રેડ સોસ પાસ્તા:-
• મિત્રો આજે હું તમારી સાથે બાળકોની ફેવરિટ રેસીપી શેર કરવાની છું જેનું નામ છે પાસ્તા. તો આજે આપણે અલગ જ રીતે રેડ સોસ પાસ્તા બનાવીશું જે બાળકો થી લઇને વડીલોને પણ ખૂબ જ પસંદ આવશે. તો ચાલો મિત્રો જોઈએ વિડીયો રેસીપી દ્રારા પાસ્તા ની રેસીપી.
• મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.
• સામગ્રી:-
- • 5 થી 6 ગ્લાસ પાણી (પાસ્તા બાફવા માટે)
- • મીઠું સ્વાદ પ્રમાણે
- • 1 ચમચી તેલ
- • પાસ્તા
• પાસ્તા વધારવા માટે:-
- • 2 ચમચી તેલ
- • ½ ચમચી જીરું
- • 2 ઝીણી સમારેલી ડુંગળી
- • 2 ઝીણા સમારેલા ટામેટા
- • 7 થી 8 કળીઓ લસણ
- • 4 થી 5 ચમચી રેડ ચીલી સોસ
- • 5 થી 6 ચમચી કેચપ
- • 2 ચમચી પિઝા સીઝનીંગ
• રીત:-
• સ્ટેપ 1:-સૌપ્રથમ એક મોટા વાસણમાં પાણી ઉકળવા મૂકો અને એમાં છોડું મીઠું અને ચમચી તેલ ઉમેરો જેથી પાસ્તા ચોંટે નહીં અને છૂટા બને. અને પાણી ગરમ થાય ત્યારે તેમાં પાસ્તા ઉમેરો.તો 10 થી 12 મિનિટ સુધી પાસ્તા બફાવા દો સારી રીતે બફાઈ જાય ત્યારબાદ તેને કાણાં વાળી ચારણી માં લો જેથી વધારાનું પાણી નિતારી જાય.
• સ્ટેપ 2:-એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરું ઉમેરો.
• સ્ટેપ 3:-હવે એમાં ડુંગળી ઉમેરો અને સાંતળી લો. સંતળાઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી લો અને લસણ ઉમેરી સાંતળી લો.
• સ્ટેપ 4:-બધું બરાબર સાંતળી જાય ત્યારે તેમાં રેડ ચીલી સોસ, ટોમેટો કેચપ ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો. અને પિઝા સિઝનીંગ ઉમેરી લો અને મીક્સ કરી લો.
• સ્ટેપ 5:-હવે બાફેલા પાસ્તા ઉમેરી લો. અને ઉપરથી કેચપ અને રેડ ચીલી સોસ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી રેડ સોસ પાસ્તા.
વિડિઓ રેસિપી:
રસોઈની રાણી : ડિમ્પલ પટેલ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.