ખસ્તા કચોરી – મેંદાના લોટની નહિ પણ ઘઉંના લોટની બનાવો આ હેલ્થી ખસ્તા કચોરી…

આજે આપણે બનાવીશું.એકદમ ખસ્તા ઘઉંના લોટની આલુ કચોરી. આ કચોરી બનાવવા માટે બિલકુલ પણ મેંદા નો ઉપયોગ નથી કરવાનો.આ કચોરી તમે સોસ સાથે પણ ખાય શકો છો.તો ચાલો રેસીપી જોઈશું.

સામગ્રી

  • ઘઉંનો લોટ
  • બટાકા
  • ઘી
  • આમચૂર પાવડર
  • ગરમ મસાલો
  • કોથમીર
  • મીઠું
  • આંબલી ની ચટણી
  • નાયલોન સેવ

રીત

1- સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું.તેના માટે બે કપ ઝીણો ઘઉંનો લોટ લઈશું.હવે તેમાં એક ચમચી મીઠુ નાખીશું.હવે તેમાં ત્રણ ચમચી ઘી નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું.ઘી નું મોવાણ મુઠ્ઠી પડતું હોવું જોઈએ.

2- હવે જોઈએ એટલું પાણી નાખી લોટ બાંધી લઈશું.કચોરી નો લોટ આપણે રોટલી કરતા કડક બાંધવાનો છે.અને એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે. બહુ કડક કે ઢીલોના થઈ જાય.અને જો વધારે કડક હસે તો તમારી કચોરી તૂટી જશે.

3- હવે લોટ ને એક થી બે મિનિટ માટે સોફ્ટ થાય તેવો મસળી લઈશું.ત્યાર પછી દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું.હવે આપણે મસાલા કરી લઈશું.તેના માટે ત્રણ બટેકા બાફી ને લઈ લીધા છે.અને તેમાં ત્રણ ચમચી કોથમીર નાખીશું.

4- હવે તેમાં એક ચમચી આમચૂર પાઉડર એડ કરીશું.ત્યારબાદ એક ચમચી ગરમ મસાલો ઉમેરી શું.અને સ્વાદ મુજબ મીઠુ નાખીશું.હવે તેમાં બે ચમચી બેસન નાખીશું.હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું.હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે.

5- હવે આપણે એક સરખા લુઆ પાડી લઈશું.એક લુઆ ને પાટલી પર લઈ તેને વણી લઈશું.તેમાં દોઢ ચમચી જેટલું સ્ટફિંગ મૂકી.બધી બાજુ થી પેક કરી લેવાનું છે.અને ધીરે થી હાથ થી પ્રેસ કરી લઈશું.હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે.તો જેટલી કચોરી કડાઈ માં સમાઈ તેટલી મૂકી દઈશું.

6- ગેસ તમારે ધીમો જ રાખવાનો છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે કચોરી ધીમે ધીમે ફૂલી રહી છે.આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગોલ્ડન કચોરી તરાય ને તૈયાર થઈ ગઈ છે.હવે આ કચોરી ને કાઢી લઈશું.અને બાકી ની કચોરી ને ફ્રાય કરી લઈશું.

7- આ કચોરી તમે આંબલી ની ચટણી સાથે ખાય શકો છો.આપણે એક કચોરી ની ચાટ બનાવી એ.હવે તેમાં દહીં નાખીશું.ત્યારબાદ તેની પર આંબલી ની ચટણી નાખીશું.નાયલોન સેવ નાખીશું.ત્યારબાદ થોડા બીટ ને પાતળી સ્લાઈસ નાખીશું.તો આ આલુ ચાટ કચોરી તૈયાર છે.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *