શિયાળું સ્પેશિયલ આદું મરચાની પેસ્ટને બનાવીને લાંબો સમય સુધી સ્ટોર કરવાની પરફેક્ટ સિક્રેટ ટિપ્સ

શિયાળુ સ્પેશિયલ આદુ મરચાની પેસ્ટ ને બનાવીને લાંબો સમય સુધી સ્ટોર કરવાની પરફેક્ટ સિક્રેટ ટિપ્સ જોઈશું. શિયાળા માં બધા વેજીટેબલ સારા મળતા હોય છે.એટલે એમ થાય કે આપણે તે સ્ટોર કરીએ.કારણકે ઉનાળા માં એક પણ શાક ગમતા નથી.આપણે એમ થાય કે હજુ મારે આ બનાવુ છે.દિવસ ઓછો પડે ને સમય પણ ઓછો પડતો હોય છે.તો આજે આપણે આદુ મરચાની પેસ્ટ કેવી રીતે સ્ટોર કરી શકાય.

1- અત્યારે આદુ પણ સરસ આવે છે.અને મરચા પણ સારા આવે છે.આપણે એમ થાય કે આ પેસ્ટ ને સ્ટોર કરી ને રાખીએ.તો કેટલી બધી વાનગી છે કે જેમાં આદુ મરચાની પેસ્ટ નો ઉપયોગ થાય છે.અને આ પેસ્ટ તૈયાર હોય તો બધી વાનગી જટપટ બની જતી હોય છે.


2- તમે રોજ ના શાક માં મરચા ની કે આદુ ની પેસ્ટ નાખો તો શાક નો ટેસ્ટ ખુબ સરસ આવે છે.તમારે ફકત લીલા મરચાની પેસ્ટ બનાવી ને સ્ટોર કરવી હોય તો પણ કરી શકો છો.અને આદુ મરચાની પેસ્ટ બનાવી ને સ્ટોર કરવી હોય તો પણ કરી શકો છો. જ્યારે આપણે આદુ મરચાની પેસ્ટ બનાવી એ ત્યારે થોડા દિવસ પછી તે પેસ્ટ કાળી પડી જતી હોય છે.અને તેનો સ્વાદ પણ અલગ થઈ જતો હોય છે.તો આજે તેની પરફેક્ટ ટિપ્સ જોઈશું કે જેના કારણે આદુ મરચાની પેસ્ટ એકદમ ફ્રેશ જ લાગે.

3- જ્યારે તમે આદુ પસંદ કરતા હોય ત્યારે અને મરચા પસંદ કરતા હોય ત્યારે તો તે કઈ ટાઇપ નું લેવાનું છે.લીલા મરચા હમેશાં સારી કોલેટી ના હોવા જોઈએ.જો દોઢ સો ગ્રામ મરચા હોય તો સો ગ્રામ મીડીયમ તીખા મરચા લેવાના.અને પચાસ ગ્રામ મરચા તીખા હોય તેવા લેવાના.જેથી પેસ્ટ એકદમ ટેસ્ટી બને છે.

જ્યારે તમે પેસ્ટ બનાવો ત્યારે એ ધ્યાન રાખવાનું કે સો ગ્રામ મીડીયમ તીખા હોય તેવા મરચા લેવાના.અને પચાસ ગ્રામ તીખા મરચા જે લવિંગિયા મરચા આવે છે તે લેવાના.હવે આદુ પણ પચાસ ગ્રામ લેવાનું છે.આદુ હમેશાં રેશા વગર નું લેવાનું છે.અને આદુ તમે ના વાપરતા હોય સૂંઠ પાવડર પણ લઈ શકો છો.

4- હવે આદુ અને મરચા ને સમારી લેવાના છે.ત્યાર બાદ મિક્સર જારમાં લઈ લઈશું.હવે તેમાં એક ચમચી મીઠુ ઉમેરી શું.મીઠા નું પ્રમાણ તેમાં ચડિયાતું રાખવાનું છે.હવે પા ચમચી હળદર નાખીશું.જેથી કરી ને ગ્રીન કલર છે તે વધારે સારો લાગે.એક ચમચી કોથમીર લઈશું.અને એક ચમચી તેલ એડ કરીશું.આ તેલ ના કારણે તમારી પેસ્ટ લાંબો સમય ટકી રહેશે.અને તેનો કલર તેવો ને તેવો જ રેહસે.

હવે તેમાં બે ચમચી લીંબુ નો રસ ઉમેરવાનો છે.ત્યાર બાદ આ પેસ્ટ ને ક્રશ કરી લઈશું.હમેશા આદુ મરચા ને ધોઈ કોરા કરી અને પછી જ ઉપયોગ માં લેવાના.એમ કરવાથી પાણી નો ભાગ ના રેહવો જોઈએ.એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે.ત્યાર બાદ તેને સરસ રીતે ક્રશ કરી લેવાની છે.


5- જ્યારે પેસ્ટ તૈયાર થઈ જાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરવાની છે.અને જ્યારે તમારે પેસ્ટ જોઈએ ત્યારે શું કરવાનું કે તમે જે ડબ્બા માં પેસ્ટ સાચવતા હોય તેના થી નાની નાની ડબ્બી માં પેસ્ટ ને સ્ટોર કરવાની.આમ કરવાથી શું થશે કે જ્યારે પેસ્ટ બહાર કાઢ શો.ત્યારે તે હવા ના સંપર્ક માં આવશે.જો હવા ના સંપર્ક માં વારેઘડીએ આવે તો પેસ્ટ કાળી પડી જાય.

એટલે જો નાની નાની ડબ્બી માં પેસ્ટ સ્ટોર કરી હસે તો તમે એક ડબ્બી બહાર કાઢો તો એ તમને ચાર થી પાંચ દિવસ ચાલે.અને તે યુઝ થઈ જાય ત્યારબાદ બીજી ડબ્બી બહાર લેવાની.તો તમે એર ટાઇટ નાની નાની ડબ્બી ઓ માં પેસ્ટ સ્ટોર કરી શકો છો.અને લાંબો સમય સુધી ટકાવી શકો છો.તો તમે ચોક્કસથી આ રીતે આદુ મરચાની પેસ્ટ બનાવી ને સ્ટોર કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *