રસ મલાઈ – રૂ જેવા પોચા રસગુલ્લા ને જાડુ કરેલા દૂધ સાથે પીરસો.. કેસર , એલૈચી , જાયફળ નો સ્વાદ રસ મલાઈ માં ચાર ચાંદ લગાવશે

રસ મલાઈ

રસ મલાઈ , એક એવી બંગાળી મીઠાઈ જે પૂરી દુનિયા માં પ્રખ્યાત છે . રૂ જેવા પોચા રસગુલ્લા ને જાડુ કરેલા દૂધ સાથે પીરસો.. કેસર , એલૈચી , જાયફળ નો સ્વાદ રસ મલાઈ માં ચાર ચાંદ લગાવશે . ડ્રાય ફ્રુટ થી સજાવેલી રસ મલાઈ એકદમ ઠંડી પીરસવામાં આવે છે .

રસ મલાઈ ૨ રીતે બનાવાય છે

૧. બજાર ના તૈયાર રસ ગુલ્લા સીધા રબડી માં નાખી ને

૨. ઘરે રસ ગુલ્લા બનાવી ..

બીજી રીત લાંબી છે પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે . તો ચાલો બાળકો અને પરિવાર ને આપીએ ઘર ની બનાવેલી રસ મલાઈ , જે છે સ્વાદિષ્ટ અને ભેળસેળ વિનાની ..

સામગ્રી :

પનીર બનાવા માટે

• ૧.૨૫ લીટર ફૂલ ફેટ દૂધ

• ૨-૩ ચમચી લીંબુ (આપ દહીં કે વિનેગર પણ વાપરી શકો )

ખાંડ ની ચાસણી બનાવવા

• ૧ વાડકો ખાંડ

• ૨ ચપટી એલૈચી નો ભૂકો

રબડી બનાવવા

• ૦.૭૫ લીટર ફૂલ ફેટ દૂધ

• ૧/૨ વાડકો ખાંડ (સ્વાદ અનુસાર વધારે ઓછી કરવી )

• થોડા કેસર ના તાંતણા

• ૧ ચમચી એલૈચી નો ભૂકો

• ૧/૪ ચમચી જાયફળ નો ભૂકો

• બદામ અને પીસ્તા , સજાવટ માટે

રીત :


રીત માં સૌ પ્રથમ આપણે રબડી બનાવાની રીત જોઈશું . રબડી એટલે જાડું કરેલું ફ્લેવરફૂલ દૂધ . પોણો લીટર દૂધ જાડા તળિયા વાળા તપેલા માં ગરમ મુકો. ૨ ચમચી ગરમ દૂધ માં કેસર ને પલાળી લો . તપેલા નું દૂધ જયારે ઉકાળવા માંડે એટલે એમાં પલાળેલું કેસર , ખાંડ, એલૈચી અને જાયફળ નો ભૂકો ઉમેરો .. માધ્યમ આંચ પર ઉકાળો . થોડી થોડી વારે હલાવતા રેહવું . એ વખતે તપેલા માં ઉપર જે મલાઈ જામે એને સાઈડ પર કરતા જાઓ . દૂધ અડધું થઇ જાય ત્યારે ગસ બંધ કરી લેવો .

હવે આપણે બનાવીશું પનીર ,


એના માટે તપેલા માં દૂધ લો . દૂધ ઉકાળવા માંડે એટલે એમાં લીંબુ નો રસ ઉમેરો .. ગેસ ની આંચ ધીમી રાખી , દૂધ ને હલાવતા જાઓ . ધીમે ધીમે આપ જોશો કે દૂધ ફાટતું જાશે અને લીલા કલર નું પાણી છુટુ પડશે .. હવે આ ફાટેલા દૂધ ને પાતળા કપડા માં ગાળી લો . એના પર ૧ ગ્લાસ તાજું પીવા નું પાણી નાખી હાથ થી મસળી લો . પનીર સાફ થઇ જશે અને ઠંડુ પણ . કપડા ને ગાંઠ મારી થોડી ઉચાય પર ટીંગાડી દો . ૪૦-૪૫ મિનીટ માટે રાખી દો અને બધું વધારા નું પાણી નીકળી જવા દો ..


ત્યારબાદ પનીર ને મોટી થાળી માં લઇ , મસળો . આપ જોશો કે પનીર માં કોરુ હશે અને એક આછી ભીનાશ હશે અને એટલું હોવું જ જોઈએ , વધારે પડતું કોરું પડેલું પનીર રસ મલાઈ બગાડી દેશે . ૩-૪ મિનીટ માટે પનીર ને મસળો , વધારે-ઘી છુટું પડે એટલું મસળવું નહિ . હળવા હાથે મસળો અને નાની ડિસ્ક જેવો આકાર આપો . કિનારીઓ ને એકસરખી કરી લેવી .. બધી બનાવી ઢાંકી ને રાખી દો .


ખાંડ ની ચાસણી બનાવવા માટે ૧ વાડકો ખાંડ અને ૩ વાડકા પાણી લો . માધ્યમ આંચ પર રાખો જ્યાં સુધી ખાંડ પૂરી રીતે ઓગળી ના જાય . હલાવતા રહો . ઉકાળવા માંડે એટલે એમાં એલૈચી ભૂકો ઉમેરો .. હવે એમાં પનીર ની ડિસ્ક ઉમેરો . ઢાંકી ને ૮-૯ min માટે ઉકાળો . તમે જોશો કે ડિસ્ક ડબલ સાઈઝ ની થઇ ગઈ હશે . ગેસ બંધ કરી ૧ કલાક માટે એમ જ રેહવા દો ..


ત્યારબાદ એક એક કરી ડિસ્ક ને કાઢો , હળવે થી નીચવી રબડી માં ઉમેરો . નીચવવા માટે હાથ થી અથવા ૨ ચમચી ની વચ્ચે કરી શકો . રબડી માં ઉમેરી માધ્યમ આંચ પર ૩-૪ min માટે ઉકાળો . ઉપર થી બદામ પીસ્તા ની સજાવટ કરો .. એકદમ ઠંડી કરી પીરસો રસ મલાઈ …


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *