દરેક શુભ પ્રસંગમાં બનતા શીરાને બનાવો એકદમ પરફેક્ટ રીતે…

હંમેશા આપણે શુભકામની શરૂઆત ગળ્યું ખાઈને કરતા હોઈએ છીએ.”ઘઉંના લોટનો શીરો” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે?? ફટાફટ ખાવાનું મન પણ થઈ જઈ એવી હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તેમજ મીઠો મધુર બનશે.


સામગ્રી

  • ઘઉ નો લોટ (ઝીણો)
  • ગોળ
  • ઘી
  • ઈલાયચી પાવડર
  • બદામ
  • પિસ્તા

રીત

1- જ્યારે પણ શીરો બનાવી એ ત્યારે તેનું માપ ખૂબ જ અગત્ય નું છે.જ્યારે એક બાઉલ લોટ લઈએ ત્યારે તેની સામે લગભગ પોણો બાઉલ ઘી લઈશું.અને એક બાઉલ ગોળ લઈશું.

2- હવે તેના થી ડબલ પાણી લઈશું.હવે પાણી ને ગરમ કરવા મુકીશું.હવે ગોળ ને પાણી માં ઓગાળી લેવાનો છે.હવે ગોળ નું પાણી તૈયાર થઈ ગયું છે.હવે લોટ ને શેકી લઈશું. સૌથી પહેલા ઘી લઈશું.ઘી ગરમ થાય એટલે ઘઉંનો લોટ ઉમેરી લઈશું.

3- આપણે અહીંયા ઝીણો જ ઘઉં નો લોટ લીધો છે.હવે તેને શેકી લઈશું.જો ઘી ઓછા પ્રમાણમાં લેશો તો લોટ શેકાસે નહી.ઘી વધારે લેવાનું.ગુલાબી થાય ત્યાં સુધી શેકવાનો છે.


4- જો તમે નાની નાની વાત નું ધ્યાન રાખો તો તમારો શીરો સરસ બનશે.અને હમેશાં શીરો ધીમા ગેસ પર જ શેકવાં નો છે.સરસ કલર આવી ગયો છે તો હવે તેમાં પાણી એડ કરતા જઈશું.હવે સતત હલાવતા રહેવાનું છે.

5- હવે ઘી છૂટુ પડી ગયું છે.અને મસ્ત મજાનો નો શીરો તૈયાર થઈ ગયો છે.હવે સર્વે કરી લઈશું.હવે તેની પર ઈલાયચી નો ભૂકો ભભરાવી દઈશું.અને પીસ્તા ની કતરણ ભભરાવી લઈશું.અને બદામ ની કતરણ ભભરાવી લઈશું.તો તમે પણ ચોક્ક્સ થી બનાવજો.

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *