દહીં વડા – નાના મોટા દરેકને પસંદ એવા દહીંવડા બનાવવા માટેની પરફેક્ટ અને સરળ રેસિપી…

દહીં વડા:-

  • • મિત્રો આજે હું તમારા માટે દહીં વડા ની રેસીપી લઈને આવી છું.
  • • તો જનરલી દહીં વડા નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ હોય છે.
  • • તો ચાલો જોઈએ વિડીયો રેસીપી દ્રારા દહીં વડા ની રેસીપી.
  • • રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો…

સામગ્રી:-

  • • 1&1/2 વાટકી અડદની દાળ
  • • ½ વાટકી મગની દાળ
  • • દાળને પલાળવા માટે પાણી
  • • 1 ચમચી આદું અને મરચાં ની પેસ્ટ
  • • 2 ચમચી જીરું
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • 3 ગ્લાસ પાણી
  • • ચપટી હિંગ
  • • ગ્રીન ચટણી
  • • ખજૂર આમલી ની ચટણી
  • • દાડમ ના દાણા
  • • શેકેલા જીરું નો પાવડર
  • • કોથમીર

રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ અડદની દાળ અને મગની દાળને ચોખ્ખા પાણી થી ધોઈ ને અલગ અલગ વાસણમાં 4 થી 5 કલાક સુધી પલાળી લો.

• સ્ટેપ 2:-હવે વધારાનું પાણી કાઢી ને અલગ અલગ દાળને મિક્ષરમાં ક્રશ કરી લો. અને એકદમ સ્મુથ પેસ્ટ બનાવી લો.

• સ્ટેપ 3:-હવે બંને ક્રશ કરેલી પેસ્ટ ને એક મોટા વાસણમાં મિક્સ કરી લો. અને એકજ ડાયરેકશનમાં 10 મિનિટ સુધી હલાવી લો જેથી ખીરું માં એર ભરાય જેથી એકદમ સોફ્ટ વડા બને.

• સ્ટેપ 4:-અને હવે આપણે ખીરું બરાબર બન્યું છે કે નહીં તે ચેક કરીશું એના માટે એક વાટકી માં પાણી ભરી લો અને એમાં 1 ચમચી ખીરું ઉમેરો જો ખીરું તરત જ ઉપર આવે તો સમજવું કે ખીરું બરાબર બની ગ્યું છે. અને એમાં આદું મરચાં ની પેસ્ટ, જીરુ અને મીઠું ઉમરેવું અને બરાબર મિક્ષ કરી લો.

• સ્ટેપ 5:-હવે એક મોટા વાસણમાં 3 ગ્લાસ પાણી લો. અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ ઉમેરી લો.

• સ્ટેપ 6:-હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય ત્યારે તેમાં વડા ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો અને તરત જ આપણે જે પાણી તૈયાર કર્યું છે એમાં વડા ઉમેરી લો. એ રીતે બધા જ વડા તળી લો અને પાણી માં મૂકો.

• સ્ટેપ 7:-હવે જે પાણીમાં થી વડા ને હાથેળીમાં દબાવી વધારાનું પાણી નીકાળી સવૅ કરો અને ઉપર થી દહીં માં થોડી દળેલી ખાંડ અને મીઠું ઉમેરી એ વડા ઉપર ઉમેરો.

• સ્ટેપ 8:-ગ્રીન ચટણી અને ખજૂર આમલી ની ચટણી ઉમેરો. દાડમ, શેકેલ જીરુ નો પાવડર અને કોથમીર ઉમેરી ને ખૂબ જ ટેસ્ટી દહીં વડા સવૅ કરો.


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *