વેજ સુજી રોલ્સ (Veg suji rolls) – મોમોઝનું દેશી સ્વરુપ નવી રેસિપી હમણાં જ જુઓ…

મોમોઝનું દેશી સ્વરુપ કહી શકાય. કે પછી સોજીના ઢોકળા અને મોમોઝનું ફ્યુઝન પણ કહી શકાય. મેંદાની જગ્યાએ ઝીણો સોજી(રવો) વપરાયો છે, સાથે તળવાની જગ્યાએ સ્ટીમ કર્યા છે, તો હેલ્ધી સ્વરુપ છે. અને શીંગદાણાનો ભૂકો, કોપરાનું છીણ, હીંગ-રાઇ ના વઘારથી સ્ટફીંગના શાકમાં દેશી સ્વાદ ઉમેરાય છે. સરવાળે એક નવી, હેલ્ધી, સ્વાદમાં ખૂબ સરસ વાનગી બની છે. ગરમ હેલ્ધી નાસ્તા તરીકે કે હેવી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે…

અને જો તમને ચાઇનીઝ ટેસ્ટ પસંદ હોય તો આ જ સ્ટફીંગમાં આપણા ગુજરાતી વઘાર કે મસાલાની જગ્યાએ ચાઇનીઝ સોસ અને મસાલા ઉમેરી ચાઇનીઝ સુજી રોલ્સ બનાવી શકાય.

સમય: ૪૫ મિનિટ, સર્વિંગ: ૩ વ્યક્તિ

ઘટકો:

  • • ૧ કપ સોજી
  • • ૧/૨ કપ દહીં
  • • ૧/૨ ટી સ્પૂન મીઠું
  • • ૧/૮ ટી ચમચી બેકિંગ સોડા

➡️(સ્ટફીંગ માટે)

  • • ૧/૨ કેપ્સીકમ
  • • ૧ નાની સૂકી ડુંગળી
  • • ૧/૨ કપ સમારેલી લીલી ડુંગળી
  • • ૧૦૦ ગ્રામ કોબીજ
  • • ૧ મિડિયમ ગાજર
  • • ૨ લીલા મરચાં
  • • ૧ ટી સ્પૂન આદું ની પેસ્ટ
  • • ૧/૨ ટી સ્પૂન મીઠું
  • • ૧/૨ ટી સ્પૂન મરી પાઉડર
  • • ૨ ટેબલ સ્પૂન શીંગદાણાનો ભૂકો
  • • ૨ ટેબલ સ્પૂન કોપરાનું છીણ
  • • ૧/૨ કપ સમારેલી કોથમીર
  • • ૧+૧/૨ ટેબલ ચમચી તેલ
  • • ચપટી હીંગ
  • • ૧ ટી સ્પૂન રાઇ

પધ્ધતિ:

1️⃣સોજી ને મિક્સરમાં વાટી રવા જેવો ઝીણો કરવો. તેમાં મીઠું અને સોડા નાખી મિક્સ કરી, દહીં થી લોટ બાંધવો. પાણીની જરુર નહીં પડે. તેને ૧૦-૧૫ મિનિટ ઢાંકીને રેસ્ટ આપવો. લોટ ઢીલો હશે જે ૧૦ મિનિટ માં બરાબર થઇ જશે.

2️⃣સ્ટફીંગ માટે, ગાજર ને છીણી લેવું. કેપ્સીકમ, કોબીજ,ડુંગળી અને લીલા મરચાંને ઝીણું સમારીને કે ચોપરથી ચોપ કરી લેવું. બધું શાક મિક્સ કરી તેમાં લીલી ડુંગળી, કોથમીર નાખી મિક્સ કરી લેવી. કઢાઇમાં એક ચમચી જેટલું તેલ મૂકી રાઇ,હીંગ નો વઘાર કરવો. તેમાં શીંગદાણા નો ભૂકો નાખી સહેજ શેકાય એટલે બધું સમારેલું શાક ઉમેરી હલાવવું. તેમાં આદું ની પેસ્ટ, કોપરાનું છીણ, મરી પાઉડર, મીઠું નાખી હલાવી મિક્સ કરી ગેસ બંધ કરી લેવો. શાક ગેસ પર ચડાવવાનું નથી, કાચું જ રાખવાનું છે.

3️⃣એકબાજુ સ્ટીમરમાં પાણી ગરમ મૂકી દેવું. બાંધેલા લોટમાંથી બે ભાગ કરવા. તેલ લઇ એક ભાગને મોટો લંબચોરસ વણી લેવો. તેના પર બધી બાજુ શાક પાથરવું. પછી તેને સાચવીને રોલ કરી લેવો. બાકીના લોટમાંથી પણ બીજો રોલ બનાવવો. હવે બન્ને રોલને સ્ટીમરમાં મૂકી ૧૫ મિનિટ માટે વરાળથી બાફી લેવા.

5️⃣આ બાફેલા રોલના નાના ટુકડા કરી સર્વિંગ પ્લેટમાં ગોઠવી ઉપરથી તેલ-રાઇ-હીંગ નો વઘાર કરવો. ઉપરથી થોડીક સમારેલી કોથમીર ભભરાવવી. ગરમ જ લીલી ચટણી,સોસ સાથે સર્વ કરવા.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *