ગોઠલી નું ખમણ (મુખવાસ) – કેરીઓ તો ખવાઈ ગઈ હવે ગોટલાનું શું? તો બનાવો આ ટેસ્ટી મુખવાસ..

ગોઠલી નું ખમણ (મુખવાસ)

હલો મિત્રો કેરી ની સીઝન તો બસ પૂરી થવામાં છે… કેરી તો બહુ ખાઈ લીધી પરંતુ તેના ગોઠલા ફેંકી તો નથી દીધા ને??

કેરીની ગોઠલી નો મુખવાસ ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ આ સરળ રીત થી બનાવશો તો વધારે સમય પણ નહિ લાગે.

કેરીની ગોઠલી નો મુખવાસ આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. તેથી તમે ચાહો તો વધારે પ્રમાણ માં જ બનાવી લેવો.

સામગ્રી:

કેરી ના સુકા ગોઠલા,

મીઠું,

સંચળ,

પાણી(બાફવા),

ઘી અથવા તેલ,

રીત:

સૌપ્રથમ આપણે લઈશું કેરી ના ગોઠલા. જેને આપણે પાણી વડે ખુબ જ સારી રીતે ધોઈ અને તડકામાં સૂકવવા મૂકી દેવા. તેને સુકાતા ૪ થી ૫ દિવસ નો સમય લાગશે.

ગોઠલા સુકાઈ ગયા બાદ તેને ઉભું પકડી અને દસ્તા વડે ભાંગી લેવા. અને ધ્યાન રાખવું કે અંદર ની ગોઠલી તૂટી ના જાય.

એવી જ રીતે બધા જ ગોઠલા માંથી ગોઠલી ઓ કાઢી લેવી. અને નીકળે તેટલી તેની છાલ(ઉપરનું પળ) કાઢી લેવું.

ત્યાર બાદ ગોઠલીઓ ને બાફવા મુકીશું. જેમાં બાફવામાં તેમાં ઉમેરીશું નમક અને જરૂર મુજબ પાણી. જેથી ગોઠલીઓ સરખી રીતે બફાઈ જાય તેમજ અંદર થી સારી રીતે ખારાશ પણ આવી જાય.

તમે ચાહો તો ગોઠલા સુકાઈ ગયા બાદ બધા જ ગોઠલા માંથી ગોઠલી કાઢવાના બદલે બીજી રીત છે બાફવા ની જેમાં બધા જ ગોઠલા ને ઉપર થી થોડા થોડા તોડી અને નમક ઉમેરી બાફવા મુકવા. જેથી ગોઠલા બફાઈ પણ જશે અને નમક પણ અંદર સુધી ઉતરી જશે.

હવે ગોઠલા બફાઈ ગયા છે. તેને બાફવા માટે એકાદ કલાક જેવો સમય લાગશે.

હવે તેને એક ચારણી માં કાઢી લેવા. જેથી તેનું બધું જ પાણી નીતરી જાય. અને તે સરસ ઠરી પણ જાય. ગોઠલી ઠરી ગયા બાદ તેની છાલ પણ સરળતા થી નીકળી જશે.

ત્યાર બાદ તેને ખમણી વડે ખમણી લેવું.

તેમાં મોટા કાણા વાડી ખમણી નો જ ઉપયોગ કરવો. જીણી ખમણી હશે તો સુકાયા બાદ ખમણ નો ભુક્કો થઇ જશે.

બધું જ ખમણ ખમણી લીધા બાદ તેને ન્યૂસ-પેપર માં અથવા કોટન ના કપડામાં સૂકવવા માટે મૂકી દેવું. તેને તડકામાં સૂકવવા થી જલદી થી સુકાઈ જશે. તેને રોજ ૩-૪ દિવસ સુધી સૂકવવા મુકવું. ત્યાર બાદ તેને પ્લાસ્ટીક ની કોથળી માં ભરી અને પછી ડબ્બા માં ભરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. જેથી તેને ભેજ ના લાગે અને હવાઈ પણ ના જાય.

ત્યાર બાદ તેમાં થી જોઈએ એમ સેકી અને ઉપયોગ કરવો. શેકવા માટે મેં ઘી નો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો તેલ પણ લઇ શકો. ઘી ગરમ થયા બાદ તેમાં જરૂર મુજબ સંચળ ઉમેરીશું.

હવે તેમાં ગોઠલી નું સુકેલું ખમણ ઉમેરી ધીમી આંચ ઉપર ચમચા વડે ચલાવતા રેહવું. જેથી મુખવાસ બરાબર શેકાઈ જાય.

ત્યાર બાદ તેને મુખવાસ દાની માં ભરી સેર્વ કરો. આ મુખવાસ ખુબ જ સ્વદીસ્ટ બને છે તેમજ એક વખત બનાવી આખું વર્ષ સુધી તેનો આનંદ માંણી શકાય છે.

નોંધ:

· મુખવાસ બનાવવા માટે મેં ગોઠલા ને ભાંગી ને જે ગોઠલી મળે તેને બાફ્યા છે. તેને બીજી રીત થી કરવું હોય તો આખા ગોઠલાને પણ બાફવા મૂકી શકાય છે.

· બધો જ મુખવાસ એકીજોડે શેકવાની જરૂર નથી. થોડો થોડો જોઈએ એમ શેકી ને ઉપયોગ માં લઇ શકાય છે.

· ગોઠલીઓ બાફવામાં નમક ઉમેર્યું છે. તમે ચાહો હોય હળદળ પણ ઉમેરી શકો છો.

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *