આણંદમાં જ્યારે દીકરી આર્મીની ટ્રેનિંગ પુરી કરીને વતન ફરી તો ગામલોકોએ કર્યું વાજતે-ગાજતે સ્વાગત, આઁખો ભરાઈ આવશે

આણંદમા ખંભાતના લુણેજ ગામની એક હોનહાર દીકરી દેશની રક્ષા કરવામા માટે આર્મીમાં ભરતી થઈ છે. ઇન્ડિયન આર્મીની ખૂબ જ કઠિન ટ્રેનિંગ લઈને બે વર્ષ પછી તાલીમ પૂરી કરીને વતનમા પાછા ફરતા ગ્રામજનોએ તેનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું.

આણંદ જિલ્લાના અંતરીયાળ ગામ લુણેજની એક દીકરી આરતી મહીપતભાઈ મકવાણાને બાળપણથી જ દેશની રક્ષા કરવા માટે આર્મીમા ભરતી થવાનું સપનું હતું. સશસ્ત્ર સીમા દળમા ભરતી થવા માટે તક મળતા જ આરતી તેમાં ભરતી થઇ પછી તેની ટ્રેનિંગ માટે મધ્યપ્રદેશમા ગઈ હતી અને આ ટ્રેનીંગ પૂરી થયા પછી પોતાના ફરજ પર હાજર પણ થઈ છે. બે વર્ષ પછી આરતી પોતાના વતનમા પરત ફરતા તેનુ ગામ લોકોએ દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ.

image sours

ખંભાતના અખાતને પાસે આવેલ લૂણેજ ગામ જ નહિ, પરંતુ આખા તાલુકામાથી આર્મીમા જોડાનાર આરતી પહેલી દીકરી છે. ત્યારે ગામ લોકોમાં ખૂબ જ ગર્વની લાગણી જોવા મળી હતી. લુણેજ ગામમા આઝાદી પછી કોઈ સરકારી નોકરીમા જોડાયું ન હતુ. પરંતુ છેલ્લા દસ વર્ષમા આ ગામમા શિક્ષણનુ પ્રમાણ વધ્યું તેથી હાલમા પોલીસ, શિક્ષક આર્મી સહિતના અલગ અલગ વિભાગોમા સાત જેટલા યુવક યુવતીઓ સરકારી નોકરીમા જોડાયેલા હતા.

આરતી ઇન્ડિયન આર્મીમા ભરતી થઈને ટ્રેનીંગ માટે ગઈ હતી. તેના દસ દિવસ પછી તેના સગા દાદાનુ અવસાન થઈ ગયું હતું. પરંતુ આરતીએ આર્મીની તાલીમ મેળવવાનો નિર્ણય કર્યો હતો તેથી તેને દાદાના મૃત્યુને લઈને લાગેલા આઘાતને પણ વ્રજતાથી સહન કરી લીધો હતો અને વતનમા પાછા આવી ન હતી. તે તાલીમ પૂરી કરીને જ પાછી આવી.

બે વર્ષ પછી ઘરે પાછા આવ્યા પછી તેણે સૌથી પહેલા પોતાના દાદાને શ્રદ્ધાંજલી આપી હતી. બે વર્ષની કઠિન ટ્રેનિંગ પૂરી કરી દીકરી ઘરે પાછી આવતા મોટી સંખ્યામા ગામ લોકો ભેગા થઈ દીકરીને આવકારી હતી. દીકરી પર ગુલાબના ફુલોનો વરસાદ કરીને બધાએ તેનું સ્વાગત કર્યું હતું.

image sours

Leave a comment

Your email address will not be published. Required fields are marked *