સમય ઓછો છે અને ઢોંસા ખાવા છે ? તો બનાવો રવા ઢોંસા ખુબ જ થોડા સમયમાં.

ઘણા લોકો રેસ્ટોરન્ટમાં જઈને રેગ્યુલર ઢોંસા નહીં પણ રવા ઢોંસા ઓર્ડર કરતાં હોય છે કારણ કે તેમને ક્રીસ્પી ઢોંસા ભાવતા હોય છે. જો કે આ બન્ને ઢોંસાના સ્વાદમાં બહુ ફરક નથી હોતો પણ તેમના ટેક્સચર અને બનાવટમાં ફરક હોય છે. રેગ્યુલર ઢોંસા માટે તમારે આગલા દિવસથી તૈયારી કરવી પડે છે જ્યારે રવા ઢોંસા તમે માત્ર અરધા જ કલાકમાં બનાવી શકો છો. તો નોંધી લો રવા ઢોંસાની રેસીપી.

રવા ઢોંસા બનાવવા માટેની સામગ્રી

½ કપ સોજી

½ કપ ચોખાનો લોટ

2 ટેબલ સ્પૂન મેંદો

3 નંગ તીખા લીલા મરચા

2 ટેબલ સ્પૂન કોથમીર

½ ચમચી જીરુ

જરૂરિયાત પ્રમાણે તેલ

સ્વાદ પ્રમાણે મીઠુ

રવા ઢોંસા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ મોટી તપેલી જેવું એક વાસણ લેવું તેમાં સોજી, ચોખાનો લોટ, મેંદો, લીલા મરચાં, કોથમીર, જીરુ અને સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરીને બધી જ સામગ્રીને બરાબર હલાવી મિક્સ કરી લેવી.

હવે તેમાં 1 કપ પાણી ઉમેરી દેવું. અને તેમાં લંગ્સ ન રહે તેમ બરાબર હલાવી લેવું. અત્યારે જાડું ખીરુ થયું હશે.

હવે ફરી તેમાં એક કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી દેવું. આમ કુલ 2 કપ પાણી લીધું છે. તેનું સાવ જ પાતળુ ખીરુ બનાવવાનું છે. હવે તેને 15-20 મિનિટ ઢાંકીને બાજુ પર મુકી દેવું.

હવે પંદર મીનીટ બાદ તમે જોશો તો કદાચ ખીરુ થોડું જાડુ થઈ ગયું હશે કારણ કે સોજી થોડી ફુલી ગઈ હશે. પણ આપણે અહીં વધારે જાડા ખીરાની જરૂર નથી માટે હજુ બીજુ અરધો કપ પાણી ઉમેરી દેવું અને બરાબર મિક્સ કરી લેવું. આ સમયે તમારે મીઠું ચેક કરી લેવું.

હવે ઢોંસા ઉતારવા માટે નોનસ્ટીક ઢોંસાનો તવો ગેસ પર ગરમ કરવા મુકી દેવો અને તેના પર થોડું તેલ લગાવી લેવું.

તવો ગરમ થાય એટલે તેમાં સામાન્ય રીતે આપણે ઢોંસા પાથરીએ તેમ પાથરવાના નથી પણ ખીરાને રેડીને તવા પર ફેલાવવાનું છે અહીં તસ્વીરમાં બતાવ્યું છે તેમ.

હવે મીડિયમ ફ્લેમ પર રવા ઢોંસાને ચડવા દેવો. અને તેની ઉપરની બાજુ પર થોડું થોડું તેલ રેડી દેવું.

નીચેની બાજુ ગોલ્ડન થઈ જાય એટલે તેને ઉથલાવી લેવી. અને બીજી બાજુને શેકાવા દેવી. પણ બીજી બાજુને વધારે ન શેકાવા દેવી.

હવે બન્ને બાજુ શેકાઈ જાય એટલે રવા ઢોંસાને એક પ્લેટ પર લઈ લેવો.

તો તૈયાર છે રવા ઢોંસા. રવા ઢોંસામાં સામાન્ય ઢોંસાની જેમ ખીરુ અગાઉથી પલાળી નથી રાખવું પડતું પણ ખુબ જ ઝડપથી આ ઢોંસા થઈ જાય છે. તેને તમે સામાન્ય ઢોંસાની જેમ સંભાર, ચટની અને બટેટાના પુરણ સાથે ખાઈ શકો છો. અને જો હળવો નાશ્તો કરવો હોય તો ફુદીના ટોપરાની ચટની સાથે પણ ખાઈ શકો છો.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

રવાઢોંસા બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *