મેકડોનાલ્ડ જેવા આલુ ટીકકી બર્ગર – ઘરેલુ સામગ્રી થી અસલ McDonald’s નો સ્વાદ

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “મેકડોનાલ્ડ સ્ટાઇલ આલૂ ટીક્કી બર્ગર”બર્ગરનું નામ સાંભળતા જ બાળકોના મોઢામાં તો પાણી આવી જ ગયું હશે?? જોતા જ ખાવાનું પણ મન થઈ જઈ એવી ખાવામાં અંદરથી એકદમ સોફ્ટ તેમજ બહારથી સોફ્ટ ટેસ્ટી સ્વાદિષ્ટ બનશે.

લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યું હોય આવું બર્ગર એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૭૦૦ ગ્રામ બટેટા બાફેલા
  • ૧/૨ કપ વટાણા
  • ૨ ડુંગળી
  • ૨ ટામેટા
  • ૧.૫ કપ પૌવા
  • ૩ ટેબલ સ્પૂન બટર
  • બ્રેડ ક્રમ્બ્સ
  • ૧૨ બર્ગર બન
  • મીઠું સ્વાદ અનુસાર

સુખા મસાલા મિક્સ માટે –

  • ૧.૫ ટી સ્પૂન ધાણા પાવડર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન હળદર પાવડર
  • ૧/૨ ટી સ્પૂન કાળા મરી પાવડર
  • ૧ ટી સ્પૂન લસણ નો પાવડર
  • ૩ ટી સ્પૂન જીરા પાવડર

કોટિંગ માટે –

  • ૧/૨ કપ કોર્ન ફ્લોર
  • ૧/૨ કપ મેંદો
  • ૧/૪ કપ મકાઈ નો લોટ
  • ૧/૨ ટી સ્પૂન બેકિંગ પાવડર
  • ૪ ટેબલ સ્પૂન તેલ
  • ૧/૨ ટી સ્પૂન મીઠું

સોસ માટે –

  • ૬ ટેબલ સ્પૂન માયોનિસ
  • ૪ ટેબલ સ્પૂન ટમેટા નો કેચપ

રીત :

૧. બટેટા ને છોલી ને છીણી લેવા.

૨. એક બોઉલ માં સુખા મસાલા માં આપેલી બધી સામગ્રી મિક્સ કરી લેવી અને પૌવા ને ધોઈ ને પલાળી દેવા.

૩. હવે એક પેન માં બટર મૂકી ને એમાં વટાણા ને ૩ થી ૪ મિનિટ સાંતળી લેવા.

૪. પછી એમાં બટેટા ઉમેરી ને મિક્સ કરી લેવા.

૫. એમાં પૌવા ઉમેરી ને ઉપર થી મીઠું અને મિક્સ સુખો મસાલો ઉમેરી ને બરોબર મિક્સ કરી લેવું.

૬. ગેસ બંધ કરી ને મિશ્રણ ને સરસ હાથ થી એક સરખું મિક્સ કરી ને રોલ જેવું બનાવી ને એક કોથળી માં વીંટી ને ફ્રિજ માં મૂકી દેવું ૧ કલાક માટે. પછી એમાં થી ૧૨ પેટીસ તૈયાર કરી લેવી.

૭. હવે એક બોલ માં કોર્ન ફ્લોર અને બેકિંગ પાવડર મિક્સ કરી લેવા. બધી પેટીસ એમાં રગદોળી લેવી.

૮. વધેલા લોટ માં કોટિંગ ની બાકી ની સામગ્રી ઉમેરી ને ૧ કપ પાણી ઉમેરી ને પાતળું મિશ્રણ તૈયાર કરવું.

૯. હવે બધી પેટીસ ને આ મિશ્રણ માં બોળી ને બ્રેડ ક્રમ્બ્સ માં રગદોળી ને સરસ કોટ કરવી.

૧૦. ગરમ તેલ માં તળી લેવી.

૧૧. બર્ગર બન ને વચ્ચે થી કાપી ઉપર ડુંગળી ના પતીકાં, ટામેટા ને પતીકાં, સોસ અને બર્ગર પેટીસ મૂકી ને પીરસવું.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *