ઘરે જ બનાવેલા કોકનટ મીલ્કમાંથી બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી કોકોનટ મીલ્ક કુલ્ફી…

ગુજરાતમાં હજુ ચોમાસુ બેઠુ નથી અને ઠંડક પણ થઈ નથી. એટલે હજુ પણ ઠંડી વસ્તુઓની લોકમાં ફુલ ડીમાન્ડ છે. અને જો આ ઠંડી વસ્તુ તમને સ્વાદની સાથે સાથે હેલ્ધી પણ રાખે તો ! હા, આજની રેસીપી છે કોકોનટ મીલ્ક કુલ્ફી. જેમાં તમે ઘરે જ કોકનટ મિલ્ક બનાવીને તેમાંથી સ્વાદિષ્ટ કોકનટ કુલ્ફી બનાવતા શીખશો.

કોકનટ મીલ્ક કુલ્ફી બનાવવા માટેની સામગ્રી

1 નાળિયેર (શ્રીફળ)

1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક

½ ચમચી ચોકલેટ એસેન્સ

જરૂર મુજબ ચોકલેટ સીરપ

કોકનટ મીલ્ક કુલ્ફી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક શ્રીફળ એટલે કે સુકુ નાળિયેર લઈ તેને વધેરી તેમાંથી પાણી દૂર કરીને તેની કડક છાલ માંથી શ્રીફળ છુટ્ટુ કરી લેવું. હવે તેની જે ડાર્ક બ્રાઉન પાતળી છાલ હોય તેને પણ કાઢી લેવી.

હવે છાલ ઉતારી લીધા બાદ શ્રીફળની પાતળી ચીરીઓ કરી દેવી. કારણ કે તેને મિક્સરમાં ક્રશ કરવાનું છે.

હવે નાળિયેરની ચીરી થઈ જાય એટલે તેને મિક્સરના જારમાં લઈ લેવું.

હવે તેમાં થોડું થોડું પાણી કરી તેને ક્રશ કરતાં જવું. એક સાથે વધારે પાણી ન ઉમેરવું.

હવે નાળિયેર બરાબર ક્રશ તઈ જાય એટલે એક પાતળી જાળી વાળી ગરણી લેવી તેને એક તપેલી કે મોટા બોલમાં મુકવી અને તેના પર એક પાતળુ કાપડું પાથરી દેવું. અહીં તસ્વીરમાં બતાવ્યું છે તે પ્રમાણે કરવું.

હવે ક્રશ કરેલા મિક્સચરને આ કાપડમાં લઈ લેવું.

હવે ક્રશ કરેલા નાળિયેરમાંથી બધું જ પાણી નીતારી લેવું. કાપડને પણ બરોબર નીચોવી લેવુ એટલે તેમાંથી બધુંજ દૂધ નીકળી જાય.

હવે જે નાળિયેરનો કુચ્ચો બચ્યો છે તેને ફરી એકવાર મિક્સરના જારમાં લઈ થોડું પાણી ઉમેરી ક્રશ કરી લેવો.

અને ફરી વાર ગરણી અને કાપડની મદદથી દૂધ ગાળી લેવું.

આ વધેલા કુચ્ચાને હવે સાઈડ પર મુકી દેવો તેની કોઈ જરૂર નહીં પડે. પણ આ કુચ્ચાનો ઉપયોગ તમે ચટની બનાવવામાં કરી શકો છો અથવા તેને સુકવી દો તો તેને સ્ટોર પણ કરી શકો છો.

હવે નાળિયેરનું દૂધ તૈયાર થઈ ગયું છે. નાળિયેરનું દૂધ મોળુ હોય છે માટે તેની કુલ્ફી બનાવવા માટે અહીં મીઠાશ તેમજ તેને વધારે માવાદાર બનાવવા માટે અરધો કપ કન્ડેન્સ મિલ્ક લેવામાં આવ્યું. કન્ડેન્સ્ડ મિલ્ક ન લેવું હોય તો તેની જગ્યાએ તમને જોઈતી મીઠાશ પ્રમાણે તેમાં દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો.

કન્ડેન્સ મિલ્ક નાળિયેરના દૂધમાં ઉમેર્યા બાદ તેમાં અરધી ચમચી જેટલું ચોકલેટ એસેન્સ ઉમેરી દેવું. અહીં એસેન્સ બિલકુલ ઓપ્શનલ છે તેની જગ્યાએ તમે તમને ગમતું એસેન્સ પણ યુઝ કરી શકો છો. હવે આ બન્ને સામગ્રી બરાબર મિક્સ કરી લેવી.

હવે કુલ્ફી માટેનું મોલ્ડ લેવું. તેને અહીં બતાવ્યું છે તેમ તેની કીનારીઓ પર ચોકલેટ સીરપ રેડીને તેને ગાર્નિશ કરી લો.

હવે આ મોલ્ડમાં એક-એક કરીને તૈયાર કરેલું નાળિયેરનું દૂધ ઉમેરી દેવું.

હવે મોલ્ડને બટર પેપરથી ઢાંકી દેવું. પેપરને મોલ્ડ સાથે સીલ કરવા માટે મોલ્ડની કીનારીએ રબરબેન્ડ ભરાવી દો. આ પેપર અહીં એટલા માટે લગાવવામાં આવ્યું છે કારણ કે તેના પર બરફ ન જામે.

હવે પેપરથી સિલ કરી લીધા બાદ અહીં બતાવ્યું છે તે પ્રમાણે કુલ્પી માટેની સ્લીપર સ્ટીક ભરાવવા માટે તેમાં છરી વડે કાણા પાડી દો.

કાણા પાડ્યા બાદ તેમાં કુલ્ફી માટેની સ્લીપર સ્ટીક લગાવી દો. હવે તેને ફ્રીઝરમાં જમાવવા માટે મુકી દો. કુલ્ફી જામતા લગભગ 4-5 કલાકનો સમય લાગશે.

હવે તમે 4-5 કલાક બાદ મોલ્ડ બહાર કાઢશો એટલે કુલ્ફી બરાબર જામી ગઈ હશે. હવે તેને ડી મોલ્ડ કરવા માટે મોલ્ડને થોડીવાર નોર્મલ પાણીમાં મુકી દેવું. હવે મોલ્ડમાંથી બધી જ કુલ્ફી એક ડીશમાં કાઢી લેવી.

અને તેના પર ચોકલેટ સીરપ સુંદર રીતે રેડી દેવું. તો તૈયાર છે સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી ઘરે જ બનાવેલા કોકનટ મીલ્કની કુલ્ફી.

રસોઆની રાણીઃ સીમાબેન

કોકોનટ મીલ્કની કુલ્ફી બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *