રગડા પેટીસ – બહાર લારી પર મળે એવી રગડા પેટીસ બનાવવાની સરળ રીત

આજે આપણે બહાર લારી પર મળે એવી રગડા પેટીસ બનાવવાની સરળ રીત જોઈશું.અને ઘર માં જ રહેલી સામગ્રીમાંથી બનાવીશું. તો ચાલો બનાવી લઈએ રગડા પેટીસ.

સામગ્રી

  • સૂકા સફેદ વટાણા
  • બાફેલા બટાકા
  • આમચૂર પાવડર
  • ગરમ મસાલો
  • હળદર
  • મીઠુ
  • લીલા ધાણા
  • જીરું
  • રાય
  • ડુંગળી
  • ટામેટા
  • લસણ
  • લીલા મરચાની પેસ્ટ
  • ધાણાજીરું પાવડર
  • લાલ મરચું પાવડર
  • ગોળ
  • ચાટ મસાલો
  • બ્રેડ નો ભૂકો
  • કોર્ન ફ્લોર

રીત-


1- સૌથી પહેલા આપણે બે કપ સૂકા સફેદ વટાણા લઈશું. ત્યારબાદ વટાણાને બેથી ત્રણ પાણીથી ધોઈ કાઢીશું. ત્યારબાદ તેને આખી રાત પલાળી રાખવાના છે. વટાણા ને પલાળવા ખૂબ જરૂરી છે તો જ તે સોફ્ટ થશે.

2- આપણે વટાણા ની આખી રાત પલાળી રાખ્યા હતા તો વટાણા ડબલ થઇ ગયા છે. હવે વટાણા માંથી બધું જ પાણી કાઢી લઈશું અને કુકરમાં લઈ લઈશું. હવે તેમાં ત્રણથી સાડા ત્રણ ગ્લાસ પાણી નાખીશું. હવે ત્યારબાદ અડધી નાની ચમચી હળદર નાખીશું.અને મીઠું નાખીશું. હળદર નાખવાથી તેનો કલર સરસ આવે છે.અને વટાણા ને કુક કરી લઈશું.

3- હવે વટાણા સરસ બફાઈ ગયા છે.અને વટાણા એકરસ થઈ જવા જોઈએ.હવે અડધા વટાણાને મેસર થી મેશ કરી લઈશું. હવે આપણે રગડા માં વઘાર કરી લઈશું.હવે એક પેન માં બે ચમચી તેલ નાખીશું.હવે તેમાં અડધી નાની ચમચી જીરું નાખી શું. ત્યારબાદ અડધી નાની ચમચી રાઈ નાખીશું. પા ચમચી હિંગ નાંખી શું. અને બે લાલ મરચા નાખીશું. અને વઘાર ને બરાબર થવા દઈશું.

4- હવે તેમાં એક ડુંગળી નાની ઝીણી સમારેલી એડ કરીશું. હવે આપણી ડુંગળી ગુલાબી કલરની થઈ ગઈ છે હવે તેમાં એક નાની ચમચી લસણ એડ કરીશું. અને એક મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ નાંખીશું. હવે મરચાં અને લસણને અડધી મિનીટ માટે સાંતળી લઈશું. હવે આપણે મસાલા કરી લઈશું. સૌથી પહેલા એક મોટી ચમચી ધાણાજીરું નાખી શું.

5- હવે આપણે એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ પા ચમચી હળદર નાખીશું.હવે તેને સાંતળી લઈશું.ગેસ ધીમો જ રાખીશું. હવે આપણે એક ટામેટુ ૧ ઝીણું સમારીને નાખીશું.હવે સરસ મિક્સ કરી લઈશું.હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે બે ચમચી પાણી એડ કરીશું.જેથી મસાલા બળે નહીં. હવે તેને ઢાંકીને કુક કરી લઈશું. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું.


6- હવે રગડો એડ કરીશું.હવે તેને સરસ મિક્સ કરી લઈશું.હવે ઢાંકીને કુક કરી લઈશું. હવે બે મિનિટ થઈ ગઈ છે અને સરસ મિક્સ થઈ ગયું છે. હવે એક મોટી ચમચી આમલીનો પલ્પ નાખીશું. એક ચમચી ગોળ નાખીશું. હવે ગેસ મીડીયમ રાખીશું. હવે રગડો પણ ઘટ્ટ થઇ ગયો છે. હવે પા ચમચી ગરમ મસાલો નાખી શું. હવે તેમાં થોડા ધાણા નાખીશું. આ રગડા ને તમે સેવસર માં પણ યૂઝ કરી શકો છો.

7- હવે આપણે પેટીસ બનાવી લઈશું. આપણે પાચ બટાકાને બાફી લઈશું. બટાકા થોડા ગરમ હોય ત્યારે તેને મેસ કરી લઈશું. હવે તેમાં આપણે મસાલા કરી લઈશું. સૌથી પહેલા એક નાની ચમચી લસણ નાખીશું. ત્યારબાદ ૧ નાની ચમચી લીલા મરચાની પેસ્ટ નાંખીશું. ત્યારબાદ ૧ નાની ચમચી ચાટ મસાલો નાખી શું. ત્યારબાદ ૧ નાની ચમચી આમચૂર પાવડર નાખીશું. અને ત્યારબાદ ચપટી ગરમ મસાલો નાખીશું.

8- હવે આપણે બે મોટી ચમચી લીલા ધાણા નાખીશું. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખી શું. ત્યારબાદ બે ચમચી ડ્રાય બ્રેડ નો ભૂકો એડ કરીશું. ત્યારબાદ એક ચમચી કોર્નફ્લોર નાખી શું. હવે બધું હાથ થી મિક્સ કરી લઈશું. હવે આપણે એક મોટી સાઈઝનો બોલ્સ બનાવી દઈશું અને ટીક્કી વારી લઈશું.તેને હાથ થી પ્રેસ કરી ને ટીક્કી વારી લઈશું. હવે તેને કોર્ન ફ્લોરમાં રગદોળી દઈશું.

9- હવે આપણે આજ રીતે બધી ટીક્કી વાળી દઈશું.આ તમે કોઈ પણ ચાટ માં યુઝ કરી શકો છો.હવે આપણે ટીક્કી ને ફ્રાય કરી લઈશું. હવે એક પેનમાં લઈશું તેમાં થોડું તેલ નાખી શું.હવે તે પેન માં ટીક્કી મૂકી દઈશું.ટીક્કી ને હમેશાં નોનસ્ટિક માં જ ફ્રાય કરવાની.હવે ટીક્કી શેકાય ગઈ છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે તેને પલટાવી લઈશું.હવે તેને બંનેવ બાજુ સરસ ફ્રાય થઈ ગઈ છે.તો તેને એક પ્લેટ માં કાઢી લઈશું.

10- હવે રગડો અને પેટીસ તૈયાર થઈ ગઈ છે. હવે ગાર્નીશિંગ પ્લેટમાં બે ચમચી રગડો કાઢીશું. હવે તેના પર આપણે પેટીસ મૂકી શું. ફરીથી તેના પર રગડો નાખીશું. અને પેટીસ ને રગડા થી ઢાંકી દઈશું. રગડા ને વધારે ટેસ્ટી બનાવવા માટે તેના પર ચટણી નાખીશું. ખજૂર આમલીની ચટણી નાખીશું. ત્યારબાદ ગ્રીન ચટણી નાખીશું. હવે રગડા પેટીસ પર ઝીણા સમારેલા ટામેટા અને ડુંગળી નાખીશું. ત્યારબાદ એકદમ ઝીણી નાયલોન સેવ નાખીશું. હવે આપણી રગડા પેટીસ એકદમ સરસ તૈયાર થઇ ગઇ છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *