પંજાબી છોલે નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. પંજાબી છોલે સાથે ભાત, કુલચા, ભટુરે ,પરાઠા, કે રોટી કંઈ પણ સર્વ કરો સારું જ લાગે.
ચાલો આજે ખૂબ જ ટેસ્ટી અને સરળતાથી બની જાય એવા છોલે ની રીત લઇ ને આવી છું.
પંજાબી છોલે બનાવાની સામગ્રી:-
1 વાડકો કાબુલી ચણા
1 વાડકો કાબુલી ચણા ને 8-10 કલાક હૂંફાળા પાણી માં પલાળો. ત્યારબાદ 3 – 4 પાણી એ ધોઈ ને કુકર માં પાણી, મીઠું, તમાલપત્ર, 2 લવિંગ, 2 તજ , 1 ચમચી કોઈ પણ ચા ની ભુક્કી ને મસલીન કપડાં માં બાંધી ને ચણા માં મૂકી દો. હવે 6-7 સીટી વાગે ત્યાં સુધી થવા દો. બફાઈ જાય પછી તેમાંથી તમાલપત્ર, તજ, લવિંગ, ચાની પોટલી બધું દૂર કરો. બફાઈ ને રહેલું પાણી એમાં જ રહેવા દો ગ્રેવી માટે.
વધાર માટે:-
2 ચમચા તેલ
1 ચમચી જીરુ
ચપટી હિંગ
1/2 ચમચી હળદર
11/2 ચમચી મરચું
1 ચમચી ધાણાજીરું
2 ચમચા એવરેસ્ટ છોલે મસાલો
3 સમારેલા ટામેટાં
2 સમારેલી ડુંગળી
1 ચમચો આદુ મરચાં ની પેસ્ટ
6- 8 મીઠાં લીમડાના પાન
રીત:-
સૌ પ્રથમ કડાઈ માં તેલ મુકો. તેમાં જીરુ ઉમેરો. એ થાય એટલે એમાં હળદર, હિંગ, ડુંગળી અને મીઠાં લીમડાના પાન ઉમેરી ને સાંતળો. પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ ઉમેરો અને સાંતળો.
ત્યારબાદ ટામેટાં ઉમેરી ને બરાબર સાંતળો. તેમાં મરચું, છોલે નો મસાલો, ધાણાજીરું ઉમેરી ને બરાબર સાંતળી લો.
હવે આમાં બાફેલા કાબુલી ચણા પાણી સાથે જ આ ગ્રેવી માં ઉમેરો અને ધીમા ગેસ પર 10 -15 મિનિટ પકાવો.
બરાબર ઉકળી જાય પછી તેમાં કોથમીર , આદુ ના કટકા અને લીંબુ નાખી ને ગરમાગરમ તમને જે ગમે તેની સાથે સર્વ કરો.
નોંધ:-
ચણા ને 8-10 હૂંફાળા પાણી માં પલાળો જેથી ખૂબ જ સરસ એકસરખા પલળે છે.
પ્રેશર કુકર માં પાણી યોગ્ય પ્રમાણ માં મૂકવું.
ચપટી સોડા નાખી ને પણ બાફી શકાય.
વઘાર માં વધુ ગ્રેવી માટે પાણી વધુ ઉમેરવું હોય તો ગરમ કરી ને જ ઉમેરવું.
બરાબર મસાલો સાંતળી ને જ બાફેલા કાબુલી ચણા ઉમેરો. જેથી સ્વાદ વધુ સરસ આવે.
વઘાર કર્યા પછી ચમચા થી થોડા ચણા ક્રશ કરો જેટ
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.