આલુ પરાઠા – ઢાબા સ્ટાઇલ આલુ પરાઠા બનશે હવે આપના રસોડે, ઘરમાં બધા ખુશ થઇ જશે ..

આલુ પરાઠા :-

શું તમારા આલુ પરાઠા વણતી વખતે ફાટી જાય છે અને સ્ટફિંગ બહાર નીકળી જાય છે તો ચાલો જોઈએ ટ્રીક સાથે ઢાબા સ્ટાઈલ આલુ પરાઠા ની રેસીપી.

• મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઢાબા જેવા જ ખૂબ જ ટેસ્ટી આલુ પરાઠા. તો ચાલો જોઈએ વિડીયો રેસીપી દ્રારા આલુ પરાઠા ની રેસીપી.

• રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે વિડીયો ને લાઈક, શેર અને Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

• સામગ્રી:-

• લોટ બાંધવા માટે:-

  • • ઘઉં નો ઝીણો રોટલી નો લોટ
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 3 ચમચી તેલ મોણ માટે
  • • પાણી

• સ્ટફિંગ માટે:-

  • • બાફેલા બટાકા
  • • 2 ચમચી તેલ
  • • 1 ચમચી જીરું
  • • ½ ચમચી હિંગ
  • • 6-7 ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન
  • • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • • 1 ઝીણું સમારેલું લીલું મરચું
  • • 1&1/2 ચમચી પાઉંભાજી મસાલો
  • • 1 ચમચી ધાણાજીરું પાવડર
  • • ½ ચમચી હળદર
  • • 1&1/2 ચમચી લાલ મરચું
  • • 1 ચમચી સંચર
  • • ½ ચમચી આમચૂર પાવડર
  • • સ્વાદ પ્રમાણે મીઠું

• રીત:-

• સ્ટેપ 1:- સૌપ્રથમ પરોઠા માટે નો લોટ બાંધી લો. અને બટાકા બાફી ને મેશ કરી લેવા.

• સ્ટેપ 2:- હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરું, હિંગ, લીમડો, ડુંગળી, લીલું મરચું ,પાઉભાજી મસાલો, ધાણાજીરું,હળદર, લાલ મરચું ઉમેરો અને સાંતળી લો.

• સ્ટેપ 3:-હવે એમાં મેશ કરેલા બટાકા ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં સંચર, આમચૂર પાવડર અને મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરી લો. તો આલુ પરાઠાનું સ્ટફિંગ રેડી છે. ઠંડુ થવા માટે મૂકો.

• સ્ટેપ 4:-સ્ટફિંગ ઠંડું થાય ત્યારે તેના એકસરખા બોલ્સ વાળી લો.

• સ્ટેપ 5:-હવે લોટના લુવા વાળી ને પૂરી જેવડી રોટલી વણી લો અને એમાં બટાકા ના સ્ટફિંગ ના બોલ્સ મૂકો અને વાળી લો વધારાનો લોટ લઈ લો. અને અટામણ લઈને પરાઠા વણી લેવા.

• સ્ટેપ 6:-હવે તવી ગરમ કરીને તેમાં પરાઠા શેકવા માટે મૂકો તો તમે ઉપરથી તેલ, ઘી અથવા તો બટરમાં શેકી શકો છો તો બંને બાજુએ ક્રિસ્પી બને ત્યાં સુધી પરાઠા શેકવા.

તો હવે ખૂબ જ ટેસ્ટી ઢાબા સ્ટાઈલ આલુ પરાઠા રેડી છે. વિડીયો રેસીપી દ્રારા આલુ પરાઠા ની રેસીપી તમે જોઈ શકો છો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

YouTube Channel :- Prisha Tube

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *