બૂંદી ના લાડુ.
આજે આપણે જોઇશુ સરસ મજા ની મીઠાઈની રેસીપી. મીઠાઈ વગર આપણું દરેક સેલિબ્રેશન , તહેવાર કે કઈ પણ નાની મોટી ખુશી નો પ્રસંગ અધૂરો જ લાગે. તો આજે આપણે જોઇશુ બૂંદી ના લાડુ બનાવની રેસીપી. આ ખુબજ સરળ રેસીપી છે. તો ચાલો સામગ્રી અને રીત જોઈએ લઈએ
૧ કપ – ચણા નો લોટ
૧ કપ – ખાંડ (ગળ્યું ઓછું કરવા અડધો કપ પણ લઇ શકો )
લાલ કે કેસરી – ફૂડ કલર
ઈલાયચી – પસંદ મુજબ
અડધી ચમચી લીંબૂ નો રસ
કાપેલી બદામ
તલવા માટે તેલ
પાણી જરૂર મુજબ
સૌ પ્રથમ તેલ ને ગરમ કરવા માટે મૂકી દો. એક મોટું વાસણ લઇ તેમાં ચણા નો લોટ ચાળી લો. તેમાં જરૂર મુજબ પાણી નાખતા જય હલાવતા જાઓ અને એકદમ સ્મૂથ બેટર બનાવો. એક પણ ગાંઠ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. બેટર ખુબજ ઘાટ્ટુ પણ નઈ અને એકદમ પાતળું પણ નથી રાખવાનું. હવે તેમાં એક ચપટી ભરી ને ફૂડ કલર ઉમેરો મેં અહીં કેસરી કલર લીધો છે. કલર નાખી અને બરાબર મિક્સ કરી લો.
તેલ ગરમ થઇ ગયું હોય તો હવે એક ખમણી લો તેને સાણસી વડે તેલ ની ઉપર પકડી રાખી ધીમે ધીમે ચણા ના લોટ નું બેટર નાખતા જાઓ. અડધા બેટર ની બૂંદી પાડી લો. હવે બૂંદી ને 20-૩૦ સેકન્ડ સુધી તેલ માં રહેવા દઈ નિતારી અને બીજા વાસણ માં લઇ લો. આવી રીતે બધી બૂંદી બનાવી એક સાઈડ મૂકી દો.
હવે ગેસ ચાલુ કરો , ચાસણી માટે એક વાસણ ગેસ પાર મૂકી તેમાં ખાંડ નાખો , ૧.૫ કપ પાણી નાખો. ( જો અડધો કપ ખાંડ લો તો ૧ કપ પાણી નાખવું.) ૪-૫ મિનિટ સુધી હલાવો ત્યાં સુધી માં બધી ખાંડ ઓગળી જશે. હવે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાવડર, લીંબુ નો રસ ફૂડ કલર નાખી બરાબર હલાવી લો. હવે તેમાં બધી બૂંદી નાખી દો. અને ગેસ ચાલુ કરી જ્યાં સુધી બધી ચાસણી બૂંદી માં મિક્સ ના થાય ત્યાં સુધી હલાવો. પછી ગેસ બંધ કરી બૂંદી ને ઢાંકી ને અડધી કલાક રહેવા દો. તેના થી બૂંદી એકદમ સોફ્ટ થઇ જશે.
અડધી કલાક પછી બૂંદી માં કાપેલી બદામ નાખી મિક્સ કરી લો. (પસંદ ના બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ નાખી શકો) હવે હળવા હાથે દબાવી ને લાડુ બનાવી લો. બસ તૈયાર છે તમારા એકદમ બહાર જેવા બૂંદી ના લાડુ.
એક વાર આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય જણાવજો. ફરી મળીએ નવી રેસીપી સાથે.
રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.