અમદાવાદ ના પ્રખ્યાત મેગી ના ભજીયા – શીખો જલ્પાબેન પાસેથી સ્ટેપ બાય સ્ટેપ.

બધા જ શહેર નું કોઈ ના કોઈ ફૂડ પ્રખ્યાત હોય છે.અમદાવાદ માં ઘણું બધું છે જે ખૂબ જ પ્રખ્યાત છે. અને એમાનાં એક છે ‘ મેગી ના ભજીયા’ . જેના વખાણ અવારનવાર તમને સાંભળવામાં કે વાંચવામાં આવ્યા હશે. આજે હું એ મેગી ના ભજીયા ની રેસિપી લઇ ને આવી છું.

મેગી નું નામ સાંભળતા જ બધા ખુશ થઇ જાય છે.. બાળકો અને મોટા બધા ને પ્રિય હોય એવી મેગી ના ભજીયા પણ બને છે અને એક વાર જરૂર થી બનાવા જેવી વાનગી છે.

આ ખાઈ ને બધા જ ખુશ થઈ જશે એની ખાતરી આપું છું.

ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવા આ મેગી ના ભજીયા ની રેસિપિ નીચે મુજબ છે.

સામગ્રી:-

1 નાનું મેગી નું પેકેટ એના મસાલા સાથે

1 મેગી મેજીક મસાલા નું પેકેટ ( ના ઉમેરો તો પણ ચાલે)

1 ટામેટું ઝીણું સમારેલું

1/4 કેપ્સિકમ ઝીણી સમારેલી

1 ડુંગળી ઝીણી સમારેલી

1 લીલું મરચું

2 ચમચી ઝીણી સમારેલી કોથમીર

1/2 કપ ચણા નો લોટ

મીઠું અને મરચું સ્વાદ અનુસાર

ચપટી હિંગ

1/8 ચમચી ગરમ મસાલો

રીત:-


સૌ પ્રથમ એક કડાઈ માં એક ગ્લાસ પાણી ઉમેરો અને જરા મીઠું ઉમેરી ને ઉકળવા મુકો. ઉકળે પછી તેમાં મેગી ઉમેરી ને થવા દો. 2 મિનીટ થાય અથવા તો બફાઈ જાય એટલે ગેસ બંધ કરો.


1 મિનિટ એ પાણી માં જ રેહવા દો. પછી મેગી ને એક ચારણી માં નીકાળી લો અને 10- 15 એમાંથી પાણી નીકળી જાય અને ઠંડી થાય જાય ત્યાં સુધી ચારણી માં જ રેહવા દો.

હવે બાફી ને ઠંડી થાય પછી મેગી એક બાઉલ માં લો. તેમાં ઝીણા સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ટામેટું ,કોથમીર, લીલું મરચું, મેગી મેજીક મસાલો, મેગી માં સાથે આવેલો મસાલો, હિંગ, મીઠું , મરચું , ગરમ મસાલો અને ચણા નો લોટ ઉમેરીને હળવા હાથે બધું મિક્સ કરો. અને હાથે થી નાના નાના ભાગ લઈ ને ગોળ કરીને ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળવા મુકો.અને પછી ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.. અને પછી એને તેલ માંથી નીકાળી ને પેપર નેપકીન પર રાખો જેથી વધારા નું તેલ નીકળી જાય.

હવે આ મેગી ના ભજીયા ને ડુંગળી ની સ્લાઈસ, તળેલા મરચાં અને ટોમેટો સોસ સાથે કોઈ પણ સમયે સર્વ કરો. અને એની મજા માણો.

નોંધ:-

મેગી ને વધુ પડતી ના બાફવી. અને પાણી નીકાળી ને જ બધુ ઉમેરો.

મેગી બરાબર ઠંડી કરવી એટલે ઓછા લોટ માં બહુ જ સરસ ભજીયા બનશે.

આ ભજીયા માં ખૂબ જ ઓછું તેલ વપરાય છે એટલે ડાયેટ વાળા પણ ખાઈ શકે છે. 🙂

તમને ગમતાં બીજા કોઈ શાક પણ ઉમેરી શકો છો. ( કોબી , ગાજર)

આ પ્રખ્યાત વાનગી તમારા ઘરે બનાવો અને બધા ને ખુશ કરી દો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *