એરફ્રાયર સ્પેશિયલ – તંદૂરી બેબી પોટેટોસ-સ્ટાટૅર…

*** તંદૂરી બેબી પોટેટોસ-સ્ટાટૅર***

*સામગ્રી –


500 ગ્રામ બેબી પોટેટો

તંદૂરી મસાલા 1 tbsp

લાલ મરચું પાવડર 1tbsp

હળદર પાવડર 1/2 tsp

કોરરીઅન્ડર પાવડર 1 tsp

સ્વાદ માટે મીઠું

કસુરી મેથી 1-2 tbsp

બારિક સમારેલી કોથમીર

તેલ 1 tbsp

દહીં 2-3 tbsp

ટૂથપીક્સ 15-20pc

ગારનીશ માટે વાપરવાની સામગ્રી માટે કાકડી અને ટમેટા ની સ્લાઇસેસ

** રીત **


સૌ પ્રથમ બટાકા ને બાફી લો અને તે ઠંડા પડે એટલે છાલ ઉતારી લો હવે એક બાઉલમાં મા બધા બટાકા ને લઇ તેમા ઉપર જણાવ્યા મૂજબ ના બધા મસાલા મીઠું અને તેલ અને કસુરી મેથી, અને દહીં મિશ્રણને સારી રીતે મીકસ કરી લો, 10-15 મિનિટ માટે મેરિનેટ થવા મૂકી દો.


હવે અડધા બટાટા ને એરફાઇયર મા સેટ કરી લો અને 15-20 મીનીટ માટે 180 ડીગ્રી પર બેક કરવા મૂકી દો, 10 મિનિટ પછી ચેક કરી જોઇ લો કે બટાટા તૈયાર છે કે નહીં.


જ્યારે બટાકા ઉપર થી બ્રાઉન થવા લાગે એટલે તેને બહાર કાઢી ને બીજી બટાકા બેક કરવા માટે મુકી દો આવી રીતે બધા બટાકા રેડી થઈ જાય એટલે તેને એક પ્લેટ મા કાઢી લો.


** સવૅ કરવા ની રીત **

એક સ્ટાર્ટર પ્લેટ લો પ્લેટ પર બાજુની આસપાસ કાકડી અને ટમેટા સ્લાઇસેસ સેટ કરો. અને તૈયાર થયેલા તંદૂરી બેબી પોટેટોસ ને toothpicks લગાવી અને સલાડ અને ચટણી સાથે ગરમાગરમ પીરસી દો. તો ચાલો આજ તમે બનાવો આ સ્વાદિષ્ટ તંદૂરી બેબી પોટોટોસ,


*નોંધ —

તમારી પાસે જો એરફ્રાયર ના હોય તો આ સ્ટાટૅર તમે ગેસ ના તંદૂર મા પણ બનાવી શકાય છે, આ તંદૂરી બેબી પોટોટોસ નુ પંજાબી શાક પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે જેની રેસીપી હુ જરૂર જણાવીશ.


આ રેસીપી તમને કેવી લાગી એ જરુર જણાવશો ફરી એકવાર એક નવી રેસીપી લઇ ને આવુ ત્યા સુધી બાય…

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *