડ – યીસ્ટ અને મિલ્કનો ઉપયોગ કર્યા વગર જ બ્રેડ બનાવો, બહારથી લાવવાની જરૂરત નહિ રહે…

બટર મિલ્ક બ્રેડ :

આપણે બધા અવારનવાર રેડી બ્રેડ નાસ્તા માટે લાવતા હોઇએ છીએ. જે મોસ્ટલી યીસ્ટ અને મિલ્કનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હોય છે. તેનાથી ખૂબજ સરસ સ્પોંજી અને જાળીદાર બ્રેડ, બન વગેરે બનતા હોય છે. અહીં હું યીસ્ટ અને મિલ્કનો ઉપયોગ કર્યા વગર જ બ્રેડની રેસિપિ આપી રહી છું. જેમા બટર મિલ્ક અને સાથે બેકિંગ પાવડર અને બેકીંગ સોડાનો ઉપયોગ કરીને સરસ સ્પોંજી બ્રેડ બનાવવામાં આવી છે.

આ હોમ મેઇડ છાશમાંથી બ્રેડ બનાવવી એટલી સરળ છે કે બિગિનર્સ પણ પહેલી વખતમાં જ ખૂબજ સરસ બટર મિલ્ક બ્રેડ બનાવી શકે છે. સ્વાદમાં પણ ખૂબજ ટેસ્ટી અને સ્પોંજી બને છે.

અહીં હું આપ સૌ માટે બટર મિલ્ક બ્રેડની ખૂબજ સરળ રેસિપી આપી રહી છું, તેને ફોલો કરીને તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. બટર લગાવીને, રોસ્ટ કરવાથી આ બ્રેડનો ટેસ્ટ અનેક ગણો વધી જાય છે.

બટર મિલ્ક બ્રેડ બનાવવા માટેની સામગ્રી :

  • 3 કપ મેંદો ( અથવા ઘઉંનો લોટ )
  • 1 ટી સ્પુન સોલ્ટ
  • 1 ટી સ્પુન સુગર પાવડર
  • ½ ટી સ્પુન બેકીંગ સોડા
  • 1 ½ ટી સ્પુન બેકીંગ પાવડર +( ¼ ટી સ્પુન ફ્રુટ સોલ્ટ – ઓપ્શનલ)
  • 2 કપ બટર મિલ્ક – 4-5 ટેબલ સ્પુન કર્ડમાં 2 કપ પાણી ઉમેરી છાશ બનાવી લેવી. વધારે ઘટ્ટ છાશ બનાવવી નહી.
  • 1 ટી સ્પુન આખુ જીરુ
  • 1 ½ ટી સ્પુન વ્હાઇટ તલ
  • 1 ½ ટેબલ સ્પુન મગજતરીના બી
  • 1 ટી સ્પુન ઓઇલ

સૌ પ્રથમ એક મિક્ષિંગ બાઉલમાં 4-5 ટેબલ સ્પુન કર્ડ લઇ તેમાં 2 કપ પાણી ઉમેરી બટર મિલ્ક બનાવી લ્યો. બટર મિલ્ક લસ્સી જેવી ઘટ્ટ બનાવવી નહી. એકબાજુ રાખો.

ત્યારબાદ સિલિકોન કે એલ્યુમિનિયમના બ્રેડ માટેના લાંબા મોલ્ડમાં બ્રશ વડે ઓઇલ ગ્રીસ કરી રેડી કરી લ્યો. હવે તેને એક બાજુ રાખો.

બટર મિલ્ક બ્રેડ બનાવવાની રીત :

સૌ પ્રથમ એક મોટા મિક્સિંગ બાઉલ પર ચાળણી મુકી તેમાં 3 કપ મેંદો ( અથવા ઘઉંનો લોટ ) ઉમેરો.

હવે તેમાં 1 ટી સ્પુન સોલ્ટ, 1 ટી સ્પુન સુગર પાવડર, ½ ટી સ્પુન બેકીંગ સોડા અને 1 ½ ટી સ્પુન બેકીંગ પાવડર +( ¼ ટી સ્પુન ફ્રુટ સોલ્ટ – ઓપ્શનલ) ઉમેરો.

તેને ચાળી લ્યો. ત્યારબાદ 2 વાર ફરીથી ચાળી લ્યો. હવે તેમાં સ્પુન કે વ્હિપર ફેરવીને સરસ થી બધી સામગ્રી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન આખુ જીરુ અને 1 ટી સ્પુન ઓઇલ ઉમેરી મિક્ષ કરો.

હવે બનાવેલી 2 કપ બટર મિલ્ક લઈ, ડ્રાય સામગ્રી વાળા મિક્ષિંગ બાઉલમાં થોડી થોડી ઉમેરેતા જઇ વ્હીપર કે સ્પુન વડે સરસથી મિક્ષ કરી લ્યો. બધી બટર મઇલ્ક એક સાથે ઉમેરવી નહી. 2 કપ બટર મિલ્ક વડે સ્ટીકી અને સરસ સ્મુધ લોટ બંધાઇ જશે. આ માપ બટર મિલ્ક બ્રેડનો ડો બનાવવા માટે પરફેક્ટ છે.

*આ બટર મિલ્ક બ્રેડ આ જ માપથી કડાઇ, કુકર કે ઓટીજી ઓવનમાં બનાવી શકાય છે.

મેં અહીં બટર મિલ્ક બ્રેડ ઓટીજી ઓવનમાં બનાવી છે.

હવે ઓઇલથી ગ્રીસ કરી રેડી કરેલા બ્રેડના લાંબા મોલ્ડમાં બધો ડો મુકીને તેને ઉપરથી લેવલ કરી લ્યો. ત્યાર બાદ તેના પર મિલ્કથી કે ઓઇલથી બ્રશિંગ કરી લ્યો. તેના પર વ્હાઇટ તલ અને મગજતરીના બી સ્પ્રિંકલ કરી લ્યો.

18૦* પર 10 મિનિટ પ્રી હીટ ઓટીજીમાં આ મોલ્ડ બેક કરવા મૂકો. 18૦* પર 35 મિનિટ માટે બટર મિલ્ક બ્રેડ બેક કરો.

35 મિનિટ બાદ સરસ સ્પોંજી બટર મિલ્ક બ્રેડ ફુલીને રેડી થઈ જશે. 35 મિનિટ બાદ ટુથપીક વડે ચેક કરી લ્યો. ક્લીન બહાર આવે તો બ્રેડ રેડી છે. બાકી 5 મિનિટ વધારે બેક કરો. ( જરુર નહી પડે ).

બેક થયા પછી બ્રેડને ઓવનમાંથી બહાર કાઢી 15-20 મિનિટ ઠંડી થવા દ્યો. ત્યારબાદ સ્લાઇઝ કરો. બટરથી રોસ્ટ કરીને અથવાતો એમજ ચા સાથે કે પાસ્તા અને સોસ સાથે નાસ્તામાં સર્વ કરો. ઘરના નાનાથી માંડીને મોટા સુધીના દરેક લોકોને માફક આવશે.

ખૂબજ ટેસ્ટી એવી બટર મિલ્ક બ્રેડ તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કાસથી બનાવજો. તમારાથી પણ ખૂબજ સ્પોંજી અને ટેસ્ટી બનશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *