કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લીલા ચણા એટલે કે જીંજરા જે આ સીઝનમાં માર્કેટમાં મળે છે એ ચણાનો હલવો બનાવવા માટેની સરળ રેસિપી લાવી છું. તમે ઘણી વાર ગળ્યું ખાવાનું મન થાય તો શીરો, સુખડી કે લાપસી બનાવીને ખાતા હશો તો હવે એકવાર આ લીલા ચણાનો હલવો બનાવીને ખાજો. ઘરમાં બધાને ખુબ પસંદ આવશે. હજી પણ માર્કેટમાં ઘણી જગ્યાએ આ ચણા મળે છે. તો ચાલો વધુ સમય ના બગાડતા શીખી લઈએ આ હલવો. ખાસ વાત જો તમે હજી પણ મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અહીંયા ક્લિક કરીને હમણાં જ સબ્સ્ક્રાઇબ કરો.
સામગ્રી
- લીલા ચણા
- ડ્રાય ફ્રુટ નો ભુક્કો
- ખાંડ
- દૂધ
- ઘી
રીત
1- સૌથી પહેલા ચણા ને ક્રશ કરી લઈશું.અને પેન માં બે ચમચી ઘી ગરમ કરી લઈશું.હવે તેમાં ક્રશ કરેલા ચણા નાખીશું.હવે તેને હલાવી લઈશું.હવે તેને ધીમા ગેસ પર શેકી લઈશું.આ બહુ હેલ્ધી રેસિપી છે.
2- લીલા ચણા માં વધારે પ્રોટીન હોય છે.તો આ નાના બાળકો ખાસ ખવડાવી શકો છો.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે શેકાય ગયું છે.હવે તેનો કલર પણ બદલાઈ ગયો છે.હવે આ સ્ટેજ પર દૂધ નાખીશું.
3- હવે એક વાડકી દૂધ ને ધીમે ધીમે હલાવતા જઈશું.અને નાખતા જઈશું. હવે ચણા ને કુક થવા દઈશું.ગેસ ધીમો રાખીશું.અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.હવે જ્યાં સુધી ઘી છુટુ ના પડે ત્યાં સુધી તેને કુક કરી લઈશું.
4- તેને સતત હલાવતા રહીશું.જેથી તે ચોંટી ના જાય.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઘી છૂટું પડવા લાગ્યું છે.આને લગભગ પાચ મિનિટ શેકી લીધું છે.હવે તેમાં આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું.
5- હવે બધું મિક્સ કરી લઈશું.હવે બધું ઘી છૂટું પડી ગયું છે.તો ગેસ બંધ કરી દઈશું.હવે ડ્રાય ફ્રૂટ નો ભુક્કો લઈશું.તેમાં આપણે બદામ,કાજુ અને પિસ્તા લીધા છે તેને વાટી લીધા છે.થોડા આમાં એડ કરીશું.અને થોડા પછી એડ કરીશું.
6- હવે તેને મિક્સ કરી લઈશું.તો ચાલો હવે તેને સર્વે કરીશું.હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું.હવે તેની પર થોડું ડ્રાય ફ્રુટ નાખી ગાર્નિશ કરીશું.તો લીલાં ચણા નો હલવો તૈયાર છે.તો તમે પણ ચોક્ક્સ થી બનાવજો ખાજો અને ખવડાવજો.
વિડિઓ રેસિપી:
રસોઈની રાણી : કોમલ ભટ્ટ
Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.