કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેન્ગો કોકોનટ લડ્ડુ હવે એકલા કોકોનટ લડ્ડુ નહિ પણ બનાવો આ મેન્ગો ફ્લેવરના કોકોનટ લડ્ડુ..

#મેન્ગો કોકોનટ લડ્ડુ

#આ રેસીપી માં કેરીના રસનો ઉપયોગ કર્યો છે અને ધી નો બહુ જ ઓછો ઉપયોગ કર્યો છે. આ લડ્ડુ જલ્દી બની પણ જાય છે. કેરીની સીઝનમાં આ લડ્ડુ તહેવાર પ્રસંગે પણ બનાવી શકાય છે.

#બનાવવા માટે સમય-૧૫-૨૦ મિનિટ

#સામગ્રી-

૧ કપ કોપરાની છીણ

૧/૨ કપ મિલ્કમેડ

૧/૨ કપ કેરીનો પલ્પ (રસ)

૧ ટેબલ સ્પૂન ધી

૨-૩ ટેબલ સ્પૂન દળેલી ખાંડ(ઓપ્શનલ)

સજાવવા માટે-

પીસ્તા ના ટુકડા

#રીત –


૧)સૌ પ્રથમ એક પેનમાં ધી ગરમ કરી કોપરાની છીણને ૨-૩ મિનિટ માટે ધીમી આંચે સાતંળીને ડીશમાં કાઢી લો.


૨) તે જ પેનમાં કેરીનો રસ ઉમેરી ધીમી આંચે ૨-૩ મિનિટ માટે સાતંળો.


૩) કેરીનો રસ ઘટ્ટ થાય ત્યારે મિલ્કમેડ ઉમેરી૧-૨ મિનિટ માટે સાતંળીને શેકેલી કોપરાની છીણ મીકસ કરી ૬-૭ મિનિટ સાતંળો.


૪) મિશ્રણ ઘટ્ટ થાય અને પેનની સાઈડ છોડી દે ત્યારે લડ્ડુ માટેનું મિશ્રણ તૈયાર છે તેને એક ડીશમાં કાઢીને સહેજ ઠંડુ થવા દો.


૫) તૈયાર કરેલા લડ્ડુના મિશ્રણમાંથી નાના લડ્ડુ બનાવી કોપરાની છીણમાં રગદોળીને પીસ્તાથી સજાવી ને સર્વ કરો.


#નોંધ-આ લડ્ડુ બનાવવામાં મિલ્કમેડ નો ઉપયોગ કર્યો છે, માટે ખાંડ નો ઉપયોગ કર્યો નથી. જો વધારે ગળ્યું પસંદ હોય તો દળેલી ખાંડ ઉમેરી શકાય છે.

સ્પર્ધક : Harsha Israni

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *